કચ્છથી અમદાવાદ સુધી સળીયા ચોરીના નેટવર્કનો ભાંડાફેાડ : ખાખીધારી ઝડપાયો
સામખીયાળીથી સળીયા કોણે કરાવ્યા સગેવગે?
અમદાવાદના જુહાપુરા અહેસાન પાર્ક પાસેથી કચ્છના ટ્રાન્સપોર્ટમાંથી
સળિયા ચોરી કેસમાં પોલીસ કોન્સ્ટેબલ મુસ્તફાખાન ઝડપાયો
ગાંધીધામ : શહેરમા જુહાપુરા સોનલ ચાર રસ્તા પાસે વેજલપુર પોલીસે ટીએમટી સળિયા ચોરીના કેસના ડીસીપી ઝોન-૨ સ્ટાફના એક પોલીસ કોન્સ્ટેબલને ઝડપીને રૂપિયા અઢી લાખની કિંમતના ચાર ટન સળિયાનો જથ્થો જપ્ત કરીને ગુનો નોંધ્યો છેં. આ અંગે કુલ પાંચ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. પ્રાથમિક તબક્કે સામે આવેલી વિગતો અનુસાર સામખીયારીથી આવેલા સળિયા ચોરીને બારોબાર સગેવગે કરવાના હતા તે પહેલા જ વેજલપુર પોલીસે ગુનો નોંધી સળીયા ચોર ગેંગ પર તવાઈ જ બેાલાવી દીધી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે સરખેજ
પોલીસ સ્ટેશન પાસે આવેલી ત્વકલ સોસાયટીમાં રહેતા ઇમરાન માનાપરા ટીએમટી સળિયાની કંપનીમાં મેનેજર તરીકે - કામ કરે છે. શનિવારે રાતે તેઓને માહીતી મળી હતી કે તેમની કંપનીના ટીએમટી સળીયાનો જથ્થે બિનવારસી રીતે અહેસાન પાર્ક સોનલ ચાર રસ્તા જુહાપુરા પાસે પડયો છે. જેથી ઈમરાનભાઈ તેમના સ્ટાફ સાથે ત્યા ગયા હતા અને ખાનગી વોચ રાખીને આ જથ્થો લેવા માટે કોણ આવે છે?તે અગે તપાસ કરી હતી. જેમા ત્રણ પીકઅપ વેન આવી હતી અને જે લોખંડના જથ્થો ભરતા હતા . આ દરમ્યાન એક કારમાં યુવક આવ્યો હતો જેથી પોલીસની મદદ લઈને તેને ઝડપીને પુછપરછ કરતા તેનું નામ મુસ્તફાખાન મલેક હોવાનુ જાણવા મળ્યુ હતુ. વધુ તપાસમાં એવી વાત પણ બહાર આવવા પામી હતી કે, આ મુસ્તફા અમદાવાદ પોલીસ ઝોન રના સ્ટાફમા નોકરી કરતો હતો. અને તેણે પ્રાથમીક પુછતાછમાં કબુલાત પણ આપી દીધી હોવાનુ કહેવાય છે કે કચ્છથી મંગાવવામા આવેલા સળીયાના જથ્થામાંથી તેણે ડ્રાઈવરને બે લાખ રૂપીયા આપીને સળીયા ખરીદી કર્યા હતા. અહી સવાલ એ થવા પામી રહ્યો છે કે, કચ્છમાં સામખીયાળી ખાતે આવેલી કંપનીમાથી આ સળીયા સગેવગે કરાવ્યા કોણે? આ રીતે બે લાખ રૂપીયા લઈ અને જે-તે ડ્રાયવરે પ્રથમ જ વખત સળીયા અન્યત્ર ઠાલવી દીધા કે પછી અગાઉ પણ આવા કારનામાઓને અંજામ આપી દીધો છે? સૌથી મોટો સવાલ એ થાય છે કે, કચ્છમાથી જે ટીએમટી સળીયા નીકળ્યા તેને મુસ્તફા આણી ટોળકી બારોબાર કોણે વેંચતી હતી અથવા તો વેંચવાની હતી? ે, જો વેજલપુર પોલીસ આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરે તો અહી ટેક્ષચોરી સહિતના મોટા ગુનાઓ બહાર આવી શકે તેમ હોવાનુ પણ જાણકારો કહી રહ્યા છે.
.............
- તો કચ્છ માટે પનોતીરૂપ જાદુગરના સળીયા-સિમેન્ટ ચોરીના કૌભાંડનો થાય ખુલાસો
બનાસકાંઠા પટ્ટામાં આ જાદુગરે બનાવેલ આલીશાન રીસોર્ટમાં સિમેન્ટ-સળીયા કચ્છમાંથી ચોરી કરાયેલો જ પહોચતો હોવાની છે ચર્ચા
ગાંધીધામ : સામખીયાળીથી અમદાવાદ સુધી સળીયા ચોરીનો ખુલાસો અને તેમાં એક ખાખીધારીની સંડોવણી બહાર આવી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જો આ અંગે ઘનીષઠ તપાસ કરવમા આવશે તો કચ્છ પોલીસ માટે એક સમયે પનોતીરૂપ બની ગયેલ જાદુગરના જ સળીયા-સિમેન્ટ ચોરીના ધમધમતા કૌભાંડનો મોટો ખુલાસો થવા પામી જાય તેમ છે. કહેવાય છે કે ચોરીના સળીયા અને સિમેન્ટનો જથ્થો વધુમાં વધુ બનાસકાંઠામાં આ જાદુગર દ્વારા બનાવવામા આવેલ આલીશાન રીસોર્ટમાં જ જાદુગર મફતના ભાવે ખરીદીને મસમોટું બાંધકામ કરી રહ્યો હોવાનુ સામે આવી રહ્યું છે.

Comments