Trending News
સ્થાનિક સમાચાર

- તો ગાંધીધામ સંકુલની જુની કોલસાચોર દીપેન-રાકેશ-મુકેશ ટોળકી સુધી તપાસનો લંબાય રેલો : મોટા નેટવર્કનો થશે ભાંડાફોડ

17 January

ઉચ્ચ પોલીસ અધિકારી ખુદ જાત તપાસ કરાવે




કંડલામાથી કોલસા લોડ કરી અને ગાંધીધામમાં પ્લોટમાં ઠાલવી દેવાયાની સત્તાવાર ફરીયાદ ટાંકણે સુચક સંકેત : જહાજ પર આવતા કોલસાની ગાડીઓ પરબારી જ સગેવગે કરવામાં આ ગેંગ છે પાવરઘી : ચોરાઉ અને બારોબાર સગેવગે કરાતા 
કોલસાનો જથ્થો મુકેશ-રાકેશના અડ્ડાઓ પર પહોચતો હોવાની છે મજબુત ચર્ચા




આ ચોરી કરાવનારી ગેંગ આજુબાજુના પ્લોટ ભાડે રાખે છે, જેથી ત્યાં માલ ઠાલવી શકે અને આવુ અગાઉ અનેક વખત બની પણ ચૂકયું છે અને પોલીસે પકડયું પણ છે


ખાટલે મોટી ખોટ : જહાજ અને રેલવે વેગન બન્નેમાંથી ખુલ્લેઆમ કોલસાચોરીને અંજામ આપનાર દીપેન આણી ગેંગ પાસે આટલી બધી હિંમત આવે છે કયાંથી? ખાખીધારીની ભાગબટાઈ કે મીલીભગત વિના આ રીતે કોલસાચોરીને અંજામ આપી શકાય જ નહી? હાલમાં જયારે ફરીયાદ થઈ છે ત્યારે કોલસાચોર ગેંગના સાગરીતો સહિત ખાખીના પણ ભ્રષ્ટ તત્વોના નામો બહાર લાવવા જ ઘટે..!

ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છમાં આવેલ કંડલા મહાબંદર પર દેશ-વિદેશથી મોઘીદાટ વસ્તુઓની આયાત નિકાસ કરવામા આવી રહી છે અને આ બંદર નીતનવા રેકોર્ડ સ્થાપી રહ્યુ છે ત્યારે બીજીતરફ અહી આવી રહેલી કિમંતી વસ્તુઓના મુદામાલની ગેરકાયદેસર હેરફેર કરનારી ગુનાહિત ટોળકીઓ પણ સમયાંતરે પોતાની હાજરી પુરવાર કરી અને કાયદાના રક્ષકોને સતત પડકાર આપતી જ રહેતી હોય છે. દરમ્યાન જ કંડલા બંદર પર આવેલા કોલસાને નિયત સ્થળે પહોચાડવાના બદલે વાહનો મારફતે અન્યત્ર સગેવગે કરી દેવામા આવ્યા હોવાની ફરીયાદ પોલીસે ચોપડે સત્તાવાર રીતે જ બહાર આવવા પામી ગઈ છે અને હવે તેની તપાસ પણ આગળ ધપાવવમા આવશે ત્યારે જાણકારો કહી રહયા છે કે, જો આ પ્રકરણની તટસ્થ અને ઘનિષ્ઠ સચોટ તપાસ કરવામા આવશે તો અહી જુની અને જાણીતી કોલસા ચોર દીપેન આણી ટોળકીના નામોનો જ ખુલાસો થવા પામી જશે. કંડલામાં કોલસામાં રેલવેના વેગન કે પછી જહાજમાંથી ગાડીઓ કાઢવાના નામે ડાયરેકટર પરબારી જ સગેવગે કરવાના કૌભાંડમાં કોલસા ચોર તરીકે જુનો કુખ્યાત શખ્સ દિપેન મેદાનમાં આવી ગયો હોવાનુ કહેવાય છે. રેલવે વેગનની સાથે શીપ લાગે છે ત્યારે પણ વેગનની સાથે વેશલ્સ કે શીપ જયારે લાગે છે તેમાથી પણ ગાડી સગેવગે કરાય છે. જુનો કોલસા ચોર દીપેન અને તેના દોરીસંચાર સાથે તેના માણસો આ કૃત્યને અંજામ આપી રહ્યા છે. દીેપનનો જુનો માણસ નરેન્દ્ર આ કોલસા ચોરીના કારનામાને ધમધમાવી રહ્યો છે. એટલુ જ નહી પણ પરબારી ગાડીઓ દીપેન જેને આપી રહ્યો છે તે મુકેશ અને રાકેશ પણ કોલસાચોરીમાં કુખ્યાત પામી ચૂકેલા છે.અગાઉ તુણામાં ઓવરલોડમાં પોલીસ હડફેેટે આ તત્વો ચડેલા હોવાનુ ચર્ચાય છે.હાલમાં ફરીયાદ થવા પામી છે તેની કડક અને ઘનિષ્ઠ તપાસ થાય તે જરૂરી બની રહ્યું છે. દીપેન આણી ગેંગ પર સકંજો કસવામાં આવશે તો જ કડલા સંકુલમાથી આ રીતે થતી કોલસાચોરીના કારનામાઓ પર સંપૂર્ણ રીતે પૂર્ણ વિરામ મુકાવવા પામી જશે. 



