રાપર-ભચાઉની અંતિમ મતદાર યાદી જાહેર : નખત્રાણા નગરપાલીકાની ચૂંટણી મુદ્દે હજુય અસમંજસ
રાજયની ચૂંટણીઓ યોજાવવા લક્ષી નગરપાલીકાઓની અંતિમ મતદારયાદી જાહેર થવા પામી, પરંતુ નખત્રાણા મામલે હજુ સુધી મગના નામે મરી પડાયું ન હોવાથી સર્જાયા તર્કવિતર્કો
ગાંધીધામ : ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા આજ રોજ રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનોની સત્તાવાર જાહેરાત કરવામા આવી રહી છે અને તેમાં ૭૩ જેટલી નગરપાલીકાઓ મામલે ચૂંટણીનો કાર્યક્રમ ઘોષિત કરવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. આ માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તેયારીઓને અંતિમ ઓપ આપી દેવામા આવ્યો છે અને અંતિમ મતદાર યાદીઓ પણ જાહેર કરી દેવાઈ હોવાનુ સામે આવવા પામ્યું છે. ત્યારે કચ્છની ભચાઉ અને રાપર નગરપાલિકાની પણ અંતિમ મતદાર યાદી ઘોષિત કરી દેવાઈ છે. ભચાઉ નગરપાલિકાના ચીફ ઓફીસર શ્રી ઝાલાને આ અંગે પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અંતીમ મતદાર યાદી જાહેર થવા પામી ચૂકી છે.
આમ ગુજરાતની નગરપાલિકાઅીની ચૂંટણી જંગનો આજે જે એલાન થવા પામી રહ્યો છે તેમાં કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકાનો પણ સમાવેશ થવા પામી શકે છે તેવા અહેવલો સાંપડયા છે જયારે કે તાજેતરમાં જ પશ્ચીમ કચ્છમાં નખત્રાણા નગરપાલીકાની જે જાહેરાત કરવામાં આવી છે ત્યાં હજુ સુધી અંતિમ મતદાર યાદી આવી ન હોવાથી નખત્રાણા નગરપાલિકાનો હજુ સુધી અહી આ ચૂંટણીઓમાં સમાવેશ ન થાય તેવી વાત સાથે નખત્રાણાને લઈને અસંમજસતા ભરી સ્થિતી સર્જાયેલી હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.
ગુજરાત રાજયમાં જેની આતુરતાપૂૃર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું આજ રોજ સત્તાવાર એલાન થવા પામી રહ્યું છે. આજે સાંજે રાજય ચૂંટણી આયોગ રાજયભરની નગરપાલીકાઅી ચુંટણીઓ મામલે સત્તાવાર જાહેરાત કરશે. આગામી ફેબ્રુઆરી માસ રાજય સહિતહવે કચ્છમાં પણ રાજકીય રીતે ગરમ રહેવા પામે તેમ દેખાવવા પામી રહ્યું છે. આજ રોજ રાજયની જે ૭૩ નગરપાલીકાઓની ચુંટણીઓ જાહેરાત કરવામાં આવી છે તેમાં રાપર-ભચાઉ નગરપાલિકાનો સમાવેશ થવા પામી રહ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. અને નખત્રાણા નગરપાલિકાને લઈને હજુય પણ કયાંક ને કયાંક અસમંસતા ભરી સ્થિતી રહેલી હોવાનો સિનારીયો જાવાઈ રહ્યો છે. આજ રોજ સાંજે સત્તાવાર રીતે નગરપાલિકાઅીની ચુંટણીઓની જાહેરાતની સાથોસાથ જ ચૂંટણી કાર્યક્રમ ઘોષિત કરવામા આવશે અને તેના પગલે ફેબ્રુઆરી માસમાં કચ્છમાં રાજકીય ગતિવીધિઓ તેજ બની જવા પામશે.

Comments