Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિ.ના ભરતીકાંડનો કકડાટ : સમિતી ડુંગર ખોદી-ઉંદર તો નહીં કાઢે ને..?

10 January



આજે પણ સમિતીએ યુનિ.માં તપાસ-સેન્સ-ફરીયાદો સાંભળવાનો જાળવ્યો દૌર : વિવિધ ફરીયાદીઓ પાસેથી તેમના રીપોર્ટ માંગ્યા? ભરતી પ્રક્રીયા તમને કેવી રીતે ગેરવહીવટી ભરી લાગી રહી છે? જે ઉમેદવારોને લેવાયા છે તેમનાથી શું વાંધો છે? સહિતના મામલે રજુઆત કરનારાઓના લીધા સેન્સ? : દસ્તાવેજી ચકાસણીઓ પણ કરવામાં આવી હોવાનો વર્તારો


પાંચ જેટલા ઉમેદવારોની ભરતીને લઈને ઉઠેલા સવાલો બાદ ગઈકાલથી કચ્છ યુનિ.માં ઉચ્ચ શિક્ષણ વીભાગ ગાંધીનગરથી બનાવાયેલ સમીતીએ ફરીયાદી-ભોગગ્રસ્તોને સાંભળવાની આદરેલી પ્રક્રીયાના ઘાત-પ્રત્યાઘાત : ઓડીયો ચેટ જે રીતે એઆઈથી ઉભી કરેલી  પુરવાર  થઈ છે તે જ રીતે ભરતી પ્રક્રીયાને પણ પારદૃશી દર્શાવીને કલીનચીટ જ આપી દેવાશે કે કેમ? : શિક્ષણ જગતના જાણકારોમા ઉઠતા તરેહ તરેહના સવાલો



કલાસ ટુ કક્ષાના ઉમેદવારની ભરતી કરવાની હતી ખુદ વીસીશ્રી કેમ ઈન્ટરવ્યુમાં ન બેઠા? શા માટે નોમીનીને ઈન્ટરવ્યુમા મુકયા? રજીસટ્રારશ્રીને પેપરમાં બારકોડ શું છે એ પણ જો ખબર હોય તો કચ્છ યુનિ.ની પરીક્ષાઓ તેમના કાર્યકાળ દરમ્યાન કેટકેટલી લેવાઈ?બારકોડથી લેવાઈ કે એમને એમ? 



ખાટલે મોટી ખોટ : ઉચ્ચ શિક્ષણ વિભાગની સમીતીએ કચ્છ યુનિ. તથા લાલનકોલેજ બન્ને સ્થળે હિયરીંગ રાખવા પાછળનું કારણ શું? કોઈના પણ ગળે ન ઉતરતી વાત બની રહી છે? બધાયને કેમ કચ્છ યુનિ. કેમ્પસમાં જ સાંભળવામાં ન આવ્યા? સમીતી દસ્તાવેજોની ચકાસણી આજે કરનાર છે તો ભરતીની જાહેરાત કેમ ન અપાઈ? ભરતી પહેલાના નિયમો કેમ જાહેર ન થયા? સ્ટેચ્યુએટની અમલવારી શા માટે ન કરાઈ? બારકોડ વિનાના પેપેરો કેમ અપાયા? કેટલાનું લીસ્ટ બન્યુ? કેટલાને કોલ લેટર અપાયા? તેના યુનિ.પાસેથી આધાર-પુરાવાઓ મેળવી આ સમીતી તેને તપાસના અંતે આજે જાહેર કરશે ખરી? શું સમિતી કચ્છ યુનિ.ના સત્તાધીશોને પુછશે કે, આ ઉમેદવારોની ભરતી પ્રક્રીયા આટોપી જેટગતિએ નિમણુકના ઓર્ડરો આપી દેવાયા અને પગારનો લાભ દઈ દેવા પાછળનુ કારણ શું? ઈન્ટરવ્યુ બાદ નિમણુક વચ્ચે જે એકાદ-બે અઠવાડીયાનો સમય રાખવાનો હોય છે તે કેમ ન રખાયો? આટલી બધી ઉતાવળી નિમણુકોમાં કેમ કરાઈ? જો આવા ખુલાસાઓ સમીતી નથી કરવાની તો પછી આ સમિતી શોભાના ગાઠીયારૂપ જ નહી બની રહે તેની શું ખાત્રી?


કચ્છને અનેકવિધ લડતરૂપ ઝુંબેશ બાદ મળેલી સ્વતંત્ર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિ.માં પાછલા અમુક વરસોથી વાડ જ ચીભડાં ગળવાના બનતા ઘટનાક્રમો છતા પણ કચ્છના રાજકીય જગતની ચૂપકીદી બની રહી છે વધુ અકળાવનારી : કચ્છ યુનિ.માં વહીવટી ગંભીર ક્ષતિઓ નહી પરંતુ કૌભાંડો-આયોજનબદ્ધ ષડયંત્રોની જ ફરીયાદો ગાજી રહી છે અને તે માટે ઉચ્ચકક્ષાએથી ટીમો ત્રાટકી રહી છે ત્યારે નાહકની બદનામીનો બટો લાગી જ રહયો છે, આવી રીતે ઘરની ધોરાજી સાથે મનસ્વી વહીવટ ચલાવનારા અમુક તત્વોના પણ કેમ કોઈ જ રાજકીય આગેવાનો કચ્છમાથી ઉધડા લેતા આગળ આવતા નથી દેખાતા...?



