Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં મોબાઈલ સીમની મોટાપાયે કાળાબજારી : ઈબ્રાહીમ બબ્બાનો ધીકતો ધંધો : ખાખીની ભાગબટાઈ

09 January



મહાબંદર પર આવનારાઓને મોબાઈલ સીમ આડેધડ પધરાવી દેવાનો અર્થ સમજાય છે ખરો? ખુબજ ગંભીર પ્રકારની ગુનાખોરી બેરોકટોક ધમધમી રહી હોવાની છે ચકચાર

કોઈ પણ પ્રકારના આધારા-પુરાવા-આધાર કાર્ડ લીધા વીના સીમના થઈ રહ્યા છે વેપલા : ઈબ્રાહીમની સાથે આવા બેનામી ધંધામાં કયા ખાખીની છે ભાગીદારી? : 
ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે તો મોટા ખુલાસા થશે


ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ કંડલા જયા આવેલુ છે, તેવા કંડલામાં દેશની સલામતી અને સુરક્ષાને માટે પણ મોટા જોખમો ખડા કરી દેતા ગુનાઓને બિનધાસ્ત થઈને અંજામ આપવામાં આવતો હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવવા પામતી જ રહેતી હોય છે. દરમ્યાન જ હવે આવી વધુ એક કારસ્તાનની ગંધ સંકુલમાં ફેલાવવા પામી રહી છે. આ મામલે ચર્ચાતી વીગતો અનુસાર કંડલામાં મોબાઈલના સીમ આપવામાં સરકારી નીતીનિયમોને તદન કોરાણે મુકી અને બેધડક રીતે અહી સીમનો મોટાપાયે વેપલો કરવામા આવી રહ્યો હોવાની ચર્ચા ઉઠવા પામી રહી છે. 
મોબાઈલ સીમકાર્ડના દુરઉપયોગને જોતા સરકાર દ્વારા તેને લઈને કેટલીય મહત્વપૂર્ણ ગાઈડલાઈન અમલી બનાવી છે અને મોબાઈલ સીમ ખરીદનારના આધાર-પુરાવાઓ લેવામા આવતા હોય છે. પરંતુ અહી કોઈ પણ પ્રકારના આધારો લીધા વિના જ ઈબ્રાહીમ કે જે બબ્બાના નામે વધારે પ્રચલિત છે તેના દ્વારા સીમકાર્ડ વેચાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ર૦૦૦થી વધુ જેટલા સીમ કાર્ડ આ ઈબ્રાહીમે વહેચી દીધા હોવાનુ પણ ચર્ચાય છે. જાણકારો કહી રહ્યા છે કે, ઈબ્રાહીમની સાથે ખાખીના પલળેલા તત્વો પણ સંકળાયેલ છે. અહી તપાસ કરવાની જરૂર છે કે,  ખાખીના કયા ભ્રષ્ટ તત્વો થકી ઈબ્રાહીમ અહી ફાટીને ફુલેકે જવા પામ્યો છે? ઈબ્રાહીમ પાસે આવા સીમ આવ્યા છે કયાથી? ઈબ્રાહીમ દ્વારા અત્યાર સુધીમાં કેટકેટલા સીમ વહેચવામા આવ્યા છે? કોને કોને અપાયા છે? તેનો કેવા કેવા પ્રકારે ઉપયોગ થવા પામ્યો છે? કંડલા મહાબંદર છે અને અહી આ રીતે મોબાઈલ સીમના વેપલાઓ કરવામા આવે તે કયાંક ને કયાંક દેશની સલામતીની સામે પણ મોટા સવાલો ખડા કરનાર જ વાત બની રહેશે?

Comments

COMMENT / REPLY FROM