મુંબઈ પોલીસની ઓળખ આપી ગાંધીધામના વૃદ્ધ પાસેથી ૩૬.૬૩ લાખ પડાવી લેવાયા
પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હોવાનું કહી મની લોન્ડ્રીગ અને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવી લેવાયા : ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો
ગાંધીધામ : શહેરના વોર્ડ ૧૦ એ વિસ્તારમાં ગુરુકુળ ની પાછળ રહેતા વૃદ્ધને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં તેમના પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી મુંબઈ પોલીસની ઓળખ આપી મને લોન્ડરીંગ અને ડ્રગ્સના કેસમાં ફીટ કરવાનું કહી માનસિક ટોચર કરી વૃદ્ધ પાસેથી ૩૬.૬૩ લાખ રૂપિયા પડાવી લેવાયા હતા.ગાંધીધામ ખાતે વોર્ડ ૧૦-એ ગુરુકુળ વિસ્તારમાં રહેતા સાઈ એસ. શાસ્ત્રી ચીવકુલા (ઉ વ ૫૨) વાળાએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ૧૧મી તારીખે તેમને મોબાઈલ નંબર ઉપર ઇન્ડિયા પોસ્ટ ઇન્ટરનેશનલ સર્વિસના દિપકકુમારએ ફોન કર્યો હતો અને તેમનું પાર્સલ મુંબઈ એલટી માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા સીજ કરવામાં આવ્યું હોવાનું કહેવાયું હતું. જે પાર્સલમાં ડ્રગ્સ મળ્યું હોવાની વાત કહી પોલીસના નામે ધાક ધમકી કરાઈ હતી. બાદમાં મુંબઈ પોલીસના પ્રશાંત પાટીલ નામના કહેવાતા ઇન્સ્પેક્ટરે ફરિયાદીને અવાર નવાર વિડીયો કોલ કરી મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં ફીટ કરી દેવાની ધમકીઓ અપાઈ હતી. આરોપીઓએ ભય ઉભો કરી ફરિયાદીના આઈસીઆઈસીઆઈ તથા ડીબીએસ બેંકના એકાઉન્ટમાંથી ૩૬.૬૩ લાખ રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા. આરોપીઓએ મુંબઈ પોલીસની ખોટી ઓળખ ઉભી કરી ગુનાહિત કાવતરું રચી ફરિયાદીને ટોચર કરી પૈસા પડાવી લેવાતા ગાંધીધામ પોલીસે કોનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Comments