Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પટ્ટામાં ખનીજમાફીયાઓ બેફામ : ખાખી-ઇર્‌ં- ખાણખનિજ તંત્ર કેમ નાકામ? ઓવરલોડને કોનો છુટોદૌર?

13 January

રાજકીય ઓથ વિના ખનીજચોરી સંભવ નથી..!




સાદી રેતી, મોરમ, માટી, અલગ અલગ પ્રકારના ખનિજના દૈનિક ર૦૦થી રપ૦ જેટલા વાહનો બિનધાસ્ત ધમધમી રહ્યા હોવાની છે ચકચાર : ઓવરલોડ પરીવહનથી અકસ્માતોની વણજાર, રોડ-રસ્તાને નુકસાનીઓ બની ગઈ છે રૂટીન, છતા કોઈ જ સરકારી તંત્રના પેટનું નથી હાલતું પાણી : ખનીજ ચોરો કોને કોને કેટ-કેટલી ધરી રહ્યા છે પ્રસાદી..?


ખાટલે મોટી ખોટ : ભચાઉના મહીલા પ્રાંત અધિકારી જે.આર. ગોહીલે તાજેતરમાં જ ખારોઈ-કકરવા રોડ પર દરોડો પાડીને ખાણખનિજ, પોલીસ સહીતના સ્થાનિક જવાબદારોનું આડકતરી રીતે નાક કાપી નાખ્યું હતુ, જો મહેલુતંત્ર-મહીલા પ્રાંત અધિકારી કરોડોના ખાણખનિજના પ્રકરણો પર તવાઈ બોલાવી શકે છે તો ખાણવિભાગ અને પોલીસતંત્ર કેમ કુંભકર્ણિનિંદ્રામાં જ ઘોરી રહ્યુ છે..? તેના પાછળનું રહસ્ય શું..?


ગાંધીધામ : તાલુકા પંથકની અંદર હાલ ખનીજ માફિયા અને ઓવરલોડ માફિયા બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે વિસ્તારની અંદર અનેક ગામડાઓમાં રેતી માટીની મોટા પ્રમાણની અંદર ઘણા સમયથી ખનીજચોરી થઈ રહી છે.ગામડામાંથી પસાર થતાં મોટા હેવી વાહનોના કારણે તેના રસ્તાઓ પણ તૂટી જવા પામ્યા છે. 
બેફામ ચાલતી ખનીજચોરીના કારણે માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે. જ્યારે ખનીજ ચોરી કરવામાં આવે ત્યારે તેની સાથે અનેક પ્રકારના ગુનાઓ પણ 
થતા હોય છે. 
સ્થાનિક અગ્રણી પ્રશ્ન ઉપાડે તો તેને ચુપ કરવા માટે પૈસા આપવામાં આવે છે અને જો તેમ છતાં પ્રશ્ન કરે તો તેની સામે રાજકીય ઓથ તળે શામ, દામ અને દંડનો ઉપયોગ કરવામાં આવે છે. જો રસ્તે ફરતા લોકોને ઓવરલોડ વાહનો અને ખનિજચોરી નજરે ચડે છે તો પોલીસ અને આરટીઓને શા માટે નથી દેખાતું તે એક પ્રશ્ન છે. 
ખનીજ વિભાગ અને પોલીસતંત્ર માત્ર કાગળ પર કામગીરી કરવા પર નિર્ભર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વિસ્તારની અંદર અનેક જગ્યાએ ખનીજચોરી હાલ થઈ રહી છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો કેટલા મોટા માથાઓ સામે આવે છે તે સત્ય છે પરંતુ આરટીઓ અધિકારીઓને રસ્તેથી પસાર અવરલોડ વાહન ચાલકો પાસેથી હપ્તા લેતા હોવાના કારણે તે દેખાતા નથી ? માત્ર સરકારના ડીઝલનો ફેરાઓ મારી અને 
આંટો મારે નીકળી જતા હોય તેમ અહી ભચાઉ તાલુકા વિસ્તારમાં સાદી રેતીચોર, માટી-મોરમ-વિવિધ પ્રકારના ખનીજ તસ્કરો બેફામ બનેલા હોવાની સ્થિતી જોવાઈ રહી છે.


.............



હવે તો પેટ્રોલીંગમાં પણ ફોલ્ડરીયા જ રાખી દેવાયા કે શું ?



સેટીંગ-હપ્તા સિવાયાની ગાડીઓનુ લીસ્ટ આ ફોલ્ડરીયાઓ અધિકારીને આપી દેતા હોવાની છે ચર્ચા


ગાંધીધામ : પહેલા તો ચેક પોસ્ટ પર ફોલ્ડર હતા પરંતુ હવે પેટ્રોલિંગમાં પણ ફોલ્ડર એવું રાખી દેવામાં આવ્યા છે. સેટિંગ સિવાયની ગાડીઓનું લિસ્ટ આપી દેશે અને તેની બાતમી આપી દે છે. આરટીઓ અધિકારી તે ગાડીનો પીછો કરી અને તેમની સાથે પોતાના લાગતા ફોલ્ડરીયાને સાથે રાખી અને કામગીરી કરે છે. કામગીરીનો શબ્દ આમ તો લોકો માટે સામાન્ય સરકારી કામગીરી થતી હોય છે પરંતુ આરટીઓ અને પોલીસ માટેની આ કામગીરી તેના ફોલડરીયા પૂરી કરી દેતા હોય છે.

Comments

COMMENT / REPLY FROM