મનપાતંત્ર-અધીકારીશ્રીઓ કરે વક્રદ્રષ્ટી : ગાંધીધામમાં ગાયો ના નામે ચરી ખાતા ઢગા-આંખલા ને ખુલ્લો પાડો : રખડતા ઢોરો તો પાંજરે જશે
આદીપુર-ગાંધીધામમાં રખડતા ઢોર-બિનવારસુ પશુઓના ત્રાસથી પ્રજાજનો ત્રાહીમામ ત્રાહીમામ : શહેરમાં ઠેર-ઠેર માર્ગો પર રખડતી રંજાડ સમાન બિનવારસુ ઢોરાના લીધે ગંભીર-જીવલેણ અકસ્માતોની સર્જાય છે હારમાળા : નગરપાલિકા અગાઉ ઢોર પકડવા-પાંજરે પુરવાના ટેન્ડરો ઠેકેદારોને આપ્યા છે, છતા સ્થિતી યથાવત રહેવા પાછળ ગાયોના નામે ચરી ખાતો આ આંખલો જ છે કારણભુત
પોલીસ ખાતાના કોઈ પણ સાહેબો આવે એટલે પોતાની ઓળખાણ આપવા તેમની આગળ પાછળ આ આંખલો ગોઠવાઈ જતો હોય છે.? ગો રક્ષાના નામે ફિલમ ચલાવતા આ આંખલા સાથે ફોટા પડાવી લેનારાઓ પહેલા જાણો તો ખરા કે, તેનો ધંધો રોજગાર શું છે..?
ગોરક્ષાના નામે ફિલમ ચલાવતા આ ઢગો બધાયમાં મારૂ શું? કરીને ઉભો રહી જાય છે, પોતાના ટેન્ડર મંજુર ન થતા જેઓને નગરપાલીકા પશુઓ પાંજરે પુરવાના કામો જે કોઈને અપાય છે તેમને કામ ન કરવા દેવા ધાકધમકીઓ કરવી, તેમના પર હુમલા કરવા સહિતની હરકતો આ આંખલો કરતો-કરાવતો હોવાની છે ચર્ચા
જાબાંઝ એસપી બાગમાર-પૂર્વ કચ્છ પોલીસતંત્ર ચેતે : ગાંધીધામ સંકુલમાં એક નવો ડોન ઉભો થાય છે..! : અગાઉ ઘેટા-બકરાંના નામે અધમ મચાવતો હતો, હવે ગાય માતાના નામે ચરી ખાનાર આંખલાના આતંકને વેળાસર જ ડામવો જરૂરી : કાસેઝ-ગાંધીધામ સંકુલના મોટાભાગના બની બેઠેલા ડોનને પૂર્વ કચ્છ એસપીએ ભોંય ભેગા કરી દીધા છે, પરંતુ ગૌરક્ષાના નામે ઠેર-ઠેર ગુંડાગીરી પર ઉતરી પડતો, કયારે અબોલજીવો કતલખાતે જતા હોવાનુ કહી વાહનો રોકાવી તેનાથીમોટી તોડ કરે, તો કયારેક ગાયોને ગોડાઉનોમાં પડેલા અખાદ્ય ખોરાક ખાવાથી મોત નિપજયાના બહાને પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિઓથી લાખો પડાવી લેવાના ત્રાગા કરનાર બની બેઠેલ ગૌરક્ષક હજુ સુધી કેમ આબાદ ફરી રહ્યો છે..
ગાયોનું નામ અને ખુદની દુકાન-ફિલમ ચલાવતા આ બની બેઠેલા ડોનને હવે પોલીસે કાયદાનું ભાન કરાવવુ જ ઘટે : ગૌરક્ષાના નામે આડેધડ કરોડોની જમીનો પર અડીંગો જમાવવાના પણ આ બની બેઠેલા ડોન દ્વારા અજમાવાઈ ચૂકયા છે હથકંડા : પોલીસ તંત્ર ગાફેલ રહેશે તો તેમના માટે પણ આ બની બેઠલ ડોન માથાનો દુખાવો બનશે : કોઈ પણ વિભાગ હોય, નવા અધિકારીઓ આવે એટલે આ બની બેઠલો ડોન તેમે લાગુ પડી જતો હોય છે, કેટલાક તો તેને સામેથી બોલાવતા ફરતા રહે છે, ગૌરક્ષાના નામે બની બેઠલ આ આંખલો છે શું? : આ શખ્સ છે જ શુ કે તેને નવા અવેલા અધિકારીઓ બોલાવે અને મળે?
ગાયોના વાડાના નામે જમીનોનુ મોટાપાયે દબાણો આ બની બેઠેલ ગૌરક્ષક(આંખલો) કરી રહ્યો છે. આ બની બેઠેલ ગૌભકતને પુછો કે તારી પાસે ગાયો છે કેટલી? અને તું જમીનો પર દબાણો કરે છે શેના માટે?
