Trending News
સ્થાનિક સમાચાર

તુણામાં રેલવે લાઈનના ૪.પ૦ લાખના વાયર ચોરાયા 

18 January



તુણા પોર્ટના રેલવે પ્રોજેકટ અંતર્ગત ચાલતા કામમાં થઈ તસ્કરી 


ગાંધીધામ : કેન્દ્ર સરકાર દ્વારા બંદરગાહો સુધી રેલ સેવા પહોંચાડવામાં આવી રહી છે, મુંદરા અને કંડલાથી રેલ સેવા ચાલુ છે અને જખૌ સુધી કનેકટીવીટી માટે નલિયા વાયોર પ્રોજેકટ અમલમાં છે. પૂર્વ કચ્છમાં તુણા પોર્ટ સુધી રેલવે ટ્રેક પાથરવાનું કામ હાથ પર લેવાયું છે, ત્યાં અહીં વાયરોની ચોરી થઈ હતી. મૂળ પશ્ચિમ બંગાળના હાલે એનરીચ આરડી ઈન્ફ્રા. પ્રોજેકટના મેનેજર અરીતદાસ દિલીપદાસના જણાવ્યા પ્રમાણે તુણા રેલવે ટ્રેક ચેનેજ નંબર ૮/૯૦૦થી ૯/૩૦૦ સુધી વચ્ચેના ભાગમાં લાગેલ રેલવે લાઈનમાં અંદાજે ૪૦૦ મીટર કોપર કેટનરી વાયરની ચોરી કરવામાં આવી હતી. જેની અંદાજીત કિંમત ૪.પ૦ લાખ આંકવામાં આવી છે. રાતના સમયે આ ચોરી કરવામાં આવી હતી, જે અંગે કંડલા મરીન પોલીસે ગુનો દાખલ કરીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે. અવાર નવાર આ પ્રમાણે ચોરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આરોપીઓ સામે કડકલ પગલાં લેવાય તે પણ જરૂરી છે. 

Comments

COMMENT / REPLY FROM