કોન બનેગા કચ્છ જિલ્લા ભાજપપ્રમુખ? હજુ ૨૪ થી ૩૬ કલાકનો ઈન્તજાર!
નિર્વિવાદીત જિલ્લાઓમાં નામોની ટુંકમાં થઈ શકે છે જાહેરાત, જો કે, રાજકોટ સહિતની વિવાદી ‘યાદી’ વધુ વિલંબમાં પણ પડી શકે
હાલ વિવાદ વગરના જીલ્લા - મહાનગરોના પ્રમુખો જાહેર થઈ શકે છેઃ હવે રજુઆતમાં ‘આ - નહી’ બાકી ગમે તેનો ટ્રેન્ડ : કચ્છમાં રીપીટ-નોરીપીટ-નવો ચહેરો, લોબીંગ સહિતની રાજકીય અટકળો હજુય યથાવત : મોદી-શાહની સરપ્રાઇઝની છબીના લીધે નિશ્ચિંત વલણનું તારણ કહેવામાં તમામ પરિબળો બન્યા છે મુંગામંતર
ભુપેન્દ્ર યાદવ પ્રદેશ અધ્યક્ષની પસંદગીન પ્રક્રીયાનો કરશે આરભ : પ્રદેશ અધ્યક્ષની નિયુકિત માટે પ૦ ટકા પ્રમુખોની જાહેરાત કરવી બની રહેશે ફરજીયાત : જયા વિવાદ છે તે જિલ્લાઓના નામો બાકી રાખી પ્રદેશ પ્રમુખની કરી લેવાશે પસંદગી જેથી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીનો પણ માર્ગ બની રહે મોકળો’
રાજયના નવા ૪૧ પ્રમુખની યાદી તૈયાર : હાલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસે યાદી આવી ગઈ : ગમે તે ઘડીએ ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર થાય તેવી શક્યતા : વિવાદ ટાળવા ૨૧ નવા પ્રમુખો હાલમાં જાહેર કરી દેવાની શકયતાઓ : પ્રદેશ અધ્યક્ષ માટે ર૧ની જાહેરાત છે અનિવાર્ય’
ગાંધીધામ : ગુજરાત ભાજપમાં સંગઠન નવરચનામાં હવે જીલ્લા-મહાનગરોના પ્રમુખની પસંદગી મુદે આખરી ઘડીની તૈયારીઓ છે. ભાજપના ચાણકય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાછલા ત્રણ દીવસથી ગુજરાતના પ્રવાસે હતા. તેઓ આજે પણ વડાપ્રધાનના માદરે વતન વડનગરમાં વિકાસકામોની ભેટ ધરી રહ્યા છે ત્યારે ગુજરાતની રાજકીય ધરાતળમાં કરવા પાત્ર મજબુત ફેરફારોને અંતિમ અંજામ અપાઈ ચૂકયો હોવાનુ રાજકીય વર્તુળો માની રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની પસંદગી માટે ભુપેન્દ્ર યાદવને જવાદબારી અપાઈ છે જેઓ અમિતભાઈના ખુબ જ નિકટતમ સાથી માનવામા આવી રહ્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ ભાજપની પસંદગી કરશે ત્યારે તે માટે પ૦ ટકા જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ જવી ફરજીયાત હોવાથી હવે કોઈ પણ ઘડીએ નિર્વિવાદીત રહેલા જિલ્લાઓમાં નવા પ્રમુખ તરીકેના નામોની જાહેરાત થવા પામી જાય તેમ જાણવા મળી રહ્યું છે.
નોધનયી છે કે, આજથી નવા પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગીની પ્રક્રિયાને શરૂ કરવા માટે કેન્દ્રીય નિરીક્ષક શ્રી ભુપેન્દ્ર યાદવ ગાંધીનગર આવી રહ્યા છે અને પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટે અડધાથી વધુ જીલ્લા-મહાનગરોમાં સંગઠનના નવા પ્રમુખની નિયુક્તિ થઈ ગઈ હોય તે નિશ્ચિત કરવું જરૂરી છે. હવે તે તબકકામાં આગામી ૨૪થી૩૬ કલાકમાં મહાનગરોમાં-જીલ્લાના પ્રમુખોની યાદી બહાર આવી જશે. સંભવત તેમાં કચ્છ જિલ્લાનું નામ પણ સમાવી લેવામા આવી શકે છે. શ્રી ભુપેન્દ્ર યાદવ ગાંધીનગર આવી રહ્યા હોવાથી જે જીલ્લા-મહાનગરોમાં પ્રમુખના નામમાં કોઈ વિવાદ નથી. તે નામો જાહેર કરીને પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયામાં બંધારણ મુજબ કોઈ વિધ્ન સર્જાય નહી તે નિશ્ચિત કરી લેવામા આવશે. નોધનીય છે કે, કચ્છમાં પણ ભાજપના નવા પ્રમુખને લઈને જાહેરાત માટે પહેલા ૧૦મી જાન્યુઆરી તે બાદ ૧૧થી ૧૩ તારીખ તે પછી કર્મુતા બાદ અને હવે તો કર્મુહતા પણ ઉતરી ગયા છે ત્યારે નામ જાહેર થવા ન પામતા રહસ્ય વધુ ઘેરાયુ હોવાનો માહેાલ અહી ઉભો થવા પામી રહ્યો છે. આમ તો કચ્છમાં દેવજીભાઈ વરચંદને રીપીટ કરવાની ઉજળી શકયતાઓ છે પરંતુ મોદીજી અને અમિતભાઈ સરપ્રાઇજ આપવાની અનેરી છબી ધરાવતા હોવાથી નવો ચહેરો પણ મુકી શકે છે અને તે ચહેરો કોણ રહેશે? તેને લઈને હજુય સસ્પેન્સ જ સર્જાયેલુ છે ત્યારે રાજકીય પંડીતો કહી રહ્યા છે કે હવે ર૪થી ૩૬ કલાકમાં આ ઈંતેજાર ખત્મ થવા પામી શકે છે. જો કે બીજીતરફ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ઉપરાંત અમદાવાદ-સુરત અને વડોદરા જીલ્લા ઉપરાંત અમરેલી જયાં લેટરકાંડનો મુદો છે ત્યાં હજુ પ્રક્રિયા બાકી રખાઈ શકે છે અને નવા પ્રમુખ આવ્યા બાદ તેઓ આ જીલ્લાઓના નામો નિશ્ચિત કરશે તેમ માનવુ પણ વધારે પડતુ નહી કહેવાય. રાજકોટમાં હવે અમારા-તમારાનો મુદો પુરો થયો છે અને જે બે-ત્રણ નામો ચર્ચામાં છે. તેઓ હવે આ-નહી-બાકી ગમે તે સ્વીકાર્ય છે તેવી રજુઆત પણ થઈ હોવાની ચર્ચા છે. જો કે મોવડીમંડળ હવે નવા પ્રમુખને પોતાની રીતે કામ કરવાની સરળતા રહે તે હેતુથી હાલ પ્રદેશ પ્રમુખ પર ધ્યાન કેન્દ્રીત કરશે. જેથી રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીની પ્રક્રિયા પણ ઝડપી બનશે.

Comments