Trending News
સ્થાનિક સમાચાર

અદાણી ગ્રીનનું નવું હાઇબ્રિડ કોમ્પોનન્ટ ખાવડા ખાતે કાર્યરત :  શેરોમાં ઉછાળો

15 January


ગ્રીનફિલ્ડમાં ૨૬૯૩ મેગાવોટ સૌર ઊર્જાનો ઉમેરો, ઉર્જા ક્ષમતા વધીને ૧૧,૬૬૬.૧ મેગાવોટ

મંદરા : ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ઉત્પાદક કંપની અદાણી ગ્રીન એનર્જી લીમીટેડની ઉત્પાદન ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો થયો છે. ગુજરાતના ખાવડા ખાતે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ૫૭.૨ મેગાવોટના પવન ઉર્જા કોમ્પોનન્ટનું કમિશનિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ કંપનીની કાર્યરત રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા ૧૧,૬૬૬.૧ મેગાવોટ સુધી વધી ગઈ છે. ગ્રીનફિલ્ડમાં ૨૬૯૩ મેગાવોટ સૌર ઊર્જાનો ઉમેરો થયો છે જ્યારે સમીક્ષા હેઠળના સમયગાળામાં પવન ઊર્જા ૪૩૮ મેગાવોટ નોંધાઈ હતી.કંપનીએ કરેલી આ મહત્વપૂર્ણ શરૂઆતના પગલે માર્કેટમાં ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જીના શેર (અદાણી ગ્રીન શેર)માં ૭.૦૨% નો ઉછાળો આવ્યો, જે જૂથની અન્ય કંપનીઓની તુલનામાં સૌથી વધુ છે. રિપોર્ટ ફાઇલિંગ અનુસાર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ની સ્ટેપ-ડાઉન પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી ફોર્ટી એટ લિમિટેડે ગુજરાતના ખાવડા ખાતે તેના વિન્ડ-સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટના ૫૭.૨ મેગાવોટના પવન ઉર્જા કોમ્પોનન્ટને કાર્યરત કર્યું છે. આ પ્રોજેક્ટને વિન્ડ-સોલર હાઇબ્રિડ પહેલના ભાગ રૂપે એજીઈએલની સ્ટેપ-ડાઉન પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી ફોર્ટી એટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીનું આ કોમ્પોનન્ટ શરૂ થતાં એજીઈએલની કુલ કાર્યરત નવીનીકરણીય ઉત્પાદન ક્ષમતા વધીને ૧૧,૬૬૬.૧ મેગાવોટ થઈ ગઈ છે. સંબંધિત મંજૂરીઓના આધારે ૧૪ જાન્યુઆરીએ પ્લાન્ટને કાર્યરત કરવાનો અને ૧૫ જાન્યુઆરીથી વીજ ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ પૂરા થતા બીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીએ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ૫૧૫ કરોડનો ૩૮.૮%નો ઉછાળો નોંધાવ્યો હતો. ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીએ ૩૭૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.ભારતનું વિઝન ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪માં ભારતની વીજ ઉત્પાદન ક્ષમતામાં ૭૧% હિસ્સો રિન્યુએબલ એનર્જીનો હતો. ભારતે ૨૦૩૦ સુધીમાં ૫ મિલિયન મેટ્રિક ટનની ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂન-૨૦૨૪માં મેરકોમ ઈન્ડિયા સોલર માર્કેટ લીડરબોર્ડના રિપોર્ટમાં અદાણી ગ્રીનને સૌથી વધુ ક્ષમતા વૃદ્ધિ માટે સૌથી વધુ સંચિત સ્થાપિત ક્ષમતા ધરાવતી કંપની તરીકે નવાજવામાં આવી આવી હતી.
---------

Comments

COMMENT / REPLY FROM