Trending News
સ્થાનિક સમાચાર

રાજસ્થાનથી મુંદરા આવતો ૯પ લાખનો દારૂ અમીરગઢ પાસે ઝડપાયો

17 January



સિમેન્ટ મિક્સર ટ્રકની આડમાં બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવાનો કિમીયો નાકામ : ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ ૧.૧પ કરોડથી વધુનો મુદ્દામાલ એલસીબીએ કર્યો જપ્ત

ભુજ : સીમેન્ટના બંકર ટ્રેઈલરમાં સંતાડી રાજસ્થાનથી મુંદરા લવાતો દારૂનો જંગી જથ્થો એલસીબીએ ઝડપી પાડયો હતો. પોલીસની પક્કડથી બચવા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીમાં કીમીયાગરો દ્વારા અજમાવાતા નવા નુસખાને પોલીસની સતર્કતાથી નાકામ કરવામાં આવ્યો હતો. ૯૫ લાખ રૂપિયાથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ એક કરોડ ૧૫ લાખથી વધુનો મુદ્દામાલ બનાસકાંઠા એલસીબીએ જપ્ત કર્યો છે, અને બાડમેર રાજસ્થાન વાળા સવાઈરામ જેરામ બાડમેર રાજસ્થાનનાવાળા ચાલકની અટકાયત કરી છે.બનાસકાંઠા - એલસીબીએ બાતમીના આધારે અમીરગઢ નજીક કોરોના હોટલ પાસે નાકાબંધી કરીને રાજસ્થાનના આબુરોડ તરફથી પાલનપુર તરફ આવી રહેલા સિમેન્ટના મીક્ષર બંકરમાંથી ૧૨૫૬ પેટીઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ૨૧,૭૬૮ બોટલો ઝડપી લીધી છે. જેની આશરે કિંમત ૯૫ લાખ ૨૭ હજાર ૬૪૦નો દારૂ ઝડપી લીધો છે. એલસીબી દ્વારા દારૂ સહિતે આશરે ૨૦ લાખની કિંમતના સિમેન્ટના મિક્સર બંકર વાહનને જપ્ત કરીને કુલ એક કરોડ ૧૫ લાખથી વધુનોમુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.મહત્વપૂર્ણ છે કે, અમીરગઢ બોર્ડર ગુજરાતની સંવેદનશીલ બોર્ડર ગણવામાં આવે છે, અહીંથી અવારનવાર નશાયુક્ત પદાર્થો અને વિદેશી દારૂ ઘુસાડવાના અવનવા પ્રયાસ બુટલેગરો કરતા હોય છે, પરંતુ પોલીસ દ્વારા તેમના કિમિયાઓને નાકામ કરી દેવામાં આવે છે. ત્યારે વધુ એકવાર નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા પોલીસને દારૂનો સૌથી મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે, અને રાજસ્થાનના બુટલેગર દ્વારા મુંદરામાં સિમેન્ટ મીક્ષર ટ્રકમાં દારૂ ઘુસાડવાનો કીમિયા અજમાવ્યો હતો. જોકે બનાસકાંઠા એલસીબીની ટીમે તેને નાકામ કરી દીધો છે.

Comments

COMMENT / REPLY FROM