Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ સંકુલમાં દારૂના અડ્ડાઓ પુનઃ પુરજોશમાં ધમધમ્યા.!

20 January



અલો ઉર્ફે અનીલ, જીતુ ચડ્ડી-મનોજ સહિતના બુટલેગરો પણ  બિનધાસ્ત બનીને વેચી રહ્યા છે દારૂ તો એકટિવા પર બાબુ કરી રહ્યો છે ઠેર-ઠેર ડીલીવરી


બુટલેગરોને મંજુરીઓ અપાયાની ચર્ચા : પડાણામાં મનુનો ભાઈ મેરૂ બેફામ તો બી ડીવીઝન વિસ્તારની હદમાં ગવલો-જીતુ-ઈલીયાસના દારૂની બેાલબાલા, દસ-દસ પેટીઓ જ માલ અપાય છે, દસ વેંચાય બાદમાં બીજી પેટીઓ આપવાની અપનાવાય છે નીતી : કોણે આપી મંજુરી?



ગાંધીધામ : ગુજરાતમાં દારૂબંધી લાગુ પડેલી છે પરંતુ જાણે કે કચ્છમાં અમુક અંશે કયાંક કયાંક તે માત્ર નામપુરતી જ હોય તેમ ઔદ્યોગીક પાટનગરમાં ફરીથી ઈંગ્લીશ દારૂના પોઈન્ટ ધમધમવાના શરૂ થવા પામી ગયા હોવાની ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. આમ તો અહી એસપીશ્રી કડક અને કાયદા નિષ્ઠ છે અને તેમની ધાક પણ બરાબરની હોવાથી બુટલેગરો ખુલલેઆમ અને છાકટા બનીને જે અગાઉ દારૂનું ડીલંગ કરી રહ્યા હતા તેના પર તો બ્રેક આવી જવા પામ્યો છે ઉપરાંત પણ અમુક વીસ્તારોમાં બુટલેગરો આજે પણ બિનધાસ્ત બનીને દારૂના પોઈન્ટ ચલાવી રહ્યા છે ત્યારે સવાલ થઈ રહ્યા છે કે, આવા બુટલેગરોને દારૂના અડ્ડાઓ શરૂ કરવાની પરવાનગી આપી છે કોણે? 
જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધમા સંકુલમાં હાલના સમયે વિવિધ અમુક ચોકકસ વિસ્તારમાં છથી વધુ જેટલા બુટલેગરોને દારૂની જાણે કે રજા જ અપાઈ ગઈ હોય તેમ અહી દારૂ વેચવામા આવી રહ્યો છે. કહેવાય છે કે આ વિસ્તારમાં આલો ઉર્ફે અનિલ, જીતુ ચડ્ડી, મનોજ નામના બુટલેગરો બેફામ બનીને દારૂ વેંચી રહ્યા છે. તો વળી બાબુ દ્વારા એકિટવા પર દારૂની ડીલીવરીઓ કરવામા આવી રહી હોવાનુ ચર્ચાય છે. આવી જ રીતે અન્ય વિસ્તારમાં પણ છ જેટલા પોઈન્ટ શરૂ કરવાની પરવાનગી અપાઈ જવા પામી હોવાનુ ચર્ચાય છે. તો વળી પડાણા પટ્ટામાં મનુનો ભાઈ મેરૂ દારૂના ડીલીંગ બેફામ થઈને કરાવી રહ્યો હોવાનુ ચર્ચાય છે. તેવી જ રીતે શહેરના બી ડીવીઝન વિસ્તારમાં પણ આ બદી બરાબરની જ ફેલાઈ જવા પામી ગઈ હોવાનુ કહેવાય છે. 
અહી ગવલો-જીતુ અને ઈલિયાસ દારૂના પોઈન્ટનુ સંચાલન સંભાળી રહ્યા હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે,  અહી દસથી વધુ પેટીઓ ન રાખવી તેવી સુચનાઓ અપાયેલી છે. દસ પેટી વહેચાઈ જાય તે બાદમાં બીજી દસ પેટીઓ રાખવી એટલે દારૂ પકડાય કદાચ તો ઓછી માત્રામાં જ પકડાય. વર્તમાન સમયે આવા વિસ્તારોમાં દારૂની બદી છાને છપને ફરીથી માથુ ઉચકી રહી હોય તેવી સ્થિતીનો ગણગણાટ સામે આવવા પામી રહ્યો છે. ત્યારે આવા બુટલેટરોને મંજુરી આપી છે કોણેો તેને લઈને પણ સવાલો ઘેરાવવા પામી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM