નાપાક બાબુઅલીના કચ્છના સ્લીપર સાગરીતો કોણ? એજન્સીઓ ન રહે ગાફેલ : આદરે ઉંડી છાનબીન..!
રાજસ્થાનથી ગુજરાત હથીયારકાંડ હળવાશથી ન લેજો..!
કચ્છ સરહદેથી ઝડપાયેલા ઘુસણખોરીની પુછતાછમાં રાજસ્થાનથી ગુજરાત સુધીના હથિયાર નેટવર્કના થયેલ ભાંડાફોળ વખતે ઉઠતા સવાલો : બાબુઅલી કચ્છ કાંઠેથી ઘુસવાનો હતો તો ચોકકસથી કોઈને કોઈ સ્થાનિક કડીની મદદગારી રહી જ હોય અથવા તો રહેવાની જ હોય..! આ દીશામાં તપાસ થવી જોઈએ..
ખાટલે મોટી ખોટ : કચ્છમાં એજન્સીઓ સતર્ક જ હતી અને છે તો પછી બાબુઅલી જેવા નાપાક શખ્સ ભારતીય સરહદની અંદર ૧૦૦ મીટર જેટલો ગેરકાયદેસર કેવી રીતે ઘુસી આવ્યો? સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષાઓ થવી જ ઘટે..! : બાબુઅલી જેવા અગાઉ અન્ય કેટલા સરકી નહી ગયા હોય તેની શું ખાત્રી?
કચ્છમાંથી નાપાક શખ્સ પકડાવો અને દેશમાં વિવિધ સ્થળોએ તે પહેલાની અપાયેલી આતંકી હુમલાની ધમકી સુચક જ કહેવાય.. : ઐતિહાસીક કુંભમેળામાં આતંકીઓના કાવતરાના ઈનપુટસ, દ્વારકા-બેટમાં મેગા ડીમોલીશન બાદ
આ દબાણ હટાવ અમે યાદ રાખીશુની ધમકી, સલામાન બાદ સૈફ અલી ખાન પર હુમલો, લોરેન્સ બિશ્નાઈ ગેંગની કડીઓ, કચ્છના છેવાડાના વિસ્તારોમાંથી શાર્પસુટરો પકડાવવા અને સૈફના હુમલાવર પણ ગુજરાત જ ભાગ્યોની આશંકા વ્યકત થવી, કેનેડા વિવાદ, ખાલીસ્તાનીઓ કનેકશન સહિતના ઘટનાક્રમો કચ્છમાં બેઠેલી દેશભરની એજન્સીઓએ હળવાશથી લેવા ન જોઈએ : જિલ્લા સમાહર્તા અમિત અરોરા તમામ એજન્સીઓ સાથે યોજે સંકલન બેઠક
ગાંધીધામ : દેશની સલામતી અને વ્યુહાત્મક રીતે સીમાવર્તી કચ્છ જિલ્લાની મહત્વતા અનેરી રહેલી છે. પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલ આ જિલ્લો ભુમી-વાયુદળ અને જળ ત્રણેય સીમાઓ ધરાવી રહ્યો છે. અહી મોટા ભાગે નાપાક મુલક તેના અળવીંતરાઓને અંજામ આપવાના નાપાક પ્રયાસો કરતુ હોય છે અને તેને ભારતભરની દેશ આખાયની અલગ અલગ સલામતી એજન્સીઓ એક યા બીજીરીતે અંજામ અપાય તે પહેલા જ પકડી અને નાપાક મુલકના મનસુબાઓ પર પાણીઢોળ જ કરી દેતા હોય છે. કચ્છ સરહદે તમામ મોરચે કીલ્લેબંધી જેવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા રહેલી હોવાના દાવાઓને ફરીથી નાપાક મુલકના તત્વોએ પડકાર ફેક્યો હોય તેવી રીતે થોડા સમય પહેલા અહીથી બાબુઅલી નામનો એક પાકીસ્તાની શખ્સ એજન્સી દ્વારા દબેચી લેવામા આવ્યો હતો અને તેની પ્રાથમિક ઈન્ટ્રોગેશન કરવામા આવી તો તેમાથી ગંભીર અને મોટા પ્રકારની લાલબત્તી ધરતા પ્રકરણનો પણ ખુલાસો થવા પામી ગયો છે. કચ્છમંથી પકડાયેલા આ શખ્સની પુછતાછમાંથી મળેલી કડીઓ બાદ રાજસ્થાનથી ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન બનાવટની રીવોલ્વર સહિતના હાઈટેક હથીયાર ઘુસાડવાનુ ષડયંત્ર જયારે ઝડપાયુ છે ત્યારે હવે સરહદી કચ્છ જિલ્લામાં પણ ધામા નાખીને બેઠેલી એજન્સીઓએ વધુ સતર્કતા દાખવવી હિતાવહ જ બની રહી છે.
પાકીસ્તાનના સિંધ ગોંગરા ગામનો વતની બાબુ અલી હરામીનાળા વિસ્તારમાથી પ્રવેશ્યો હોવાનુ કહીને ભારતમાં કચ્છની સરહદમા ૧૦૦ મીટર અંદર સુધી પ્રવેશી આવ્યો હતો, તે બાદ એજન્સીઓએ તેને પકડયો છે ત્યારે કચ્છની સરહદો પર જે હેન્ડ હેલ્ડ થર્મલ મશીનો લગાડાયા છે તે કેમ આવા કુખ્યાત શખ્સોને ડીટેકટ ન કરી શકયા? કેવી રીતે ભારતની સીમામાં ૧૦૦ મીટર અંદર આ શખ્સ પ્રવેશી આવ્યો? કચ્છમાં પાકીસ્તાનથી આવેલ આ શખ્સ ઝડપાતી વખતે જ અનેકવીધ રીતે શંકાસ્પદ જણાઈ આવતો હતો અને જોઈન્ટ ઈન્ટ્રોેગેટ કરવામા આવતા જ હથીયારનાકન્સાઈનમેન્ટના રહસ્ય પરથી પડદો ઉચકાવવામાં આવ્યો છે. ત્યારે બાબુઅલીદેશની એજન્સીઓને ચકમો આપી અને ગેરકાયદેસર પ્રવેશ કરી કોઈ ગંભીર ગુનાને અંજામ આપવાનો હતો એટલુ તો નકકી જ થવા પામી જાય છે, ત્યારે હવે દેશભરની કચ્છમાં ધામા નાખી બેઠેલી એજન્સીઓએ એ પણ હવે શોધવુ જોઈએ કે, બાબુઅલીના કચ્છમાં લોકલ સ્લીપર સાગરીતો કોણ હતા? આ તો તે પકડાઈ ગયો નહી તો બાબુઅલી કચ્છમાં કયા જવાનો હતો? તેના સ્થાનિકના મદદગાર કોણ રહેલા છે? આવા ચહેરાઓને પણ ખુલ્લા પાડવા જોઈએ અને તે માટે એજન્સીઓ વચ્ચે જરૂરી સંકલન વધારવુ ખુબજ જરૂરી છે. કચ્છ કલેકટરશ્રી આ માટે વિવિધ એજન્સીઓ વચ્ચે દેશહિતનીમાહીતીઓનો આપલે વધારે સ્ફુર્તીપૂર્વક અને તંદુરસ્ત રીતે કરવામા આવે તે માટેની બેઠક વેળાસર જ બોલાવી જોઈએ અને એજન્સીઓએ પોતપોતાના અહંમના ટકરાવ બાજુ પર મુકી, દેશહિતને પ્રાધાન્ય આપી, માહીતીઓની સાચી આપલે કરવા અને આવા બાબુઅલી જેવાઓને ઘુસતા અટકાવવાની દીશામાં અસરકારક કાર્યવાહી કરી દેખાડવી જોઈએ.
.........
કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી પણ આ ઘટના મામલે દાખવે ગંભીરતા
આઈજીશ્રીની વિશેષ ટીમ દારૂ-ખનીજ-તેલ-બેઝઓઈલ સહિતના ધંધાઓ પર તવાઈ બોલાવે તે તો આવકારદાયક જ કહેવાય પરંતુ નાપાક સરહદે કંઈક મોટું રંધાઈ ન જાય તે જોવાની તેમની બની રહે છે પ્રાથમિકતા તે પણ ન ભુલવુ જોઈએ : જાણકારોનો સુચક ઈશારો
હવે સમય જ પૈસાનો આવી ગયો છે, સેવાનો નહીં : કચ્છ પોલીસ ખનીજ, દારૂ, માટી, સોપારી જેવા ગુન્હામાં પોતાની શકિત વધારે વાપરે છે કારણ કે ત્યાં પૈસાની ખાણે છે એટલે તેમનુ ધ્યાન ખેરખર હોવું જોઈએ તેવા દેશહિતના વિષયોના બદલે અહી વધારે દેખાય છે, અમુક પોલીસવાળાઓ પોતાની શકિતનો વેફડાટ કરી અને પોલીસ બેડાને બદનામ જ કરી રહ્યા છે, હાય પૈસા હાય પૈસા કરતા રહે છે. વધારે કોણ કમાવી આપશે તેમને જ સારૂ સ્થાન અપાય છે, ડીટેકશન જેનુ સારૂ છે, સોર્સ-નેટવર્ક જેના સારા છે આવા કર્મચારીઓ જાણે કે હવે સાહેબોને પણ ગમતા ન હોય તેવો વર્તારો દર્શાય છે
ગાંધીધામ : કચ્છ સરહદી જીલ્લો છે. પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શતો સંવેદનશીલ વિસ્તાર છે ત્યારે કચ્છમાં બોર્ડર રેન્જ આઈજીશ્રીની કચેરી અને તેમની ટીમો પણ તૈનાત કરવામા આવેલી છે. સીમાવર્તી વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષાને માટે સવાલ ખડા કરનારી કેાઈ બીના ન બની જાય તે માટેની તકેદારી આઈજીશ્રીએ વિશેષ જોવાની રહેતી હોય છે. હાલમાં જયારે સરક્રીક વિસ્તારમાથી બાબુઅલી નામનો શખ્સ પકડાયો છે અને તેની કડીમાં હથિયારોની પણ વાત ખુલવા પામી છે ત્યારે કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીએ પણ આ ઘટનાને વધારે ગંભીરતાથી લેવી ઘટે અને સરહદી વિસ્તારમાં બોર્ડર રેન્જ કચેરીની ટુકડી વધારે સોર્સ વીકસાવે, અને આવી ઘટનાઓને બનતી જ અટકાવે તે માટે સરહદી સીમાડાઓ પણ ખુંદે તે આવકારદાયક જ બની રહે તેમ છે.
..........
હથિયારો એજન્સીઓ ઝડપ્યા, પરંતુ હથિયાર
લાવનારાઓ મામલે કેમ હજુ સુધી પડદો..?
ગાંધીધામ : ૧રમી જાન્યુઆરીના રોજ કચ્છની સરક્રીક પાસેથી એક બાબુ અલી નામનો શખ્સ પકડાયો તેની આગવી ઢબે પુછતાછ કરવામા આવ્યા બાદ રાજસ્થાનથી ગુજરાતમાં આવતા હથિયારોનો જથ્થો પકડી લેવામા આવ્યો છે. આ બધી જ કાર્યવાહી અને સંકલન આવકારદાયક જ કહી શકાય એમ છે પરંતુ જે હથિયારો બીએસએફ અથવા તો અન્ય એજન્સીએ પકડી દેખાડયા છે તેની સાથે આ હથિયાર લાવનારાઓ કેમ ન પકડાયા અથવા તો હજુ સુધી તેવા લોકોના નામો અને ધરપકડ સંદર્ભે ફોડ પાડીને કેમ એજન્સી બોલતી નથી? બાબુઅલીની કડીમાથી જો આ હથિયાર પકડાયા હોય તો હથીયાર લાવનારા શખ્સો બાબતે ગુપ્તતા કેમ?

Comments