Trending News
સ્થાનિક સમાચાર

મોબાઈલની ગેમમાં હારી જતાં  મોખાણાના કિશોરે દવા પી જીદંગી ટૂકાવી 

10 January





ભુજ : જિલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવ સામે આવ્યા છે, જેમાં મોબાઈલ ગેમમાં હારી જતાં મોખાણાના કિશોરે દવા પીધી હતી. તો સુંદરપુરીમાં યુવાને ફાંસો ખાઈ લેવા સાથે અપમૃત્યુના પણ ત્રણ બનાવ સામે આવ્યા છે. ભુજ તાલુકાના  મોખાણા ગામે મોબાઈલમાં ગેમ રમતી વખતે ગેમ હારી જતાં કિશોરે ઝેરી દવા પીધી હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના મોખાણા ગામે આવેલા મેરિયા વાસમાં રહેતા પરિવારના ૧૭ વર્ષિય કાર્તિક કાનજીભાઈ મેરિયા પોતાના ઘરે મોબાઈલમાં ગેમ રમતો હતો, ત્યારે ૪ જાન્યુઆરીના ગેમ હારી જતાં તેના આઘાતમાં આવીને નિંદામણ બાળવાની ઝેરી દવા પોતાની જાતે પી ગયો હતો. જેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન ૮ જાન્યુઆરીના મોત થતાં પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ પ્રમાણેના બનાવો વાલીઓ માટે પણ ચિંતાજનક છે. ગાંધીધામના જુની સુંદરપુરી ખાતે રહેતા ર૭ વર્ષિય ધનજી ખીમજી મહેશ્વરીએ પોતાના ઘરે લોખંડના પાઈપમાં દોરી બાંધીને ફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યું હતું. જે અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. દરમિયાન હાર્ટ એટેકના બનાવોમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે ૩ ઘટના સામે આવી છે. ભુજમાં આર્મી કેમ્પમાં બારૂદ ભંડાર ખાતે ફરજ બજાવતા ૪૩ વર્ષિય જવાન મીતેષકુમાર મગનભાઈ ગડેશિયા અચાનક ઢળી પડ્યા હતા. જેઓને જી.કે.માં લઈ જતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. નાડાપા ગામના ૩ર વર્ષિય રામજીભાઈ ભચાભાઈ કાગી પોતાની કારથી નાગોરથી નાડાપા જતા હતા, ત્યારે ચાલુ કારમાં હાર્ટ એટેક આવતા મોત થયું હતું. તો અબડાસા તાલુકાના પદ્ધરવાડી ગામની વાડી પર મધ્યપ્રદેશના હાલે વાયોર રહેતા મોહન ચંદ્રબલી પાંડે ખાટલા પર સુતા હતા, જે બાદ ઉઠ્યા નથી. હાર્ટ એટેક આવતા મોત થયું હતું, જેને પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM