નિરોણા નદી પર ૧ર.પ૦ કરોડના ખર્ચે બ્રિજનું કરાશે નિર્માણ
પાવરપટ્ટીના ર૦ ગામોની વર્ષો જૂની માંગ સંતોષાઈ
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયાસો ફળ્યા : રાજ્ય સરકારના માર્ગ - મકાન વિભાગ દ્વારા બ્રિજ નિર્માણની અપાઈ મંજુરી
નખત્રાણા : દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદના પગલે નિરોણાની ભરૂડી નદી બે કાંઠે વહેતા પાવરપટ્ટીના ર૦ ગામો સંપર્ક વિહોણા બની જતા તે ઘટના હવે ભૂતકાળ બની જશે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને પાવરપટ્ટીના વિવિધ ગામોના સરપંચોની રજુઆતોને ધ્યાને લઈ રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા, નિરોણા - લોરિયા રોડ પર આવેલ ભરૂડી નદી પર બ્રિજ બનાવવાના કામને મંજુરી આપી છે. રૂા. ૧રપ૦ લાખના ખર્ચે પુલનું નિર્માણ થતા લોકોને મોટી રાહત મળશે. આ અંગેની વિગતો મુજબ નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી પંથકના મુખ્ય મથક નિરોણા ગામ હસ્તકલા અને રોગાન કળા માટે જગ વિખ્યાત છે. આ ગામનો મુખ્ય રસ્તો જે નિરોણાથી નખત્રાણા તરફ જાય છે. જે રસ્તા પરથી નદી પસાર થાય છે. ચોમાસા દરમ્યાન ઉપરવાસમાં ભારે વરસાદ થતા નિરોણા ડેમ ઓગને ત્યારે ઓગનનું પાણી નદીના પટ્ટમાંથી પસાર થાય છે. ભરૂડી નદી બે કાંઠે વહેતી થતા પાવરપટ્ટીના અંદાજીત ી જાય છે. આ નદી (પાપડી) પર પુલ બનાવવા માટે લાંબા સમયથી સ્થાનીકો દ્વારા થતી રજુઆતનો પડઘો ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગાંધીનગર સુધી પહોંચાડતા રાજય સરકારે ક્રોઝવેના સ્થાને મેજર બ્રીજ બનાવવાના કામને મંજુરી આપતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માર્ગ મકાન વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા મથક ભુજને પાવરપટ્ટીથી જોડતા ભુજ - ખાવડા માર્ગ પર રૂદ્રમાતા ડેમ પર જર્જરીત પુલના સ્થાને નવા પુલનું નિર્માણ થયું છે. ખુબ જ ટુંકાગાળામાં પાવરપટ્ટીને સાંકળતા અન્ય એક માર્ગ પર મેજર બ્રિજના નિર્માણને મંજુરી મળતા પ્રવાસન સહિતના ક્ષેત્રને વેગ મળશે.

Comments