Trending News
સ્થાનિક સમાચાર

ભુજની સી ટીમ દ્વારા સાયબર જાગૃતિના સૂત્રો સાથે પતંગ વિતરણ કરાયું

13 January


ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા મકરસંક્રાંતિના દિવસે પતંગ પર સાયબર અવરનેશ લોક જાગૃત્તિ કરવા માટે શહેરના નવી શાકમાર્કેટ સામે આવેલા પોલીસ મથકની બાજુમાં વિવિધ સૂત્રો સાથેના પતંગ શહેરીજનોને આપી સજાગ રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વિતરણ બાબતે નાગરિકોને સૂત્રો લખેલા પતંગો આપી જાગૃતિ ફેલાવી હતી. લોકોને કોઈ પણ સાયબર ફ્રોડ અંગેની ફરિયાદ ૧૯૩૦ પર કોલ ફરિયાદ કરવાથી સમસ્યાનો નિકાલ તાત્કાલીક કરવામાં આવશે. કોઈને પણ અજાણ્યા નંબર પરથી મેસેજ, કોલ, લીંક, ડીઝીટલ હેરેસમેન્ટનો કોલ આવે તો તેને ન ઉપાડવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં એએસઆઈ શીતલબેન નાઈ, એચસી રમીલાબેન શાહ અને ગાયત્રીબેન બારોટ સાથે રહ્યા હતા. 
----------

Comments

COMMENT / REPLY FROM