મુંદરામાં ૩ર.૪૭ લાખના કોકેઈન સાથે પંજાબનો શખ્સ દબોચાયો
પોલીસે શ્રીજીનગરમાં આરોપીના ઘરે રેડ કરી માલ કબ્જે કર્યો : એનડીપીએસનો ગુનો દાખલ કરી આગળની તપાસ કોડાય પોલીસને અપાઈ : આરોપીને કોર્ટમાંં રજૂ કરી રિમાન્ડ
મેળવવામાં આવશે
ગાંધીધામ : કચ્છમાં ડ્રગ્સની બદી વધી રહી છે અવાર નવાર પોલીસ દ્વારા ચરસ, ગાજો પકડી લેવામાં આવતો હોય છે, પરંતુ હવે તો મોંઘેરૂ ગણાતા કોકેઈન, હેરોઈન, એમડી જેવા ડ્રગ્સ પણ પકડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા ગાંધીધામ અને લાકડિયામાં પંજાબના શખ્સોને કોકેઈન સાથે પકડી લેવાયા હતા. જે બાદ હવે આ રેલો પશ્ચિમ કચ્છમાં પણ પહોંચ્યો હોય તેમ મુંદરા પોલીસે કોકેઈન સાથે પંજાબના શખ્સને દબોચી લીધો હતો. એક ગ્રામ કોકેઈનની કિંમત ૧ લાખ છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ૧ કિલોની કિંમત ૧૦ કરોડ હોવાથી પોલીસે કબ્જે કરેલ ૩ર.૪૭ ગ્રામ કોકેઈનની કિંમત ૩ર.૪૭ લાખ આંકવામાં આવી છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મુંદરા પોલીસના હેડ કોન્સ્ટેબલ રોહિતગિરિ મગનગિરિ ગુંસાઈને બાતમી મળી હતી કે, દેવાંગ ટાઉન્સીપ શ્રીજીનગર ખાતે રહેતા આરોપીના કબ્જામાં કોકેઈન છે, જેથી પીઆઈ આર.જે. ઠુમ્મરની આગેવાનીમાં પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. મૂળ પંજાબના તરનતારન જિલ્લાના ૩૯ વર્ષિય કુલદીપસિંઘ સવીન્દ્રસિંઘ શીખની ઝડતી લેતાં તેના પેન્ટના ખીસ્સામાંથી પડીકી મળી આવી હતી, જે ડ્રગ્સ હોવાનું જણાઈ આવ્યું હતું. એફએસએલને બોલાવીને પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં આ માદક પદાર્થ કોકેઈન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી

Comments