Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં બાયોડિજલના બેનામી ધંધો ધમધોકાર : ભુજથી ગાંધીધામ-સુરત-કઠોદરા સુધીના નેટવર્કનો ભાંડાફોડ..!

19 January

બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયા કરાવે ઘનિષ્ઠ તપાસ






સુરત એલસીબીએ ભુજથી ગયેલા બાયોડીઝલના જથ્થાને કઠોદરામાં ઝડપી પાડયું

ખાટલે મોટી ખાટ  : કચ્છથી મોકલાયેલા બાયોડિજલના ગેરકાયદેસર વેપલાના બબ્બે અડ્ડા પર સુરતમાં પોલીસ ત્રાટકી શકી પરંતુ ભુજ - ગાંધીધામમાં બાયોડીઝલના બેનામી ધંધાની ગંધ ન આવવા પામી? ગાંધીધામથી સુરત સુધી બાયોડીઝલ હેરફેર થયુ? ભુજમાં બાયોડીઝલનો જથ્થો કયાથીઆવ્યો? ગાંધીધામ કચ્છથી બાયોડાઝિલનો જથ્થો લવાતો હતો કેવી કયા માધ્યમથી? કોની કોની સ્થાનિકે છે સંડોવણી..?



ગાંધીધામ :  કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઈંધણના આગજરતા ભાવોને કાબુમાં રાખવા ઈંધણના વિકલ્પ તરીકે બાયોફયુઅલ નીતી અમલી બનાવી હતી પરંતુ આ નીતીની આડમાં કેટલાક તત્વો મીક્ષ ઓઈલ, બાયોડીઝલનો ગેરકાયદેસર ધીકતો ધંધો ચાલુ કરી બેઠા છે અને કચ્છમાં પણ આ વગોવાયેલ બેનામી બાયોડીઝલનો ધંધો ફરીથી પુરજોશમાં ચાલુ થઈ ગયો હોવાની ચાડી ખાતીઘટના સામે આવવા પામી છે. સુરતમાં એલીસીબીએ અડધા કરોડથી વધુનો મુદામાલ સાથે બાયોડીઝલ પકડી પાડયુ છે અને તેનો રેલો ગાંધીધામ-ભુજ કચ્છ સુધી લંબાવવા પામી ગયો છે ત્યારે કચ્છમાં પોલીસ સહિતની એજન્સીઓ સ્થાનિકે ઉંઘતી જ રહેવા પામી ગઈ છે અને અહીથી જ રવાના કરાયેલ બાયોડીઝનો જથ્થો સુરતમાં એજન્સીએ પકડી પાડી અને ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. 
 આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો એલસીબીએ સુરતના કામરેજ વિસ્તારમાં હિતેશ ગજેરા નામના એક શખ્સ કે જેણે બાયોડીઝલનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો અને એક વાહનચાલકની ધરપકડ કરી લીધી છે. નોધનીય છે કે, આ શખ્સોની પ્રાથમિક પુછતાછમાં જથ્થો કચ્છથી આવ્યો હોવાનુ સામે આવી રહ્યું છે.
આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર સરતમાં એલસીબીની ટુકડીએ પૂર્વ્‌ બાતમીના આધારે કામરેજના કઠોદરામાં કચ્છ-ભુથી બાયોડીઝલ લાવી ગેરકાયદેસર રીતે ટ્રાવેલ્સ બસોમાં ઈંધણનો વેપલા કરતા સુરત મોટા વરાછાના હિતેશ ગજેરા અને ચાલકની ધરપકડ કરી કુલ્લ ૪૯ લાખનો મદામાલ કબ્જે કરી લીધો છે. એક જ સપ્તાહમાં કામરેજ એલસીબી એસઓજી અને એસએમસીએ દરોડા પાડી ગુનેગારોને પકડતા ખળભળાટી મચી જવા પામી છે. હવે હિતેશ નામના શખ્સના કડક પુછાણા લેવાશે તો કચ્છમાં ભુજ-ગાંધીધામ સહિતમાંથી બાયોડીઝલના વેપલા સાથે સંકળોયેલા તત્વો તથા તેમને છાવરનારા ખાખીધારીઓ સહિતનાઓની ભુમિકાનો મોટો ખુલાસો થવા પામી શકે તેમ મનાય છે. 


..........


સુરત મોટા વરછાના હિતેશના લ્યો કડક રીમાન્ડ


ગાંધીધામ-ભુજમાં કોણ છે તેના સાગરીતો..?


ગાંધીધામ : સુરતમાં એલસીબીએ કચ્છની સાથે તાર ધરાવતા બાયોડીઝલના બેનામી ધંધાનો પર્દાફાશ કરી દીધો છે અને તેમાં હિતેશ ગજેરાનું નામ સામે આવવા પામી ગયુ છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે,  હિતેશના કડક રીમાન્ડ લેવાની જરૂર છે. કારણ કે જે હીતેશના કબ્જામાંથી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો પકડાયો છે તે કચ્છ ભુજથી બાયોડીઝલ લાવતો હોવાની વાત સામે આવીછે. 


..........


ગાંધીધામમાંથી ખોટા બીલો કોણે બનાવ્યા? કચ્છથી



વાહનોમાં બાયોડીઝલ સરકી ગયુ.બધાય ઉંઘતા ઝડપાયા



ગાંધીધામ : સુરતમાં જે જથ્થા બાયોડીઝલનો જથ્થો પકડાયો છે તે ભુજથી લવાતો હોવાનુ ખુલવા પામયુ છે. અને ગાંધીધામ ખાતેથી આ જથ્થો વાહનો મારફતે સુરત સુધી રવાના કરવામ આવતો હતો અનેતેના ખોટા બીલો પણ બનાવવામા આવ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. એટલે તપાસ કરવી જોઈએ કે ગાંધીધામમાં ખોટા બીલો બનાવ્યા કોણે? અને ભુજથી આ જથ્થો કઈ રીતે ગાંધીધામ થઈ સુરત સુધી મોકલવામાં આવતોહતો?



 

Comments

COMMENT / REPLY FROM