મુંદરામાં સોપારી દાણચોરીના કારનામાવાળા ઝોનના યુનિટને કાસેઝ પ્રશાસનના પુછાણાઓ : નોટીસની ફટકાર
મુંદરામાં પ્લાસ્ટીક ગ્રેન્યુઅલ્સ દેખાડીને અથવા તો રીએકસપોર્ટના નામે ડીટીએના કેસોમાં ડીઆરઆઈ જેવી એજન્સીઓએ કરેલા સફળ કેસો બાદ હવે કાસેઝ પ્રશાસને પણ સબધિત યુનિટોને ફટકારી
શો-કોઝ નેાટીસ : શા માટે તમારા એલઓપી (લાયન્સ) રદ કરવામાં ન આવે?
કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં આવેલા વરસુર ઈમ્પેક્ષ, શીવ ટ્રેડીંગ તથા સુમીત સહિતની કંપનીઓને ઝોન પ્રશાસન દ્વારા ફટકારાઈ નોટીસ : સોપારી મીસડીકલેરેશન કેસમાં આવ્યા સાણસામાં : સંતોષ કારક જવાબ નહી આપી શકે તો એલઓપી રદ થવા સુધીની તોળાય છે તલવાર
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના ડીપીએ-કંડલા તથા મુંદરા પોર્ટ પર વિદેશથી મોટી માત્રામાં કીમંતી ચીજવસ્તુઓની આયાત-નિકાસ કરવામા આવતી રહે છે. દરમ્યાન જ અહીથી પાછલા અમુક સમયમાં દાણચોરીયુકત સોપારીની પણ મોટી માત્રામાં ખેપ આવતી હોવાના કિસ્સાઓ બહાર આવવા પામ્યા છે. પાછલા એકાદ-બે વર્ષમાં જ અલગ અલગ સરકારી એજન્સીઓ દ્વારા મુંદરા પોર્ટ પર મીસડીકલેર કરેલી સોપારીનો જથ્થો કે જે કંડલા સ્પેશયલ ઈકોનોમીક યુનિટમાં આવતો હતો તે પકડી પાડવામા આવ્યો હતો અને તેની સામે ધોરણસરની કાર્યવાહી જે-તે એજન્સી દ્વારા કરી દેવામાં આવ્યા બાદ હવે ખુદ કાસેઝ પ્રશાસન પણ નિયમ અનુસારની કાર્યવાહી આવા કેટલાક યુનિટો સામે હાથ ધરી ચૂકી હોવાનુ માલુમ પડી રહ્યું છે. બીજીતરફ આ બાબતે કાસેઝ પ્રશાસનના સત્તાવાર સાધનોમાંથી મળતી વિગતો અનુસાર મુંદરામાં મિસીડીકલેરશન કરી અને સોપારી લાવનારા તથા અમદાવાદ ડીઆરઆઈ દ્વારા પણ કાસેઝના યુનિટમાં સોપારી રીએકસપોર્ટ કરવાના નામે ડીટીએ કર્યાના પ્રકરણનો પર્દાફાશ કરી દેવાયા બાદ હવે આવા યુનિટનીી સામે કંડલા સ્પેશયલ ઈકોનોમીક ઝોન દ્વારા પણ તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કાસેઝ પ્રશાસન દ્વારા આવા સબંધિત યુનિટેને શો-કોઝ નોટીસની ફટકાર લગાવવામા આવી છે. ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એકટ તળે નોટીસ ફટકારી દીધી છે અને સોપારી મિસડીકલેરશ સહિતના જે કેસો થવા પામ્યા છે તે સંદર્ભેની વિગતો આ યુનિટથી પુછવામા આવી છે. જો આ યુનિટના જવાબદારો સબંધીત કેસોની સંતોષકારક પ્રતિક્રીયાઓ આપવામાં વિફળ રહેશે તો તેમની સામે ડયુટી સદર્ભેની પેનલ્ટી તથા એલઓપી રદ કરવા સુધીની કાર્યવાહી પણ થવા પામી શકે છે. હવે જોવાનુ રહ્યુ છે કે, આ યુનિટવાળાઓની સામે આગામી દીવસોમાં કેવા પ્રકારની ધાક બેસાડતી કાર્યવાહી કરવામં આવે છે.

Comments