Trending News
સ્થાનિક સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર એક માસમાં પકડાઈ ર૮ કરોડની પાવર ચોરી : અંજાર  સર્કલ હેઠળ કડોલ પટ્ટમાંથી પણ ૯૬ લાખના બીલની ફટકાર

08 January



ડીસેમ્બરના ચેકિંગ દરમિયાન ૭૬૬૮ વીજ જોડાણોમાં ગેરરીતિ મળી : ગેરરીતિના મોટાભાગના કેસમાં મીટર બાયપાસ ડાયરેકટ થાંભલેથી થતી વીજ ચોરી જોવા મળી; ભાવનગર સર્કલમાંથી સૌથી વધુ પાવર ચોરી પકડાઈ


કડોલમાં સબંધિત મીઠાવાળાએ વીજ જોડાણમા મીટર બાયપાસ કરીને પાવર ચોરી કરતા હોવાનો થયો હતો ખુલાસો : જો સામુહીક તપાસ આદરવામાં આવે તો આવા તો અન્ય કઈકના ભાંડાફોડ થવાની પણ સેવાય છે આશંકા



ગાંધીધામ : શિયાળાની ઠંડીના દિવસો દરમિયાન સામાન્ય સંજોગોમાં વીજ વપરાશનું પ્રમાણ ઓછું રહેતું હોય છે. એરકન્ડીશન અને વોટર ફલર સહિતનાં ઉપકરણો ઠંડીનાં દિવસોમાં બંધ રહેતા હોવાથી વીજ ડીમાન્ડમાં ઘટાડો જોવા મળે છે પરંતુ ડીસેમ્બર મહિના દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં પપ૦૪૧ વીજ જોડાણો ચેક કરવામાં આવતા જે ૭૬૬૮ વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાઈ હતી. તે સુચવે છે કે પાવર ચોરી કરનારાઓ ઉપર ઠંડીની કોઈ અસર હોતી નથી. બેફામ વીજચોરી કરનારાને રૂા.ર૬.૯૭ કરોડના બિલ ફટકારવામાં આવ્યા હતા.રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં જુદા-જુદા જિલ્લામાં ડીસેમ્બર ર૦ર૯ દરમિયાન પકડાયેલા પાવરચોરીના કેસની વિગતોના સંદર્ભમાં જણાવાયું હતું કે અમરેલી વર્તુળ કચેરી હેઠળના અબસંગ ગામમાં મેણસીભાઈ સાર્દુલભાઈ વાઘે દૂધની ડેરી માટેના ઔદ્યૌગિક હેતુના વીજ જોડાણના મીટરમાં ટેમ્પર કરીને પાવરચોરી કરતા હોવાનું માલૂમ પડતા તેઓને રૂા.૩૮.પ૬ લાખનું બિલ આપવામાં આવ્યું હતું. જયારે જામનગર શહેરમાં ચેતરિયા પ્રવિણભાઈ કરશનભાઈ (આમાત્ય, ગ્લોબલ આઈટી સોલ્યુશન) ડાયરેકટ થાંભલેથી કેબલ જોડી મીટર બાયપાસ કરીને વીજ ચોરી કરતા હોવાનું માલૂમ પડતા તેઓને રૂા.ર૮ લાખનું બીલ ફટકારવામાં આવ્યું હતું જયારે રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના રામપર બેટી ગામમાં પ્રભાતભાઈ રામભાઈ લોખીલે સેન્ડ વોશ પ્લાન્ટમાં ડાયરેકટ ટ્રાન્સફોર્મરમાં કેબલ જોડીને મીટર બાયપાસ કરી વીજ ચોરી કરતા હોવાનું માલુમ પડતા તેઓને રૂા.ર૧.પ૦ લાખનું બિલ ફટકારવામાં આવ્યુ હતું. એ જ રીતે ભાવનગર સર્કલ હેઠળના નાના અસરાણા ગામને ઓઈલ મિલ અને વેલ્ડિંગ વર્કસમાં મીટરના સીલ ટેમ્પર કરીને વીજચોરી કરતા હોવાનું જાણવા મળતા રૂા.ર૭ લાખ અને નેસવડ ગામમાં અલ્પેશ દુલાભાઈ ભાયાણીને પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝમાં મીટરના સીલ ટેમ્પર કરીને કરવામાં આવતી વીજ ચોરી બદલ રૂા.ર૪.૮૯ લાખના બિલ ફટકારવામાં આવ્યા હતા. અંજાર વર્તુળ  કચેરી હેઠળના કડોલ પટ્ટામાં મામદ જાનમામદના સોલ્ટ વર્કસના વીજ જોડાણમાં મીટર બાયપાસ કરી પાવર ચોરી કરતા હોવાનું પકડાતા રૂા.૯૬ લાખનું બિલ ફટકારવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં  સૌથી વધુ રૂા.૪.૮૦ કરોડની વીજચોરી ભાવનગર સર્કલ હેઠળનાં ૧ર૧ર વીજજોડાણમાંથી 
પકડાઈ હોવાનું જણાવાયું હતું.

Comments

COMMENT / REPLY FROM