Trending News
સ્થાનિક સમાચાર

- તો મુંદરાથી ઝડપાયેલી સ્મગલીંગયુકત સોપારીકાંડમા  જુના જોગીઓના કારાનામાઓના થાય કડાકા-ભડાકા

07 January

કાસેઝ ડીસી-કસ્ટમ પ્રશાસનના બરાબરના કાન આમળે



મુંદરામા ઝડપાયેલી ત્રણ કરોડની દાણોચોરીયુકત સોપારી કાસેઝમાં આવતી હતી એ વાત તો સાચી, પરંતુ જે યુનિટમાં આવતી હતી તેનું તો એલઓપી જ રદ છે, તે યુનિટ-વેહરાઉસ જ બંધ છે, તો પછી આ ગેંગ દ્વારા કેવી રીતે બીલ ઓફ એન્ટ્રી સબંધિત યુનિટના 
બનાવીને કાસેઝ તરફ દાણચોરીયુકત સોપારી ઠાલવવાના હતા?


કાસેઝ પ્રશાસન-કસ્ટમ વિભાગનો ઉઘડો લે, તપાસ કરાવે કે, કાસેઝના બંધ યુનિટમાં આવતી સોપારીના બીલ ઓફ એન્ટ્રી ઓનલાઈન સિસ્ટમમાં જ કેવી રીતે ચડશે? તો શુ ઓનલાઈન દેખાડયા વગર જ આ સોપારીનો જથ્થો એક યા બીજી છાની 
ગોઠવણીઓ તો કાસેઝમાં આવવાનો હતો? આવા કન્ટેઈનર અગાઉ કાસેઝમાં નહી ઘુસાડી દેવાયા હોય તેની શું ખાત્રી?



ગાંધીધામ :  મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે. એન્જીનીયરની ટીમ દ્વારા તાજેતરમાં જ યુએઈ જબેલ અલી પોર્ટ પરથી આવેલ બે કન્ટેઈનર કે જેમાં અખરોટ ડીકલેર કરવામા આવ્યા હતા તેની તપાસ કરી અને તેમાથી અઢી કરોડથી વધુની દાણોચોરીયુકત સોપારીનો જથ્થો ઝડપી પાડયો હતો. તેની તપાસ કરવામા આવતા આ જથ્થો કાસેઝ તરફ જવાનો હતો તેવુ બીલ ઓફ એન્ટ્રી પરથી સામે આવવા પામ્યુ હતુ. મુંદરા કસ્ટમ વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી કરી અને સમગ્ર કેસની તપાસ કાસેઝને સોપી દીધી હોવાનું સામે આવવા પામી રહ્યું છે. ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, જો આ સમગ્ર કેસમાં કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનના તટસ્થ અને કાયદાનિષ્ઠ ડીસીશ્રી કસ્ટમના જવાબદારોના કડક રાહે ઉધડા લે તો કઈક મોટા કડાકાભડાકા આ પ્રકરણમાં થવા પામી શકે તેમ મનાઈ રહ્યું છે. 
આ મામલે જાણકારોની વાત માનીએ તો ચોકાવનાર ખુલાસા થવાની આશંકા એટલા માટે અહી સેવાઈ રહી છે કે, મુંદરાથી સોપારી કાસેઝમાં જે યુનિટમાં લવાતી હોવાના ડોકયુમેન્ટસ ફાઈલ કરવામા આવ્યા છે તે યુનિટનું તો એલઓપી જ રદ થઈ જવા પામયું છે. તે તો યુનિટ જ લાંબા સમયથી બંધ અવસ્થામાં પડયું છે. અને આ વાતને તો કાસેઝ પ્રશાસન પણ સમર્થન આપી રહ્યુ છે કે, સબંધિત યુનિટનું એલઓપી રદ થયેલ છે. અને આ કેસની તપાસ કાસેઝ દ્વારા આગળ ધપાવાઈ રહી હોવાનુ પણ સ્વીકાર્યુ છે. હવે આવામાં જો કાસેઝમાં કસ્ટમના લાપરવાહો, ઉચ્ચ અધિકારીઓના કડક પુછાણા લેવાય તો જ સાચુ ચિત્ર સામે આવી શકે તેમ છે. કારણ કે, જે યુનિટનું એલઓપી જ અસ્તિત્વમાં નથી, તે યુનિટમાં વસ્તુઓ લાવવાને માટે કાસેઝમાં આવતી વખતે બીલ ઓફ એન્ટ્રી જ ઓનલાઈન અપડેટ સિસ્ટમમાં ન થાય? તો અહી સવાલ થઈ રહ્યો છે કે, આવી સ્થિતી સર્જાય તેમ જાણતા હોવા ઉપરાંત પણ દાણચોરી ટોળકી આ પ્રકારના નેટવર્ક ગોઠવીને શા માટે દાણોચીરયુકત માલ કાસેઝમાં લાવવાનું વિચારે? સીધી વાત છે કે, કયાંક ને કયાંક કાસેઝમાં પણ આવા બંધ યુનિટમાં મિસડીકલેર કરેલા માલ લાવવા માટે ઓનલાઈન સિસ્ટમમાં બીલ ઓફ એન્ટ્રી નહી ચડાવતા હેાય અને આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે જવાબદારોને સાથે રાખી, તેમના ભ્રષ્ટ મોઢે ડુચ્ચા ભરાવી અને મેન્યુઅલી અથવા તો અન્ય કોઈ પણ રીતે કન્ટેઈનર આવા યુનિટમાં કે ઝોનમાં પ્રવેશ કરાવી લેવામા આવતુ હોય તેવી સંભાવનાઓ નકારી શકાય નહી? અહી સવાલ તો એવો પણ થવા પામી રહ્યો છે કે, જે રીતે અહી આ કન્સાઈનમેન્ટ લાવવામા આવતુ હતુ તે રીે અગાઉ કસ્ટમના અમુક તત્વોની મીલીભગતથી આ જુના જાગીઓ દ્વારા ઘુસાડી દેવામાં નહી આવ્યા તેની શું ખાત્રી? હકીકતમાં કાસેઝ પ્રશાસને આવી ઘટનાઓનાભીતરમાં તળીયા સુધી તપાસ કરવી જોઈએ.



