Trending News
સ્થાનિક સમાચાર

- તો કચ્છમાં પણ યુરીયા ખાતરના પ્લાયવુડ ફેકટરીઓમાં સપ્લાય-કાળાબજારીના મોટા નેટવર્કનો થાય પર્દાફાશ

20 January

એલસીબીની ટીમો મહેસાણાવાળી કરી દેખાડે..!



મહેસાણાની ફેકટરીમાથી ૧૦૦ કરતા વધુ બોરી સરકારી ખાતરની ઝડપાતી વેળાએ ગર્ભિત ઈશારો : પોલીસે ત્રાટકીને સરકારી ખાતરના ગેરકાયદે વેપલાનો ભાંડાફોળ કરી દેખાડયો છે, પ્રાથમિક તબક્કે ખાતરનો જથ્થો પ્લાયવુડ-સનમાઈક બનાવતી ફેકટરીમાં જતો હોવાનો થયો છે ખુલાસો  : મહેસાણા-બનાસકાંઠા તથા પૂર્વ્‌ કચ્છમાં પણ યુરીયા ખાતરની કાળા બજારી કરી અને પ્લાયવુડની ફેકટરીઓમાં સપ્લાય થતા હેાવાના થઈ ચૂકયા છે મોટા ખુલાસા




ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીન સરકાર અને ગુજરાતના કૃષી મંત્રી રાઘવજીભાઈની ટીમ ખેડુતોની મદદે આવવા મટે સદાય પ્રયત્નશીલ છે અને ખડેપગે સેવારત રહેલા છે, નીતનવી યોજનાઓ અને સહાયની મદદ કરતા રહે છે, તો બીજીતરફ ખેડુતોની વહારે આવવાની સરકારની આ જહેમત પર કેટલાક કાળાબજારીયાઓ રીતસરનો પાણીઢોળ જ કરી દેતા હોય તેવી ઘટનાઓ કચ્છમાં બનવા પામી રહી છે. તાજેતરમાં જ કચ્છમાં અંજારના લાખાપર પાસેથી જાગૃત ખેડુતોએ યુરીયા ખાતરની કાળા બજારીનો પર્દાફાશ કરી અને પોલીસ તથા ખેતીવાડી વિભાગનું નાક કાપી દેખાડયુ હતુ તો એથી પહેલા ગાંધીધામ જીઆઈડીસી ખાતેથી પણ આવા જ યુરીયા ખાતરની કાળા બજારી પકડાઈ જવા પામી હતી. આ કેસમાં પ્રકાશ નામના શખ્સની ભુમિકા બહાર આવવા પામી હતી. ત્યારે હવે મહેસાણામાં પણ એલીસીબી દ્વારા જાગૃતી પૂર્વક દરોડો પાડી અને પ્લાયવુડ તથા સનમાઈકાના પ્લાન્ટમાં જતા આ સરકારી ખાતરના ૧૦૦થી વધુ બોરીઓને પકડી પાડી હોવાનું સામે આવ્યું છે અને જો એ જ રીતે કચ્છમાં પણ એલસીબી ત્રાટકે તો ઠેર ઠેર મોટા પ્રમાણમાં યુરીયા ખાતરી કાળા બજારીના મોટા નેટવર્ક પરથી પડદો ઉચકાવવા પામી શકે છે તેવી સંભાવનાઓ પ્રબળતાથી સેવાઈ રહી છે. પહેલા વાત કરીએ મહેસાણાની તો  મહેસાણામાં ફેક્ટરીમાંથી સરકારી ખાતર ઝડપાયું છે આ ખાતર ખેરપુર-લક્ષ્મીપુરા ગામ નજીકથી ઝડપાયું છે અને ૧૦૦ કરતા વધુ બોરી સરકારી ખાતર ઝડપાયું હોવાની વાત સામે આવી છે,ઓમ નામની ફેક્ટરીમાંથી ઝડપાયું છે ખાતર તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,કોણે અને કયાં આ ખાતરનો જથ્થો આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. મહેસાણા એલસીબીની ટીમે ખાતરનો જથ્થો ઝડપી પાડયો છે જેમાં પ્લાયવુડ-સન્માઇકા બનાવવામાં ખાતર વપરાતું હોવાની વાત સામે આવી છે,મહેસાણા એલસીબીની ટીમે ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.નંદાસણ પોલીસે ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે અને મુદ્દામાલને પોલીસ સ્ટેશન લઈ લેવામા આવ્યો છે. મહેસાણા એલસીબી ટીમ નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી.જે આધારે મહેસાણા એલસીબી ટીમે રેડ કરતા લક્ષ્મીપુરા સીમમાં ચાયડામાં આવેલ હોમશોપ કંપનીમાંથી પીકપ ડાલામાં ભરેલ ખાતર રૂ. ૨૬,૬૦૦ની ૧૦૦ નંગ બેગ તથા પીકપ ડાલુ રૂપિયા ૭,૦૦,૦૦૦ અને બે નંગ મોબાઈલ મળી રૂ. ૭,૩૬,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ અર્થે નંદાસણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.સરકારી ખાતર ફેકટરી સુધી કઈ રીતે પહોંચ્યું અને આ ઘટનામાં કોણ કોણ સામિલ છે તે દિશામાં તપાસ હાથધરી છે. ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, જો આ જ રીતે ચોકકસ વોચ અને વિગતો અંકે કરી અને કચ્છમાં પણ એલસીબી સજાગ બને તો પૂર્વ અને પશ્ચીમ બન્ને વિભાગોમાં યુરીયા ખાતરની આ રીતની કાળા બજારીના નેટવર્કનો મોટો ખુલાસો થવા પામી શકે તેમ છે.