ગાંધીધામ : ગાંધીધામ- આદિપુર જોડીયા શહેરોમાં રખઢતા ઢોર કહો કે રખડતી રંજાડનો ત્રાસ અવિરત વધતો જ જાય છે. કામગીરી થઈ રહી હોવાના અનેકવિધ દાવાઓ અને ખોખારાઓ વચ્ચે જ પ્રજાજનો તથા વાહનચાલકોને આવા રખઢતા બિનવારસુ ઢોરનો ત્રાસ સહન કરવાની ફરજ પડી રહી છે. રખડતા ઢોરના લીધે જોડીયાનગરમાં છાશવારે અકસ્માતો થવા, કેટલાક નિદોર્ષ લોકોના કરૂણ મોત નિપજવા તથા ગંભીર ઈજાઓ સાથે કાયમી ખોટખાપણની સ્થિતી જેવી ઘટનાઓ પણ અહી બનતી જ રહેતી હોય છે.
ગાંધીધામ નગરપાલીકાને આ બાબતે અનેકવખત રજુઆતો વિવિધ માધ્યમોથી કરવામાં આવી છે પરંતુ ગાંધીધામ સંકુલમાં ગાયો-ગૌરક્ષાના નામે ચરી ખાતા આંખલાના હું જ ખાંઉ અને મારૂ શું..?ની ભ્રષ્ટરીતીનીતીઓ થકી જ અહી રખઢતા ઢોરની સમસ્યાઓ જસની તસ જ રહેવા પામી જાય છે. હવે જયારે ગાંધીધામ નગરપાલીકામાથી મહાનગરપાલીકા બની ચૂકી છે અને અહી કમિશ્નરશ્રી સહિતના અધિકારીશ્રીઓએ પણ કાર્યભાર સંભાળી લીધો છે ત્યારે ગાંધીધામમાં ગાયોના નામે ચરી ખાતા ઢગા-આંખલાને સીધોદોર કરે અને મનપા હસ્તકના ઢોર પકડવાના કામો જે પારદર્શિતા સાથે ટેન્ડરો અપાય છે તે ઠેકેદારોને રખઢતા ઢોર મામલેની કાર્યવાહી કરવાની સ્વતંત્ર અપાવે તે જ સમયનો તકાજો બની જવા પામી ગયો છે. કારણ કે, ગાયોના નામે ફિલમ ચલાવતો અને ગમે તે જગ્યાએ ચરી ખાઈ ઉભો રહી જતો ગાંધીધામનો આ આંખલો નગરપાલીકાના ઢોર પકડવા, બિનવારસુ ઢોરના કામો પેટેના ટેન્ડરો પણ ખુદ એકલો જ ખાય, અન્ય કોઈને અપાય નહી તેવી માનસીકતાઓ ધરાવતો હોવાનુ મનાય છે અને અન્ય કોઈને આવા ટેન્ડરો અપાય છે તો તેવા ઠેકેદારોના માણસો પર સીધા કે પરોક્ષ રીતે હુમલાઓ કરી અને બિનવારસુ ઢોર પકડવાની કામગીરીને પણ તે બાધિત કરતો રહ્યો હોવાની ઘટનાઓ સકુલમાં ચર્ચામાં આવી જ ચુકી છે. જયા સુધી આ બની બેઠેલા આંખલાને સીધોદોર નહી કરાય, નશ્યત કરવામાં નહી આવે, ત્યા સુધી ગાંધીધમા-આદિપુર સંકુલ-જોડીયાનગરને રખઢતી રંજાડ-બિનવારસુ ઢોરોના ત્રાસથી કાયમી છુટકારો નહી જ મળે તેમ જાણકારો માની રહ્યા છે.
કારણ કે, ગાયોના નામે ચરી ખાતો આ ઢગો-આંખલો મારૂ શું?મારૂ શું કરી અને આવા કામો રાખનારા ઠેકેદારોની સામે પણ ઉભો જ રહી જાય છે અને ગાંધીધામ સંકુલમાં ગાયોના નામે ચરી ખાતા આ ઢગા-આંખલાને જયા સુધી ભ્રષ્ટ ચારો કોઈ ન ખવડાવે તો તેને એ શાંતીથી કામ કરવા પણ નથી આપતો તેવી ઘટનાઓ તાજા ભુતકાળમાં બની જ ચુકી છે. ગૌરક્ષાના નામે ચરી ખાતા આ ઢગા થકી જ સરકારની સારી ઈચ્છાઓ, નગરપાલિકાના કર્મચારીઓની પણ જહેમત ઉપરાંત પણ સંકુલમાંથી રખઢતાઢોરની સમસ્યાઅનો ઉકેલ આવતો નથી અને છાશવારે ઘટનાઓ બનતી હોવાથી નગરપાલિકા તંત્ર, અધિકારીઓ, સરકાર સહિતનાઓની છબી સંકુલમાં એક માત્ર આ બની બેઠલા આંખલાના લીધે જ ખરાબ થવા પામી રહી છે. ખરેખર હવે જયારે ગાંધીધામ નગરપાલીકા મહાનગરપાલિકા બની જવા પામી છે ત્યારે હવે અહીના અધિકારીઓની સત્તાનો વ્યાપ વીશાળ હોય છે. તે સત્તાનો સાચો ઉપયોગ કરી અને ગાંધીધામ-આદિપુર જોડીયાનગર અને સંકુલને ગાયોના નામે ચરી ખાતા ઢગા-આંખલાના ભ્રષ્ટ ત્રાસથી છુટકારો અપાવવો જોઈએ અને સંકુલમાં રખડતા ઢોર પકડવાની કામગીરી સુચારૂ રૂપે થવા પામી શકે તે દીશામાં મહત્પવૂર્ણ ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ તે જ સમયનો તકાજો બની જવા પામ્યો છે.

Comments