Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝમાં દોઢ લાખના કપડાની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

07 January




કિડાણાના બે શખ્સોને ઝડપી મુદ્દામાલ રીકવર કરાયો : બન્ને શખ્સો અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયા હતા


ગાંધીધામ : જયાં ચુસ્ત સુરક્ષાના દાવા કરવામાં આવે છે તે ગાંધીધામના ફ્રીટ્રેડ ઝોન કાસેઝમાં ફરી એકવાર ચોરી થતા ત્યાંની સિક્યુરીટી સામે સવાલો ઉભા થયા હતા. કાસેઝમાં આવેલી કંપનીમાંથી દોઢ લાખના કપડા ચોરાઈ ગયા હતા. જે ગુનામાં ફરિયાદ થયાના ગણતરીના દિવસોમાં પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે. આ અંગેની વિગતો મુજબ ગાંધીધામ ફ્રીટ્રેડ ઝોન કાસેઝ ખાતે આવેલ સ્ટાર સાઈન પ્રા.લિ. કંપનીમાંથી શર્ટ, પેન્ટ, ટી-શર્ટ, સ્વેટર, હુડી જેવા કપડાની ચોરી થઈ હતી. બી ડિવિઝન પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ઈસમોને કિડાણા ગામ ખાતેથી ઝડપી પાડયા હતા. પોલીસે કિડાણાના ફરીદ ઉર્ફે પૈકો ઈબ્રાહીમ કટીયા અને સાહીલ ઉર્ફે પીએ ફરીદ શેખને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી દોઢ લાખના તમામ કપડા રિકવર કરવામાં આવ્યા છે. આરોપી ફરીદ સામે ગત વર્ષ દરમ્યાન ઘરફોડ ચોરીના પાંચ ગુના અને આરોપી સાહીલ સામે ઘરફોડ ચોરીના બે ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરીમાં પીઆઈ એસ. વી. ગોજીયા અને પીએસઆઈ એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

Comments

COMMENT / REPLY FROM