Trending News
સ્થાનિક સમાચાર

જનભાગીદારીથી સરકારી સેવાઓને વેગ મળે છે : અમિત અરોરા

15 January


લોહાણા સમાજ સંચાલિત પક્ષી બચાવ કેન્દ્ર ખાતે પતંગથી ઘાયલ તેંતાલીસ પક્ષીઓને બચાવાયા : હજુ પણ આગામી વીસમી તારીખ સુધી આ સેવા ચાલુ રહેશે

ભુજ : ગુજરાત સરકારના કરુણા અભિયાન હેઠળ લોહાણા સમાજ પ્રેરિત અહીંના ભાનુશાલી નગર ખાતેના પશુ દવાખાના ખાતે શરૂ કરાયેલ પક્ષી બચાવ કેન્દ્ર ખાતે તા. ૧૦ થી ૧૫ના છ દિવસ દરમિયાન બચાવ કામગીરીનું આયોજન ગોઠવવામાં આવ્યુંહતું. જ્યાં ઉતરાયણનાં સપરમા દિવસે કચ્છ કલેક્ટર અમિત અરોરાએ મુલાકાત લઇ સમિક્ષા કરતાં ઉભી કરાયેલ વ્યવસ્થાની સરાહના કરી સરકારી સેવાઓમાં જનભાગીદારી ભળતાં કાર્યો દીપી ઉઠતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
પીજીવીસીએલનાં મેનેજીંગ ડિરેક્ટર પ્રીતિ શર્માએ કરુણા અભિયાન હેઠળ વિજ તંત્રે કચ્છમાં ગોઠવેલ માળખાકીય સુવિધાઓની ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. સમાજ પ્રમુખ ડો. મુકેશ ચંદેનાં જણાવ્યા મુજબ રાજકીય પદાધિકારીઓ અને સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લા મુકાયેલા વિવિધલક્ષી પશુ કેન્દ્ર ખાતેના પક્ષી બચાવ કેન્દ્ર ખાતે અહીંના અન્ય બે બચાવ કેન્દ્રોની માફક  ચાલુ વર્ષે આ છ દિવસો દરમ્યાન તેંતાલીસ જેટલા પક્ષીઓ આવ્યા હતા.  તારીખ ૧૦ થી શરૂ કરાયેલા આ સેન્ટર ખાતે ડો. હરેશ ઠક્કર, ડો. જી. જે. પરમારની આગેવાની હેઠળ વેટરનરી ડોકટરો કુલદીપ છાટપાર, ડો. મમતા પંડયા, ડો. દીક્ષિત પરમાર, ડો. રૂચિત ગોર, સમાજની વોલિટીયર્સ ટીમ સાથે ફોરેસ્ટની રેસ્ક્યુ ટિમ ખડે પગે સેવા આપી રહી છે. આ ઉપરાંત ચાલુ સાલે પણ ગત સાલની માફક ૧૦૮ જેવી જ “૧૯૬૨” ની પક્ષી ઇમરજન્સી ટોલ ફ્રી સેવામાં ડો. તાલિબ હુસેનની આગેવાની હેઠળ મોબાઈલ વાહનો બે અને સમાજની અન્ય એક ઇમરજન્સી પક્ષી આઈસીયુ મોબાઈલ વેનની સેવા પણ ઉભી કરવામાં આવી છે. અહીં વિવિધ પ્રજાતિના કબૂતરો, ચકલી અને ટીટોડી સહિતના કુલ્લે એકવીસ જેટલા પક્ષીઓને સારવાર આપી, સંભાળ રાખી ગગનમાં વિચરતા કરવામાં આવ્યા હતા.
મંત્રી હીતેશ ઠકકરનાં જણાવ્યા અનુસાર શહેરનાં વિવિધ વિસ્તારો ખાતેથી અહીં ઘાયલ પક્ષીઓને લાવવામાં આવતા હતા, તે પૈકી બે પક્ષીઓના મૃત્યુ થયા હતા જેની સન્માનપૂર્વક અંતિમવિધિ કરવામાં આવી હતી. સમાજ ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરની યાદી અનુસાર સરકારની ગાઇડ લાઇન, ધીમા પવન અને લોકોમાં વધતી જતી જાગૃતિનાં કારણોસર આ સેન્ટર સહિત કચ્છભરમાં પણ દર સાલની સરખામણીએ ચાલુ સાલે આરોગ્ય સમિતિ ચેરમેન ચેતન ઠક્કર, પ્રોજેકટ ચેરમેન પ્રફુલ્લ ઠકકર, સહમંત્રી સંજય ઠકકર અને જયેશ સચદે વિગેરેની ટીમે વ્યવસ્થા સંભાળી રહી છે. કરૂણા અભિયાન હેઠળ આ કામગીરી તા. ૨૦મી સુધી અવિરત ચાલુ રહેશે. તત્કાલ સેવા માટે “૧૯૬૨” ટોલ ફ્રી નમ્બર પર સંપર્ક કરી શકાશે. સુરેશ ઠક્કર, ભરત કોઠારી, હર્ષદ ( હકકી) ઠક્કર, બાલકૃષ્ણ ઠક્કર, વિરાગ શેઠ, હરેન્દ્ર રાયમંગ્યા, ધીરજલાલ ઠક્કર, દીલીપ ચોથાણી વિગેરેએ પોતાની સેવાઓ આપી હતી.
--

Comments

COMMENT / REPLY FROM