...............

પ્લાસ્ટીકગ્રેન્યુઅલ્સ -ટીશ્યુ કે પછી અખરોટની આડમાં સોપારી?

આ બધા જ ખેલની પાછળ દુબઈના મનીષનો છે દોરીસંચાર..!
પંકજ, નવાઝ, પરવેઝ, મનપ્રિત -બધાય કોના મહેરા બન્યા છે?


સોપારી દાણચોરીમાં ઝોનના કેટલાક નામો કુખ્યાતી પામી ગયા, એટલે નવા નવા નામો આગળ ધરી અને દુબઈથી મનીષ સોપારીની કરી રહ્યો છે ધુમ દાણચોરી : 
હાલમાં પણ ઝડપાયેલ સોપારીનો જથ્થો મનીષનો જ નીકળશે?



ગાંધીધામ : મુંદરામાં અખરોટની આડમાં સોપારીનો કરોડોનો જથ્થો પકડાયો છે તેમાં દુબઈ બેઠેલ મનીષનો જ દોરીસંચાર રહેલો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, આ સોપારીનો જથ્થો તો મનીષ જ અહી ઠાલવી રહ્યો છે. દુબઈથી સોપારી જે આવી છે તે મનીષ મારફતે જ મોકલાઈ છે. મનીષ અગાઉ પંકજ, નવાઝ, પરવેઝ અને મનપ્રિત જેવાઓનો હાથા તરીકે ઉપયોગ કરતો હતો પરંતુ કમનશીબે આ બધાય કસ્ટમ-ડીઆરઆઈની ઝપ્ટે ચડી જવા પામી ગયા અને આ ધંધામાં આ નામો કુખ્યાતી પામી ગયા હોવાથી મનીષ હવે નવા નવા મોહરાઓ શોધતો ફરી રહ્યો હોય તેમ દેખાય છે. આ કેસમાં કાસેઝના યુનિટનુ નામ ભલે આગળ કરાયુ હોય પણ પાછળ ભેજુ તો મનીષ અને તેની જુનાજોગીઓ વાળી ટોકળી જ રહેલી છે. સોપારી દાણચોરીના કામોમાં જેટલા પણ નવા નવા નામો ફુટી રહ્યા છે તે બધાયનો મુળ છેડો તો આ દુબઈ બેઠલ મનીષ સુધી જ લંબાવા પામી જાય તેમ છે. કારણ કે આ બધાયને સોપારીનો જથ્થો સપ્લાય કરી અને દાણચોરી કરવાની લાઈન-મોડસ ઓપરેન્ડી મનીષ જ આપતો ફરતો રહેે છે. 

Comments

COMMENT / REPLY FROM