Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલામાં જેટી નં.૯ પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી : જહાજ સાથે ડમ્પર અથડાયું..?

06 January


ડમ્પરના ડ્રાયવરે વાહન પરથી કાબુ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના  : ડીપીએ-કંડલા ડેક સેફટી વિભાગ, ટ્રાફિક વિભાગ, સહિતનાઓની કામગીરી શંકાના દાયરામાં : જેટી વિસ્તારમાં છાશવારે બનતી ઘટનાઓ સુચક : અગાઉ પણ આવી ઘટનાઓ બનવા પામી ચુકી છે, કેમ ટ્રાફિક વિભાગ, ડોક સેફટી વિભાગની સામે કડકાઈથી કાર્યવાહી કરવામા આવતી નથી?



ડીપીએ-કંડલાના પીઆરઓએ ફોન ઉપાડવાનુ ટાળતા પોર્ટ પ્રશાસનની વાત મુકવાનો પ્રયાસ બન્યો નિષ્ફળ




ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક તથા પાછલા કેટલાક સમયથી કાર્ગો હેન્ડીંગમાં ફરીથી એક પછી એક નવા કીર્તીમાન સિદ્ધ કરનાર  દીનદયાલ પોર્ટ કંડલાના ડોક વિસ્તાર, જેટી એરીયામાં જાણે કે હજુય સુરક્ષા-સલામતીની વ્વયસ્થાઓ અથવા તો નિયમોના કયાંક ને કયાંક ધજાગરા જ ઉડાળવામાં આવતા હોય તેવી રીતે ગંભીર ઘટના બનવા પામી રહી છે. 
દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર ડીપીએ કંડલાના જેટી એરીયામાં કયારેક જેટી વીસ્તરાોમાં ક્રેઈનમાં કોઈ સમસ્યાઓ ઉભી થાય અને ઘટના બની જતી હોય છે તો કયારેક અહી આવતા વાહનોના ડ્રાયવરોની બેદરકારીના પગલે ગંભીર દુૃઘટનાને અંજામ અપાઈ જતો હોય છે.  દરમ્યાન જ ગત રોજ ડીપીએ કંડલાની જેટી નંબર ૯ ઉપર મોટી દુર્ઘટના બનવા પામી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જેટી નંબર નવ પર એક ડમ્પર એકાએક જ જહાજની સાથે અથડાતા અહી દોડધામ મચી જવા પામી હતી. ડમ્પરના ડ્રાયવરે કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવવા પામી રહ્યું છે. અહી આવતા વાહનોના ડ્રાયવરોની વાહનચાલક તરીકેની યોગ્યતાઓ ચકાસાય છે ખરી? અહી દોડતા વાહનોના પણ ફીટનેશ જોવામા અવે છે ખરા? ડોક સેફટી વિભાગ ડીપીએ-કંડલા તથા ટ્રાફિક વિભાગના આ બાબતના જાવાબદાર એટીએમ સહિતનાઓના કડક પુછાણા લેવા જોઈએ.આ બાબતે કંડલા પોર્ટ-ડીપીએના પીઆરઓ ઓમ પ્રકાશ દાદલાણીનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ તેઓએ ફોન ઉપાડવાની તસ્દી જ ન લેતા તેમની પ્રતિક્રીયા જાણી શકાઈ નથી.

 

Comments

COMMENT / REPLY FROM