Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ ભાજપ પ્રમુખની વરણીનો પેંચ કયાં ફસાયો? વિલંબના પગલે વધી આંતરીક રાજકીય ઉત્સુકતા

21 January



રાષ્ટ્રીય-પ્રદેશ અધ્યક્ષની વરણીઓના અવઢવીની સ્થિતી વચ્ચે જિલ્લા-મહાનગરોના પ્રમુખો પણ પડયા ઘોંચમાં : આઠમી-દસમી જાન્યુઆરીએ નીશ્ચિંત નામો જાહેર કરી દેવાશે, બાદમાં ૧૩મી ૧૪મી તે પછી કર્મુહતાઓ બાદની જાહેરાતોની અટકળો વચ્ચે હવે તો ર૦ તારીખ પણ જતી રહી, પરંતુ નામોની ન થઈ ઘોષણા..!


ભાજપના સંગઠન સરંચનામાં વિવિધ રાજયોમાં આંતરીક વધી છે ખેંચતાણ : મહારાષ્ટ્ર, બિહાર-એમપી સહિતના સંગઠન વરણી પડી છે અદ્વરતાલ : હવે ગુજરાતમાં પણ આંતરીક હુંસ્સાતુસ્સી વધી હોય તેવુ નથી દેખાતું? સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે, સંગઠન સરંપનાઓ સમયે જ તેમની રાજયમાં દેખાતી ઓછી હાજરી અને ભાજપના ચાણકય અમિતભાઈના વધી ગયેલા આંટાફેરાને રાજકિય પંડિતો માની રહ્યા છે સુચક : શું મહાનગરોની ચૂંટણીઓ બાદ હવે જિલ્લાના પ્રમુખોની કરાશે જાહેરાત? : અનેકવીધ અટકળો સાથે ચર્ચાઓના પડીકાઓ મંડયા છે ખુલવા

ગાંધીધામ : વિશ્વની સૌથી મોટી તથા શિસ્તબદ્ધ અને કેડરબેઝ પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સંગઠન નવરચનાઓને લઈને પક્ષની પ્રક્રીયાઆનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેમની ટીમ, પ્રદેશ અધ્યક્ષો અને તેમની ટીમ તથા જિલ્લા અને શહેર મંડળોના અધ્યક્ષોની વરણી કરવાની ગતીવીધીઓ પાછલા અમુક સમયથી રાજકીય રીતે નીતનવી ચર્ચાઓને જન્મ આપી રહી છે. આ બધાયમાં શહેર-મંડળ લેવલની વરણીઓ તો મહદઅંશે થવા પામી ગઈ છે પરંતુ જિલ્લા પ્રમુખોની વરણીની જાહેરાતો જાણે કે થતા થતા જ રહી જવા પામી હોય તેવી ઘોંચમાં પડી ગયેલી જોવાઈ રહી છે. 
રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને તો જે ખેંચતાણો ચાલી રહી છે તેની વાત વિશેષ કરવાની અહી કોઈ જ આવશ્યકતા નથી રહેતી, કારણ કે તે તો સોશ્યલ મીડીયા પર રોજ-બરોજ નવા નવા ફણગાઓ સાથે થવા પામી રહી છે. પરંતુ આપણે ગુજરાત અને કચ્છ લાગુ પડે છે ત્યારે અહી તો બધી જ પ્રક્રીયાઓ આટોપી લેવાઈ, ઉમેદવારોના નામો પણ જિલ્લાથી પ્રદેશ અને પ્રદેશથી હાઈકમાન્ડ સ્તર સુધી મોકલી દેવાયા બાદ એકાએક બ્રેક લાગી જવા પામતા હવે કોણ બનશે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખનો મુદો નવી જ રાજકીય ચર્ચાઓને વેગ આપતો હોય તેમ આ જાહેરાત કરવામાં વિલંબ થવાથી રાજકીય રીતે ઉત્સુકતાઓ વધી જવા પામી ગઈ છે. રાજયના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોના પ્રમુખો માટે સેન્સ પ્રક્રીયાઓ આટોપી લીધા બાદ ૮ કે ૧૦ જાન્યુઆરીથી  જે નિર્વિવાદીત જિલ્લઈાઓ હશે તેમના નામો ઘોષિત કરી દેવામા આવશે તેવુ કહેવાતુ હતુ પરંતુ હવે તો કમુર્હતથા પણ ઉતરી જવા પામ્યા અને આજે એ વાતને એકાદ પખવાડીયાનો સમય પણ વીતી જવા પામ્યો છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખનું નામ જાહેર કરવામાં કયા ગ્રહણ નડી ગયુ? આખેઆખો પેંચ કયા ફસાઈ જવા પામયો છે? વિલંબ થઈ રહ્યો હોવાથી હવે રાજકીય બેડામાં ચર્ચાઓ વધુ વેગવાન બની જવા પામી ગઈ છે. આ પહેલા તો રીપીટી-નો રીપીટ કે સરપ્રાઇજ નામોની ચર્ચા થવા પામતી હતી પરંતુ હવે તો રાજકીય વર્તુળો કહે છે કે, રાષ્ટ્રીય સંગઠન સરંચના તો દેશભરમાં ચાલી રહી છે? હજુ તો વિવિધ રાજયોમાં પ્રક્રીયાઓ આટોપવાની બાકી છે. મહારાષ્ટ્રમાં ડખ્ખો ચાલી રહ્યો છે, બિહારની સ્થિતી પણ નાજુક છે, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજયોમાં સંગઠન મામલે યાદવાસ્થળી સર્જાયેલી છે, એકમાત્ર ગુજરાતમાં જ ઉતાવળ કેમ કરાઈ રહી છે? તેને લઈને પણ તરેહ તરેહની ચર્ચાઓ થવા પામી રહી છે. શું પ્રદેશ અધ્યક્ષ  જિલ્લા પહેલા કરવામાં આવશે? ભુપેન્દ્ર યાદવ આવતા આવતા પ્રવાસ વીલીંબિત થઈ ગયો? જે પી નડ્ડા ગુજરાતનો પ્રવાસ ખેડી ગયા પણ તેઓને કમલમથી છેટ્ટા જ રાખવામાં આવ્યા? આ બધા સમીકરણો પણ ચર્ચાના નવા આવરણો સર્જી રહ્યા છે. અને જે રીતે વિલંબ થવા પામી રહ્યો છે જિલ્લા પ્રમુખોની વરણીમાં તેમ તેમ જિલ્લા ભાજપ પ્રમુખનો પેંચ ફંસાયો છે કયાં?તેની રાજકીય ઉત્સુકતા જિલ્લાના રાજકીય બેડામાં ઓર વધતી જ જોવાઈ રહી છે.

............

Comments

COMMENT / REPLY FROM