કચ્છ ડિસ્ટ્રીક્ટ કબડ્ડી એસો. દ્વારા ૧ર ખેલાડીઓની પસંદગી કરાઈ
ભુજ : રાજ્ય અને કેન્દ્રની સરકાર જૂની રમતોને પ્રોત્સાહન આપવા માટેે અલગ - અલગ કાર્યક્રમો યોજી આજની પેઢીને પ્રોત્સાહિત કરે છે ત્યારે કચ્છમાં આવેલી કચ્છ ડિસ્ટ્રીક્ટ કબડ્ડી એસોસિએશન દ્વારા જિલ્લાની ટીમ પસંદગીની સ્પર્ધા આર.ડી. વરસાણી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી.આ અંગેની વિગતો આપતા કચ્છ ડિસ્ટ્રીક્ટ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી સચિનભાઈ વાગડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનની ૧૭ અને ૧૮ જાન્યુઆરીના ભરૂચ ખાતે પસંદગી થવાની છે, જેમાં દરેક જિલ્લાએ પોતાની ટીમ મોકલવાની હોય છે. આ અંતર્ગત કચ્છ ડિસ્ટ્રીક્ટ કબડ્ડી એસોસિએશન વતી કચ્છ જિલ્લાની ટીમ પસંદગી માટેની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ર૦ થી રપ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાંથી ૧ર ખેલાડી પસંદગી પામ્યા છે. તેઓ ભરૂત ભાગ લેવા જશે. આજ રીતે વર્ષ દરમ્યાન જુનિયર, સબજુનિયર અને સિનિયર ત્રણ તબક્કામાં ટુર્નામેન્ટ યોજાતી હોય છે, જેમાં લેડીસ અને જેન્ટ્સ ભાગ લેતા હોય છ. હાલમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ટફ ઉપર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આ ટફ આર.ડી. વરસાણી શાળામાં છે. એસોસિએશન પાસે ન હોવાથી તેઓને પ્રેક્ટિસ માટે આર.ડી. વરસાણીના ગ્રાઉન્ડમાં લાવવામાં આવે છે. એસોસિએશને દાતાઓ પાસે ટફ બનાવવાની માંગ કરી છે. સંભવતઃ આવતા વર્ષે તે તૈયાર થઈ જશે. અહીંના બાળકોમાં રમત બાબતે ખૂબ ઉત્સાહ છે, જરૂર માત્ર ટફ ગ્રાઉન્ડની છે. જો તે મળી જશે તો રમતવીરો સારૂં પ્રદર્શન કરશે. કચ્છના છોકરાઓ રમતગમતમાં મોખરે છ. તેઓ ફાઈનલ, ક્વાર્ટર ફાઈનલ સુધી આગળ નીકળ્યા છે. હજુ વધુ આગળ વધે તેના માટે પ્રયાસો થઈ રહ્યા છે. દાતાઓનો સહયોગ મળતો રહે છે સાથે આર.ડી. વરસાણીના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
--------

Comments