પૂર્વ કચ્છના ચાર બૂટલેગરોને પાસામાં ધકેલાયા
મોટી રવ અને લાકડિયાના ઈસમોને ભાવનગર, અમદાવાદ, સુરત જેલમાં મુકી દેવાયા
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દારૂની બદી અટકાવવા માટે ચાર બૂટલેગરોને પાસામાં ધકેલવામાં આવ્યા છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એસપી સાગર બાગમાર દ્વારા દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઈસમો પર રોક લગાવવા માટે અપાયેલી સૂચના અંતર્ગત એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા દ્વારા દારૂના મોટા જથ્થામાં પકડાયેલા ચાર ઈસમો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરીને કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કલેકટર દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઈસ્યુ કરવામાં આવતા અટકાયતી પગલાં ભરી જેલોમાં મોકલી દેવાયા હતા. જેમાં મોટી રવના ભરતસિંહ પ્રવીણસિંહ નાગજી જાડેજાને ભાવનગર, વનરાજસિંહ દિલુભા ધિરૂભા જાડેજાને અમદાવાદ, યશદીપસિંહ ઉર્ફે યશપાલસિંહ બળવંતસિંહ મનુભાને લાજપોર સુરત અને લાકડિયાના સિદ્ધરાજસિંહ બળવંતસિંહ જાડેજાને અમદાવાદ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. આરોપીઓ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દારૂના ગુના નોંધાયેલા છે.

Comments