Trending News
સ્થાનિક સમાચાર

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કારોબારી સમિતિની બેઠક સફેદ રણ ધોરડો ખાતે યોજાશે 

20 January



ભુજ, :     કચ્છના ભુજ તાલુકાના સફેદ રણ ધોરડો ખાતે ૨૧ જાન્યુઆરી,૨૦૨૫ના રોજ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખશ્રી પરેશકુમાર દેસાઈ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ સહિત રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, પંચાયત પરિષદની કારોબારી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહેશે.   કારોબારી સમિતિની બેઠકમાં ગત સમિતિની કાર્યવાહી નોંધ, પંચાયતીરાજ સંસ્થાઓના વિવિધ પ્રશ્નો અંગે મંથન, આવક-જાવકના હિસાબોની રજૂઆત, સી.એસ.સી.પી. સંસ્થા સાથેના કરાર અંગે મંત્રણા, વિવિધ માળખાકીય સુવિધાઓ અને અધ્યક્ષસ્થાનેથી રજૂ થાય તે મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કારોબારી સમિતિની બેઠક બાદ ચિંતન બેઠકનું આયોજન કરાયું છે.
 

Comments

COMMENT / REPLY FROM