Trending News
સ્થાનિક સમાચાર

કેરા-નાગલપર પાસે અંજારના બુટલેગર રામલાથી એલસીબીના કયા ખાખીધારીએ કરી તોડ?

07 January

સી.સસસ..કોઈને કહેતા નહી..


મંગળવારે ૩૧મી ડીસે.ના ઢળતી સાંજની ઘટના : કેરાથી નાગલપર રોડ પર છોટાહાથીમાં ર૦ પેટી દારૂ પકડાયો અને છોડી દેવાયો? જો રામલાને પકડયો હોત તો દારૂ કયાથી લાવ્યો, અગાઉ કેટલી વાર લઈ આવતો હતો, તે સહિતના કઈક નામો સહિતના ખુલાસા થયા હોત..



ગાંધીધામ : એકતરફ ૩૧મી ડીસેમ્બરના રેાજ મદીરા પ્યાસીઓના મનસુબાઓ પર પાણી ફેરવી દેવા માટે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા બ્રેથ એનલાઈઝર સહિતનાઓની સાથે દારૂપ્યાસીઓને અટકાવવા તપાસ-ડ્રાઈવ હાથ ધરવામા આવી હતી તેવામાં બીજીતરફ ખાખીધારી દ્વારા જ બુટલેગરને પકડી અને વહવટથી છેાડી મુકવામા આવ્યો હોવાની ઘટના હોટટોપીક બની જવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે ગત મંગળવાર તા. ૩૧મી ડીસેમ્બરના રોજ ઢળતી સાંજના ભાગમાં કેરા તરફથી નાગલપર તરફ આવી રહેલા અંજારના બુટલેગર ફોલ્ડરીયો રામલો છોટા હાથીમાં ર૦થી રપ જેટલી પેટીઓ દારૂ લઈને આવી રહ્યો હતો તે વખતે આ શખ્સ ખાખીધારીની ઝપ્ટે ચડી જવા પામ્યો હતો. એલસીબીના કોઈ ખાખીધારીના હાથે રામલો પકડાઈ ગઈ હતો. અહી રામલાની સામે દારૂ સબંધીત કેસ કરવો કે પછી રામલો દારૂ કોની પાસેથી લાવ્યો તે સહિતની લીંક ખોલવાના બદલે રામલાની સાથે જ વહીવટ કરી લેવાયો અને રામલાને જવા દેવામા આવ્યો હોવાની ચર્ચાએ ભારે ગણગણાટ ઉભો કર્યો છે. સવાલ થઈ રહ્યા છે કે, એલીસીબીના કયા પલળેલા ખાખીધારીએ આ રીતે રામલાથી વહીવટ કરી લીધો હતો?


 

Comments

COMMENT / REPLY FROM