..................

કંડલાથી કોલસો લોડ કરી અન્યત્ર ખાલી કરી નાખતા બે ડ્રાઇવર સામે ફોજદારી

કંપનીએ બે ટ્રક ના ચાલક સામે ૪.૫૦ લાખ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી 


ગાંધીધામ : કંડલા પોટ પરથી જેટીએથી કોલસો ભરી ચોક્કસ જગ્યાએ ખાલી કરવાને બદલે અન્યત્ર જગ્યાએ ખાલી કરાતા બે વાહન ચાલકો સામે ફરિયાદ નોંધાઈ હતી. એ. સી. ટી. ઇન્ફ્રા લિમિટેડ કંપની સીએચએ નું કામ કરે છે. કંપનીના જયેશ અવિનાશ બૂચ એ બે ડ્રાઇવરો સામે પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. આ કંપનીને નોવાકો વિસ્ટ કોર્પોરેશન નામની કંપનીએ યુએસ થી પેટકોક કોલસો મંગાવ્યો હોવાથી સીએચ એની ટ્રાન્સપોર્ટની કામગીરી સોંપી હતી. કંપનીનો કોલસો કંડલા નવ નંબરની જેટી પર આવ્યા બાદ ટ્રકોમાં ભરીને જુદા જુદા પ્લોટો પર ખાલી કરવાનું કામ પણ એસિટીને મળ્યું હતું. આ કામગીરી દરમિયાન માલ ટ્રકમાં લોડ થાય ત્યારે વાહન ચાલકને બે પરચીતથા એક ટોકન અપાય છે ડ્રાઇવર માલ ખાલી કરવા જાય ત્યારે એક પર્ચી પોતાની પાસે અને એક પર્ચિ પ્લોટ માં રહેલા કંપનીના કર્મચારીઓને સોંપવાની હોય છે જેના આધારે કેટલા વાહનો પ્લોટ પર ખાલી થયા તેની ગણતરી થઈ શકે છે.  ક્લાર્ક સુરેશને એક વાહન નિયત પદ્ધતિ અનુસાર ટોકન લીધેલ હોવાનું જણાયું હતું તેથી તેણે ઊપર ના અધિકારીઓને જાણ કરી હતી અને વાહનોની તપાસ કરતા તેનો ચાલક ચાય ની હોટલે બેઠો હોવાનું અને પોતે જેટી પર માલ ભરવા ગયો ન હોવાનું સામે આવ્યું હતું. 
કંપની દ્વારા તમામ વાહનો તપાસ કરાતા ટ્રક નંબર ખ્તદ્ઘ ૧૨ હ્વુ ૩૩ ૦૩ અને ખ્તદ્ઘ ૧૨ હ્વુ ૩૪૯૧ ના ચાલકોએ પ્લોટ નંબર ૩૪ હેક્ટર એ-વનમાં જઈ કોલસો ખાલી કરી આવ્યા હતા. બંને વાહનોમાં ૪૦ ટન કોલસો કિંમત ૪.૫૮ લાખ નો મુદ્દામાલ હતો વાહનના ચાલકો સલીમ કાસમ પરિત અને સીધીક કાસમ ભટ્ટી વિરુદ્ધ  સાડા ચાર લાખ જથ્થો અન્યત્ર ખાલી કરી ઠગાઈ કરવાની ફરિયાદ નોંધાઈ હતી


 

Comments

COMMENT / REPLY FROM