Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગના શ્રી પટેલની લાલઆંખ : મુંદરા-ભચાઉ-ગાંધીધામમાં ખનીજચોરો પર તવાઈ... !

18 January



જિલ્લા સમાહર્તાના આદેશ અનુસાર આદરાઈ સરપ્રાઇજ ચેકીંગ : જુદા જુદા વિસ્તારોમાં પાડેલા દરોડામાં સાદીરેતી-સિલિકા સેન્ડ સહિત બિનઅધિકૃત ખનીજ ખનન કરતા ૭ ડમ્પરો-એક હિટાચી મશીન સહિતનો ર કરોડનો મુદામાલ કર્યો કબ્જે : ખનીજચોર તત્વોમાં ફેલાયો ફફફાટ


ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છમાં ખાણખનિજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી શ્રી એન એ પટેલની ખનીજચોરોની સામે ધાક બેસાડતીક ાર્યવાહી સતત ચાલુ જ રહી છે. અને ગત પખવાડીયે પણ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી અને ફરીથી ખનીજચોરી કરનારાઓને સાણસામાં લીધા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે ખનીજવિભાગ પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર માન.કલેકટરશ્રીની સુચનાથી ભુસ્તરશાસ્તરી પૂર્વ કચ્છનાઓશ્રી એન એ પટેલના માર્ગદૃર્શન હેઠળ તપાસટીમ દ્વારા તા. ૧૭મી જાન્યુઆરીના રોજ મોજે પાસલા-ઝરપરા તાલુકા મુંદરા ખાતે સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખોદકામ કરતા એક લોડર મશીન સિઝ કરી આગળની માપણી અંગેની કાર્યવાહી ચાલુમાં છે. તેમજ મોજે પડાણા ગાંધીધામ ખાતે એક ડમ્પર સિલિકા સેન્ડ ખનિજ બિનઅધિકૃત વહન બદલ તથા મોજે ભચા વોંધ તા. ભચાઉ ખાતે એક ડમ્પર સાદી રેતી ખનિજ 
બિનઅધિકૃત વહન કરતા પકડવામા આવેલા છે. આમ પૂર્વ કચ્છ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી છેલ્લા અઠવાડીયામાં કુલ ૦૭ ડમ્પર પકડવામાં આવેલ છે. તેમજ ૦૧ લોડર મશીન પકડવામા આવેલા છે જેની આગળની દંડકીય કાર્યવાહી ચાલુમાં છે. આમ કુલ બે કરોડથી પણ વધારાનો મુાદમાલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી પટેલની લાલઆખ યથાવત રહેતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM