Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ખાતે હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની વિડીયો ધ્યાન મેગા શિબિરનો પ્રારંભ

07 January




પ્રથમ દિવસે ૬૦૦થી વધારે શિબિરાર્થીઓએ ભાગ લીધો

ભુજ : અહીંના રઘુવંશી ચાર રસ્તા પાસે આવેલ શિવમ પાર્ટી પ્લોટ ખાતે સદ્દગુરૂ શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સ્થાપિત હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની વિડીયો ધ્યાન મેગા શિબિરનો પ્રારંભ થયો હતો.
આ શિબિરનું દીપ પ્રાગટય ભુજ નગરના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા, જિલ્લા હોમાગાર્ડ કમાન્ડન્ટ  મનીષ બારોટ, સિવિલ સર્જન ડો. હિરાણી, રાજપૂત સમાજના હિરેન રાઠોડ, યોગ પ્રભા ભારત સંસ્થાનના ટ્રસ્ટી ડો. પ્રવીણ લીંબાણી, ગુરુતત્ત્વ મીડિયા પ્રમુખ શૈલેષ રૂડાણી, ઝોેનલ આચાર્ય જયશ્રીબેન ગોર, ભુજ આચાર્ય હેતલબેન ભાવાણી અને ઉદય વોરા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડો પ્રવીણ લીંબાણી દ્વારા ઉપસ્થિત લોકોનું શાબ્દિક સ્વાગત કરી શિબિર વિશે માહિતી અપાઈ હતી.
શિબિરના પ્રથમ દિવસે અંદાજીત ૬૦૦ જેટલા શિબિરાર્થીઓએ આ શિબિરનો લાભ લઇ ધ્યાન કર્યું હતું. શિબિરના પ્રથમ દિવસે સદ્દગુરુ શિવકૃપાનંદ સ્વામીજીએ શરીરની ચેતના, આત્મ જાગૃતિ અને ધ્યાનનો પરિચય આપ્યો હતો. આ શિબિર તા ૧૩/૧ સુધી ચાલશે, જેમાં આપણા શરીરમાં રહેલ સાત ચક્રો વિશે સદ્દગુરૂ શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા દરરોજ એક એક ચક્રની માહિતી આપી ઉપસ્થિત લોકોને ધ્યાન કરાવશે તેવી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી હતી અને આવનારા દિવસોમાં વધારેને વધારે ભુજવાસીઓ આ શિબિરનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
----

Comments

COMMENT / REPLY FROM