લાકડીયા-આડેસર-મુંદરા-અંજાર-મીઠીરોહરમાં ખનીજચોરો પર ધોંષ : બે કરોડનો મુદામાલ ઝડપ્યો
પૂર્વ કચ્છ ખાણખનિજના શ્રી પટેલની તવાઈ યથાવત
ગાંધીધામ : પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી એન એ પટેલની ટીમ દ્વારા સતત સરપ્રાઇજ ચેકીંગ કરી અને અહી ખનીજચોરી કરી રહેલા તત્વો પર તબક્કાવાર લાલઆંખ કરવામા આવી રહી છે. દરમ્યાન જ પૂર્વ કચ્છમાં લાકડીયા-ઓડીસર રોડથી લઈ અને મીઠીરોહર તથા અંજાર તથા મુંદરાના સિરાચા સુધી કાર્યવાહી કરી અને ખનીજતસ્કરોમાં સોપો જ પાડી દીધો હોવાનો વર્તારો સામેઆવવા પામી રહ્યો છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર પૂર્વ કચ્છ જીલ્લામા જુદા જુદા સ્થળે તપાસ દરમિયાન ૭ ડમ્પર જપ્ત કરવામા આવ્યા છે. ગત તા.૭.૧.૨૫ ના રોજ આડેસર લાકડીયા રોડ ઉપર તપાસ દરમિયાન ચાઇનાકલે ખનીજ ના બિન-અધિકૃત વહન કરતા ૩ ડમ્પર જપ્ત કરવામા આવેલ છે. અને એક ડમ્પર બ્લેકટ્રેપ ખનીજ ના બિન-અધિકૃત વહન બદલ જપ્ત કરવામા આવેલ છે. તેમજ મીઠીરોહર પાસેથી એક ડમ્પર મોરમ ખનીજ ના બિન-અધિકૃત વહન બદલ જપ્ત કરવામા આવેલ છે. ગત તા.૬.૧.૨૫ ના મુન્દ્રા તાલુકાના સીરાચા પાસેથી સાદી રેતી ખનિજ ના બિન-અધિકૃત વહન બદલ ૧ ડમ્પર અને અંજાર તાલુકા માંથી એક ડમ્પર બિન-અધિકૃત ખનિજ વહન મા જપ્ત કરવામા આવેલ છે. આમ ટીમ દ્વારા સતત ચેકિંગ હાથ ઘરતા ૭ ડમ્પર જપ્ત કરી ૨.૫ કરોડ નો મુદામાલ જપ્ત કરેલ છે.

Comments