Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના સાંસદની ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર સંસ્થાનમાં નિમણૂંક

17 January



ભુજ : ૧૮મી લોકસભા ભારત સરકારની કમિટી વિભાગ દ્વારા કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડાની ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરમાં નિમણુંક થયેલ છે. મિનિસ્ટ્રી ઓફ આયુષ અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફર દ્વારા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા અને જામનગર લોકસભા સાંસદ પુનમબેન માંડમની નિમણૂંકને માન્યતા આપી છે. 
સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એ જામનગર ખાતેે આવેલી એક શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતી સંસ્થા છે. સ્થાયી યુનિવર્સિટી છે. જયાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમોના શિક્ષણ અને સશોધનનું કાર્ય સંચાલન થાય છે, જેમાં તેમની નિમણુંક થયેલ છે. તેઓ પુરા વિશ્વાસ અને ખંતથી આયુર્વેદ સંસ્થાનમાં સહભાગી બનશે તેમ જણાવ્યું હતું.
------

Comments

COMMENT / REPLY FROM