Trending News
ક્રાઈમ

ભુજ પાર્સીંગના ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કારસ્તાન ઝડપાયું

16 January


સનાથલ પાસે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની કાર્યવાહીઃ હાઇવે પર ટેન્કરના સીલ તોડી કરાતી હતી ચોરી : બે શખ્સો ૩પ લિટરની ક્ષમતાવાળા ૧ર કેરબા સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયા


અમદાવાદ : અમદાવાદ ગ્રામ્યમાં સનાથલ ગામની સીમ પાસેથી અમદાવાદ એસઓજી દ્વારા બે વ્યક્તિને કેમિકલ ભરેલા કચ્છ પાર્સીંગના ટેન્કરમાંથી ચોરી કરેલા ગેરકાયદેસર કેમિકલના જથ્થા સાથે ઝડપી લઇ ધરપકડ કરાઇ છે. તેમની પાસેથી ૩૫ લિટરની ક્ષમતાવાળા કુલ ૧૨ કેરબા પણ જપ્ત કરાયા છે. આ અંગેની વિગતો મુજબ ભુજ આરટીઓ પાર્સિંગ ટેન્કર નંબર જી.જે.૧ર.બીવી ૯૯૪૩ માંથી સીલ તોડીને કેમિકલની ચોરી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. એસઓજીને મળેલી બાતમીના આધારે બન્ને વ્યક્તિને રંગેહાથ કેમિકલ ભરેલા ટેન્કરમાંથી ચોરી કરેલા જથ્થા સાથે પકડી લેવાયા હતા. નર્મદા કેનાલ નજીક એક પે એન્ડ પાર્કિંગમાંથી ઝડપાયેલા રજાક વડદરીયા (રહે. રળોલ-લીમડી) અને કેતન પટેલ (વનદેવી બંગલો-ઘોડાસર) પાસેથી ખાલી કેરબામાં તેમની પાસેથી ૩૫ લિટરની ક્ષમતાવાળા કુલ ૧૨ કેરબામાં ૪૪,૭૩૦ રૂપિયાની કિંમતનું કેમિકલ મળી આવ્યું હતું. તેઓ કેમિકલ ભરેલા ટેન્કરમાંથીસીલ તોડીને કેમિકલ કાઢી લઇને અન્ય જગ્યાએ વેચાણ કરતા હતા. બન્ને આરોપી પાસેથી બોલેરો પીકઅપ ગાડી, મોબાઇલ ફોન વિગેરે ઉપરાંત કચ્છનું ટેન્કર પણ કબજે લેવામાં આવ્યું છે. તેમની સામે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં થતી ચોરીઓ અંગે શંકાસ્પદ વ્યક્તિઓની વોચ રાખીને કેમિકલ ચોરીનું કૌભાંડ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા પકડી લેવાયું છે.
સનાથલ પાસે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની કાર્યવાહીઃ હાઇવે પર ટેન્કરના સીલ તોડી કરાતી હતી ચોરી : બે શખ્સો ૩પ લિટરની ક્ષમતાવાળા ૧ર કેરબા સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયા


 

Comments

COMMENT / REPLY FROM