................


- તો પૂર્વ કચ્છમાં પ્રકાશના બેનામી ધંધાનો થાય ખુલાસો

મહેસાણા કડીમાં પકડાયેલ જથ્થાના તાર તાજેતરમાં જ અંજાર જીઆઈડીસી યુરીયા ખાતરમાં પકડાયેલ પ્રકાશ સુધી તો નથી ને? : કેમ પૂર્વ કચ્છ પોલીસ મહેસાણા પોલીસ સાથે સંકલન સાધીને ન આદરે છાનબીન?



ગાંધીધામ : મહેસાણામાં તાજેતરમાં જ એલસીબી દ્વારા સરકારી યુરીયા ખાતરનો મોટો જથ્થો ફેકટરીમાથી પકડી પાડવામા આવ્યો છે. આ જથ્થો પ્લાયવુડ-સનમાઈકાની ફેટકરીમાં જથ્થો હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. વધુ તપાસ ચાલી જ રહી છે ત્યારે જાણકારો કહે છે કે, જો સમગ્ર કાંડની જીણવટભરી તપાસ કરવામા આવશે તો તેનો રેલો ગાંધીધામ-અંજારમાં યુરીયાની કાળા બજારી કરનાર પ્રકાશ સુધી લંબાવવા પામી શકે તેમ છે. અને જો ખરેખર પ્રકાશ સુધી તપાસ લંબાય તો આયોજનબદ્ધ રીતે ચાલતા એક મોટા કારનામાનો ખુલાસો થવા પામી શકે તેમ છે. 




...................


યુરીયાની કાળા બજારીમાં તો પાસા થવા જોઈએ


લાખાપરના કેસમાં પ્રકાશને કેમ મળી ગયા જામીન? : તપાસમાં કયા કાચુ કપાઈ ગયુ? 


અગાઉ અહીનો જ એક શખ્સ છ માસ સુધી યુરીયા કાળાબજારીમાં હતો જેલમાં..!



ગાંધીધામ : સરકારી રાહે સસ્તુ ખાતર ખેડુતોને અપાવવા માટે સરકાર યુરીયા સહિતના ડીએપી રાસાયણીક ખાતર પર સબસીડી આપી રહ્યા છે. પરંતુ આ સબસીડીવાળુ ખાતર ઔદ્યોગીક એકમોમાં બારોબાર પગકરી રહ્યુ છે. જેની થોકબંધ ફરીયાદ બાદ સરકોર આવા કિસ્સાઓમાં કલમો-કાયદાકીય રીતે પણ કડકાઈ જ કરાવી છે ઉપરાંત પણ તાજેતરમાં જ અંજારના લાખાપર પાસે જાગૃત લોકોએ ખાતર પકડી ખેતી વાડી વિભાગને સોપ્યુ અને ખેતીવાડી વિભાગ દ્વારા ફરીયાદ દાખલ કરવામા આવી, તે બાદ પોલીસે કરેલી કાર્યવાહીમાં પ્રકાશ નામના શખ્સનું નામ જથ્થાને લઈને ખુલ્યુ હતુ. આ પ્રકાશે કેવી રીતે યુરીયા ખાતર મેળવ્યુ, તેના મુળીયાઓ ઉલેચવા જરૂરી હતા પરંતુ કેાણ જાણે કેમ, પ્રકાશ હાલમાં આ કેસમાં જામીન પર મુકત ફરી રહ્યો હોવાનુ ચર્ચાય છે. કયા તપાસમાં કે કલમો ઉમેરવામાં કાચુ કપાઈ ગયુ કે પ્રકાશને આ કેસમાં જામીન મળી ગયા? જાણકારો કહે છે કે, અગાઉ યુરીાય-ડીએપી સબસીડી વાળુ ખાતર ગાંધીધામના જ એક શખ્સના યુનિટમાથી પકડાયુ હતુ તેને છ માસની જેલની સજા ફટકારવામા આવી હતી. હકીકતમાં તો યુરીયાનીકાળબજારીમાં તો પાસાની જોગવાઈઓ રહેલી છે. તો આ શખ્સ કેમ આબાદ નીકળી આવ્યો? જાણકારોમાં સવાલો થવા પામી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM