Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં સુથારી કામ કરતા કારીગરે કટર  મશીનથી ગળુ કાપી આપઘાત કરતાં ચકચાર 

12 January



મહાવીરનગરમાં આવેલી પોતાની દુકાનમાં ભર્યું પગલુંઃ લોકોના ટોળેટોળા એકત્ર થયા : આપઘાત પાછળનું કારણ અકબંધ 


ભુજ : શહેરના મહાવીરનગરમાં આજે સવારે આપઘાતનો બનાવ સામે આવ્યો હતો. અહીં સુથારીકામની દુકાન ધરાવતા યુવાને કટર મશીનથી પોતાનું ગળુ કાપી લેતાં લોહીના રેલા વહી નિકળ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ પહોંચી હતી. આ બનાવથી ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજના મહાવીરનગરમાં હેમકુંજ ખાતે ચામુંડા વુડન ફર્નિચર નામની દુકાન આવેલી છે. અહીં સુથારી કામ કરતા કારીગરે લાકડુ કાપવાના કટર વડે પોતાનું ગળુ કાપી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવે છે. હતભાગી વાલદાસનગરમાં રહેતા ૩૮ વર્ષિય ચેતન જોટાણિયા હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે લોકો સ્થળ પર એક્ત્ર થઈ ગયા હતા. એ ડિવિઝનના પીઆઈ હાર્દિક ત્રિવેદી સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવ પાછળનુંં કારણ અકબંધ છે. યુવાનને જી.કે.માં લઈ જવાયો હતો. હાલ તબક્કે આપઘાતનો કિસ્સો માનવામાં આવે છે, પરંતુ આ બનાવે ભારે ચકચાર જગાવી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM