Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં વેગનમાંથી કોલસાચોરીની ગાડીઓ છોડવા પેટે વહીવટની ગંધ : કયા ખાખીધારીઓએ કરી તોડ..?

15 January

ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..!




કંડલામાં ટ્રેનના વેગન આવ્યા હતા, તેમા બે ડ્રાયવરોએ ખેલ પાડી દીધો હતો, અમુક ગાડીઓ પરબારી જ મુકેશ અને રાકેશને વહેચી દીધી હોવાની ઘટનાના પગલે પોલીસે પકડી લીધેલ, ર૪ કલાક વાહનો મથકમાં પણ પડયા રહ્યા? પછી એકાએક જ કલીનચીટ આપી દેવાઈ? તો પકડવામાં ચુક કરી હતી કે પછી છોડી મુકયા તેમાં કોઈ વજન કામ કરી ગયુ? 


ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા ડીપીએ-કંડલા મથકેથી દેશ-વિદેશમાં અનેકવીધ કિમંતી ચીજવસ્તુઓની આયાત નિકાસ કરવામા આવી રહી છે છે અને આ પ્રકારની આવતી કિંમંતી વસ્તુઓમાં કેટલાક ચોર-તસ્કર તત્વો પણ રીતસરની મંડળી અને ટોળકીઓ રચી અને હાથ સાફ કરી લેતા હોય છે અને મોંઘીદાટ વસ્તુઓ પરબારી જ સગેવગે કરી અને બેનામી ધંધાઓ ધમધમાવતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. દરમ્યાન જ આવી એક વધુ ઘટના હાલમાં આંતરીક રીતે હોટટોપીક બની જવા પામી ગઈ છે અને તેમાં કયાંક ને કયાંક ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓની ભુમિકા પણ ચર્ચામાં આવવા પામી રહી છે. વાત સહેજ વિગતે કરીએ તો થોડા સમય પહેલા જ કંડલામાં કોલસા ટ્રેનના વેગનમાં આવ્યા હતા અને તેમાંથી કોલસો ભરવા અમુક ગાડીઓ કામે લગાડવામા આવી હતી જે પૈકીના બે ડ્રાયવરોએ ખેલ પાડી અને કેટલીક ગાડીઓ પરબારી જ મુકેશ અને રાકશને વહેચી દીધી હતી. આ બાબતનું ધ્યાન આવ્યુ અને પોલીસ મથક સુધી વાત પહોચી તો ર૪ કલાક સુધી તો આવા વાહનોને શોધીને મથકે ઉભા પણ રાખી દીધા હોવાનુ કહેવાય છે. પરંતુ ર૪ કલાકબાદ છોડી દેવામા આવ્યા હોવાથી કયાંક ને કયાંક તે પ્રરણમાં વહીવટ થઈ ગયો હોવાની આશંકાઓ ઉપજી રહી છે. જાણકારો પુછી રહ્યા છે કે, આવુ કેમ કરવામા આવ્યુ? ર૪ કલાક સુધી મથકે આ વાહનોને ઉભા કયા ઈરાદો રાખવામા આવ્યા હતા? અને છોડી દીધા તો તેની પાછળ શું રંધાઈ ગયુ? ખાખીધારીએ વહીવટ કર્યો તો આવા પ્રકરણોમાં વહીવટ કરનારા કોણ છે? કેમ તેની તપાસ ન થાય? તેવા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. હવે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે અને આવા પલળેલાઓને શોધે તો આવા અન્ય કેટલાય ગતકડાઓને ભ્રષ્ટ વહીવટ કરી અને કલીનચીટ આપી દેવામાં આવતી હોવાના પણ ખુલાસા થશે તેવુ જાણકારો કહી રહ્યા છે.

...........


જુનો કોલસા ચોર દીપેન ફરી મેદાનમાં : અગાઉ 

પોલીસ હડફેટે ચડી ચુકયા છે મુકેશ-રાકેશ..!
કોલસા ચોર દીપેનનો બધો જ વહીવટ સંભાળનાર નરેન્દ્ર કોણ?



ગાંધીધામ : કંડલામાં કોલસામાં રેલવેના વેગન કે પછી જહાજમાંથી ગાડીઓ કાઢવાના નામે ડાયરેકટર પરબારી જ સગેવગે કરવાના કૌભાંડમાં કોલસા ચોર તરીકે જુનો કુખ્યાત શખ્સ દિપેન મેદાનમાં આવી ગયો હોવાનુ કહેવાય છે. રેલવે વેગનની સાથે શીપ લાગે છે ત્યારે પણ વેગનની સાથે વેશલ્સ કે શીપ જયારે લાગે છે તેમાથી પણ ગાડી સગેવગે કરાય છે. જુનો કોલસા ચોર દીપેન અને તેના દોરીસંચાર સાથે તેના માણસો આ 
કૃત્યને અંજામ આપી રહ્યા છે. દીેપનનો જુનો માણસ નરેન્દ્ર આ કોલસા ચોરીના કારનામાને ધમધમાવી રહ્યો છે. એટલુ જ નહી પણ પરબારી ગાડીઓ દીપેન જેને આપી રહ્યો છે તે મુકેશ અને રાકેશ પણ કોલસાચોરીમાં કુખ્યાત પામી ચૂકેલા છે.અગાઉ તુણામાં ઓવરલોડમાં પોલીસ હડફેેટે આ તત્વો ચડેલા હોવાનુ ચર્ચાય છે.


 

Comments

COMMENT / REPLY FROM