Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં કસ્ટમના ભ્રષ્ટ બાબુઓ મહેરબાન તો સોપારી દાણચોરો પહેલવાન

17 January



હવે પ્રોસેસ ઓઈલની આડમાં સોપારીનો કરોડોનો જથ્થો મુંદરાથી તુગલખાબાદ સરકી ગયો : મુંદરાથી તુગલખા બાદ સુધી સોપારીનો જથ્થો પહોચી ગયો, તો મુંદરામાં સ્થાનિક કસ્ટમતંત્ર શું કરી રહ્યુ હતુ? જામનગર ડીઆરઆઈએ 
પકડી પાડયુ તો મુંદરા કસ્ટમ અને ગાંધીધામ ડીઆરઆઈ સહિતનાઓ કેમ ઉંઘતા રહી ગયા?




ગાંધીધામ : કાશ્મીરના પુલવામાંમા આતંકવાદીઓ હુમલો કરી અને ૪૦ ભારતીયોના મૃત્યુ નિપજાવી દીધા હતા તે બાદ કેન્દ્ર સરકાર દ્વારા પાકીસ્તાનની આર્થીક કેડ ભાંગવાને માટે તેની સાથેના આર્થીક વ્યહવારો એાછા કરવા ત્યાથી આવતી વસ્તુઓ પર ડયુટીમાં અધધ વધારો કરી દીધો હતો અને સોપારી તૈ પૈકીની એક જ છે. સોપારી પર ૧૦૦ ટકાથી વધુ ડયુટી લાદી દેવામા આવી છે ત્યારે કેટલાક ભેજાબાજ તત્વો કસ્ટમના ભ્રષ્ટ તત્વોની મીઠીનજર તળે સોપારી દાણચોરી આ નિયમની આડમાં ધુમ કરી રહ્યા હોવાની ઘટનાઓ સતત સામે આવવા પામી રહી છે. મુંદરાથી આવી જ વધુ ૩પ ટન જેટલી સોપારી સરકી ગઈ અને તુગલખાબાદ આઈએસડી સુધી પહોચી જવા પામી હોવાનો ખુલાસો થવા પામી રહ્યો છે. જામનગર ડીઆરઆઈ પાસે માહીતી પહોચી અને તેઓએ આ ત્રણ કન્ટેઈનરો પકડી પાડયા હોવાનુ સામે આવી રહ્યું છે. આ કન્ટેઈનર મુંદરાથી રેલ માર્ગે નીકળી ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે ત્યારે અહી સવાલ થઈ રહ્યો છે કે, કસ્ટમના મુંદરાના સ્થાનિકના લાપરવાહોને કેમ આ બાબતે ગંધ ન આવી? તેઓની છત્રછાયા અથવા તો આંખ મિચામણા કે પછી લાપવરાહી સિવાય આ રીતે અહીથી આટલો મોટેા દાણચોરીયુકત સોપારીનો જથ્થો સરકી જ ન શકે તેમ કહવુ વધારે પડતુ નહી કહેવાય. કસ્ટમની મીલીભગત કયાંક ને કયાંક અહી રહેલી હોવાજી જ જોઈએ. મોટાભાગની સોપારી દાણચોર ટોળકીઓની પાછળ કસ્ટમના નાના અથવા તો ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સીધી કે પરોક્ષ રીતે સંડોવણી રહેલી હોવાનુ મનાતુ જ રહે છે. આ કેસમાં પણ જામનગર ડીઆરઆઈ જો આવા કન્સાઈનમેન્ટ પકડી શકતી હોય તો ગાંધીધામ ડીઆરઆઈ કે પછી મુંદરા કસ્ટમ કેમ ઉંઘમાં ઘોરતી રહી જાય? તેમને કેમ આવી માહીતીઓ ન મળવા પામી? તે તમામની ભુમિકાઓની સામે પણ વધુ એક વખ સવાલ ઉભા થવા પામી રહ્યા છે.



...........


મુંદરા-કંડલા કસ્ટમના ભ્રષ્ટબાબુઓનો
આ રહ્યો ભાવપત્રક : કોણ કેટલા લે છે?



ગાંધીધામ : મુંદરા અને કંડલા કસ્ટમમાં કયા તબક્કેથી કયા કક્ષાના અધિકારી સુધી કેવા કેવા કામ પેટેના ફિક્ષ ભાવો શુ લેવાઈ રહ્યા છે? એટલે કે, પાર્ટી પાસેથી કટકી નાનાથી લઈ અને ઉપર સુધીના અધિકારીઓ શુ ભાવની સ્વીકારી રહ્યા છે તે ભાવો પણ ચર્ચાય  છે તે નીચે મુજબ છે.



• એસેસમેન્ટ સુપ્રીટેન્ડેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• ડે.કમિ.એસેસમેન્ટ :  ૩૦૦ થી પ૦૦.
• એકઝામિનેશન સુપ્રી. : રપ૦ થી ૪૦૦
• એકઝામીનેશન ઈન્સપેકટર : રપ૦ થી ૪૦૦
• ફેસલેશ અસેસમેન્ટમાં અપ્રેઈઝર : પ૦૦થી ૭૦૦ અને ડીસી : પ૦૦થી ૭૦૦.
• (રીએકઝામીનેશન) સુપ્રીટેન્ડેન્ટ : ૫૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• (રીએકઝામીનેશન) ઓફિસર :૨૦૦૦  ( પ્રતિ કન્ટેનર)
• કસ્ટમ ગેટપર નવા સીલ પેટે : ૧૦૦૦ (પ્રતિ સીલ)



વિચારતો કરો, હવે ફેશલેશ સિસ્ટમમાં પણ મંગાય છે 
સલીયાણાં...! : આ સિસ્ટમ ભ્રષ્ટાચાર ડામવા છે કે, વધારવા ?

Comments

COMMENT / REPLY FROM