ગાંધીધામ : આજથી દોઢ-બે દાયકા પહેલા કચ્છમાં અનેકવિધ જાણકારો અને શિક્ષણવિદો તથા તે વખતના રાજકીય મોભીઓની ઝુંબેશરૂપ લડત, રાજય સરકાર કક્ષાએ મહેનત અને અવીરત રજુઆતો બાદ કચ્છને સ્વંત્રત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવસિર્ટી મળવા પામી છે. જાણે કે, અતિ અને અથાગ મહેનત બાદ કચ્છને મળેલ આ ઉચ્ચ શિક્ષણ ભવનની પાછલા અમુક વરસથી વહીવટી શાસન ધુરા સંભાળનાઓને કદર જ ન હોય તેવા ગંભીર ઘટનાક્રમો આ યુનિ.માં બનવા પામી રહ્યા છે. કચ્છ યુનિ.નો સ્યાહીકાંડ તો આખાય દેશમાં ખુબ જ ગાજી ગયો હતો અને હવે ફરીથી આ યુનિ.માં પાંચ જેટલા ઉમેદવારોની ભરતીની પ્રક્રીયાઓમાં વાડ જ ચીંભડા ગળી ગયા હોય  તેવા ગંભીર સવાલો રોજ માધ્મમોમાં મોટા મથાડાઓ સાથે ન માત્ર ચમકી રહ્યા છે બલ્કે કચ્છ યુનિ.ના સત્તાધીશોથી પણ વિવીધ ભોગગ્રસ્ત સહિતનાઓ દ્વારા પણ સીધા જ સવાલ કરવામા આવ્યા છે કે, આ ભરતી પ્રક્રીયાઓ કરાઈ છે તે કયા આધારે? તેના નીતી નિયમો શું હતા? આ બાબતે સ્પષ્ટ રીતે યુનિ.ના સત્તાધીશો પ્રતિક્રીયાઓ આપવાનુ કદાચ ટાળી અને ભરતી પ્રક્રીયા પારદર્શી રીતે જ કરવામા આવી હોવાનુ રટણ શ્રી વીસી મોહન પટેલ સહિતનાઓ કરી રહ્યા છે. તે વચ્ચે જ ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગર કક્ષાએથી અહી તપાસ સમીતીને મોકલી દેવામા આવતા કયાંક ને કયાંક થયેલી ફરીયાદમાં તથ્ય હોય અથવા તો ફરીયાદની ગંભીરતા ઉચ્ચસ્તરે લેવાઈ હોય તેવુ ચિત્ર ગઈકાલ સુધી ઉપસવા પામતુ હતુ પરંતુ જે વોટસએપ ચેટનો મુદો પોલીસ મથક સુધી પહોચ્યો હતો તેમાં ઝડપભેર તપાસ આટોપી અને આ ચેટ બનાવટી હોવાનું જણાવી દેવામા આવ્યુ છે ત્યારે હવે કયાંક ને કયાંક તપાસ માટે આવેલી ઉચ્ચ સ્તરીય સમીતી પણ આ આખેઆખી ભરતીને પણ કલીનચીટ તો નહી આપી દે ને? તેવા સવાલો પણ જિલાની શિક્ષણ આલમમાં ઉભા થતા જોવાઈ રહ્યા છે. જો કે, વીસીશ્રી મોહન પટેલ દ્વારા મીડીયાની સાથે વાતચીત કરી અને પ્રક્રીયાઓ બધી જ પારદર્શક રીતે થવા પામી છે અને તેઓના કાર્યકાળ દરમ્યાન કોઈ પણ સ્થળે તાબાના સ્ટાફ દ્વારા કરાયે પણ ભ્રષ્ટાચાર આચર્યાનો કોઈ કિસ્સો નોધાયલો જ ન હોવાનુ જણાવેલ છે. ત્યારે હવે વિવિધ સવાલોના મારા શિક્ષણ જગતમાં ઉભા થઈ રહ્યા છે તેના પ્રત્યુત્તર ઉચ્ચકક્ષાએથી આવેલી સમીતી આપશે કે પછી રીપોર્ટ ઉચ્ચ કક્ષાએ શિક્ષણ વિભાગને જ સોપી દેવાશેનું રગાશીયુ ઘાણું ગાઈ અને જતી રહેશે તે તરફ સૌના મીટ મંડાયેલા છે. 


 

Comments

COMMENT / REPLY FROM