Trending News
સ્થાનિક સમાચાર

‘ટાઈમ સ્કવેર કલબ’ કચ્છને મળી પ્રથમ ફાઈવ સ્ટાર રિસોર્ટ

07 January


પ્યોર વેજ અને આલ્કોહોલ રહીત ભારતમાં માત્ર ૩ રિસોર્ટમાં સમાવેશ

ભુજ : પ્રવાસન ક્ષેત્રે કચ્છ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ચૂકયું છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ પણ કચ્છમાં ટુરીસ્ટ તરીકે મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે કચ્છમાં પ્રથમ ફાઈવ સ્ટાર રીસોર્ટ બનેલા ટાઈમ સ્કવેર કલબ કચ્છ ટુરીઝમ માટે મુઘટમાં કલગી સમાન બની રહેશે.પોતાનું શ્રેષ્ઠ આપવા માટે જાણીતા એવા ભુજના ટાઈમ સ્કવેર ગ્રુપના ભદ્રેશ મહેતા અને ચિરાગ શાહ દ્વારા ભુજ - મુંદરા રોડ પર ‘ધ વિલા’ ના નામે પ્રિમીયમ રહેણાંક વિલા સાથેની એક અત્યાધુનિક ટાઉનશીપનું નિર્માણ કરાયું અને તેની અંદર ૪૦ રૂમ્સ અને ૧૦૦ વિલા ઉપલબ્ધ છે અને થોડા સમયમાં જ રીસોર્ટસમાં ૮૦ નવા રૂમ્સ બનવા જઈ રહ્યા છે. ૧૮ જેટલા મલ્ટીકયુઝન્સ, ૩ વિવિધ રેસ્ટોરન્ટ, ૨ બેન્કવેટ હોલ, ૪ પાર્ટી પ્લોટ્‌સ, એમ્ફી થિયેટર, ડીસ્કોથેક, સ્પા ઉપરાંત સ્વિમીંગ પુલ, વિવિધ ગેમ્સ રમવાના કોર્ટ જેવી આધુનિક જીવનશૈલીને પૂર્ણ કરતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને એટલે જ આ કલબ ડેસ્ટીનેશન વેડીંગ માટે સમગ્ર ભારતમાં હોટ ફેવરીટ બની રહી છે. લગ્ન સમારભમાં ઈન હાઉસ કેટરીંગ સર્વ કરતી ટાઈમ સ્કવેર કલબના ફૂડના સ્વાદને પણ લોકો વખાણી રહ્યા છે.
ફાઈવ સ્ટાર રેટીંગ મળવાની પદ્ધિતિ વિશે જણાવતા ઓમ મહેતાએ જણાવ્યું હતું કે, ૭ વ્યકિતઓની એચઆરએસીસી કમિટી રૂબરૂ નિદર્શન માટે આવી અને ૧૪૯ જેટલા માપદંડને ચકાસી અને જો તે દરેકનું યોગ્ય રીતે પાલન થતું હોય તો જ ફાઈવ સ્ટાર સર્ટિફીકેટ મંજૂર કરતી હોય છે. માપદંડ માટેની દરેક લાયકાત અને ગુણવત્તા ચકાસી ત્યાર બાદ જ ફાઈવ સ્ટાર સર્ટિફિકેટ મંજૂર કરતી હોય છે, જેમાં રીજનલ ડાયરેકટર એચઆરએસીસી, પ્રિન્સીપાલ ઓફ સીઆઈએચએમ - સેન્ટ્રલ ઈન્સ્ટિટયુટ ઓફ હોટેલ એન્ડ હોસ્પિટાલીટી મેનેજમેન્ટ, એફએચઆરએઆઈ ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન ઓફ ઈન્ડિયા, એચએઆઈ - હોટેલ એસોસીએશન ઓફ ઈન્ડિયા, આઈએટીઓ - ઈન્ડિયન ઈન્સ્ટીયટુટ ઓફ ટુર ઓપરેટર, ટીએએઆઈ - ટ્રાવેલ એન્જ એસોસીએશન ઓફ ઈન્ડિયાનો સમાવેશ થતો હોય છે.
આ વિશે વધુ માહિતી આપતા યશ શાહે જણાવ્યું હતું કે, આ માન્યતા માટે ૮૦ ટકા જેટલો સુપરવાઈઝર કેટેગરીનો સ્ટાફ જેમાં મિનીમમ ૬૦ ટકા સ્ટાફ હોસ્પિટાલિટીનો કોર્ષ પૂર્ણ કરેલ હોવો જરૂરી છે અને તેમનું ફિટનેશ અને હેલ્થ સર્ટિફીકેટ સાથે જોડવાના હોય છે. રેસ્ટોરન્ટમાં મલ્ટી ક્યુઝીન્સ ડીશની ગુણવત્તા અને હાઈજીન પણ ચકાસવામાં આવે છે. ઉપરાંત એક હેન્ડીકેપ રૂમ હોવો જરૂરી એવા દરેક ગેસ્ટને કોઈપણ પ્રકારની તકલીન ન રહે તેની દરેક રીતે ચકાસણી થતી હોય છે અને ટાઈમ સ્કવેર કબલ આ દરેક માપદંડમાંથી સફળતાપૂવર્ક પસાર થઈ ગૌરવ સાથે ફાઈવ સ્ટાર કેટેગરી મેળવનારી કચ્છની પ્રથમ અને ભારતની જૂજમાંની એક પ્યોર વેજ અને આલ્કોહોલ રહીત રીસોર્ટ બનવાનું ગૌરવ ધરાવે છે.
----

Comments

COMMENT / REPLY FROM