કોણ બનશે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ? ભરેલુ નારિયેળ : જો અને તોની ચર્ચાઓ તેજ
જેમની પસંદગી થશે તેમને ગાંધીનગરનું આવશે તેડું
ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખોની વરણી પ્રક્રીયાના ધમધમાટ વચ્ચે અટકળોની બજાર ગરમ : રીપીટના ઉજળા સંકેતો વચ્ચે અન્ય ૧૦ જેટલાઓએ દાવેદારી નોંધાવતા સમીકરણોની ચર્ચામાં નવી વાતો ઉમેરાઈ
પ્રદેશ સ્તરે આજે ચર્ચા, ૭મીએ પ્રદેશના નકકી નામો કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે પરામર્શ કર્યા બાદ ૮મીથી નામો કરી દેવાશે જાહેર : સર્વસહમતી સંધાઈ જશે તેવા પ૦ ટકા જિલ્લાઓના નામો પ્રથમ કરી દેવાશે જાહેરઃ કસમકસ, તેલ અને તેલની ધાર જેાવાની સ્થિતી જે જિલ્લાઓમાં સર્જાશે ત્યાના નામોની જાહેરાત થશે છેલ્લે : રાજકીય ઉત્કંઠાનો વર્તારો
વર્તમાન પ્રમુખ ઉપરાંત પૂર્વ પ્રમુખ-પૂર્વ ધારાસભ્ય, વર્તમાન અને પૂર્વ મહામંત્રીઓ, તાલુકા સંગઠનના યશસ્વી સેવા બજાવી ચૂકેલા સહિત કેટલાક નવા ચહેરાઓ પણ છે મેદાનમાં
વિસ્તારવાઇજ કચ્છમાંથી ભુજ, અંજાર-રાપર-માંડવી માંથી થઈ દાવેદારી
સોશ્યલ મીડીયામાં એકિટવ કરનાર પ્રમુખની ઓળખ ધરાવનારા અને પૂર્વ્ ધારાસભ્ય તથા વર્તમાન સમયે જ મહારાષ્ટ્ર સહિતના રાજયમાં પક્ષને માટે યશસ્વી ચૂંટણી લક્ષી મહેનત કરી જીત સરળ બનાવનાર પંકજ મહેતાનું છે, તે પછી અંજાર તાલુકામાં બે ટર્મથી પ્રમુખ પદે રહી, મોટા નેતાઓની વચ્ચે સામંજસ્ય સાધી, પક્ષની સ્થિતીને મજબુત કરનાર કર્મઠ, યુવા-પીઢ, તથા લોકસેવાના પર્યાય તરીકે પ્રસ્થાપિત અને સાયલેન્ટ પ્રજાસેવક એવા શંભુભાઈ મ્યાત્રા છે મોખરાના સ્થાને : સાચુ ચિત્રતો ભરેલુ નારિયેળ ખુલ્યા બાદ જ આવશે ખ્યાલ
ગાંધીધામ : ગુજરાત રાજયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ બાદ હવે શહેર-મડળ-તાલુકા અને જિલ્લા પ્રમુખોની વરણીની પ્રક્રીયાનો ધમધમાટ ચાલી રહ્યો છે. મંડળોમાં મહદઅંશે વરણીઓ કરી દેવામા આવી છ ત્યારે હવે જિલ્લા સરંચનાઓ, પ્રમુખ પદના નામોની પ્રક્રીયાનો ધમધમાટ હાથ ધરવામા આવ્યો છે. દરમ્યાન જ કચ્છમાં પણ રાજયની સાથે જ શિસ્તબદ્ધ પક્ષ ભાજપ દ્રારા આ પ્રક્રીયા આટેાપી લેવામા આવી છે.કચ્છમાં દેવજીભાઈ વરચંદ પાછલા ૧૪ માસથી જિલ્લા ભાજપના પ્રમુખપદે સેવા બજાવી રહ્યા છે. અહી કેશુભાઈ પટેલ ધારાસભ્ય પદે આરૂઢ થતા જિલ્ઢલા અધ્યક્ષ તરીકે તેઓની ચાલુ ટર્મમાં જ દેવજીભાઈને જવાબદારી સોપવામા આવી હતી. દેવજીભાઈએ કચ્છમાં યશસ્વી અને નિર્વિવાદીત રીતે જ પક્ષમાં તેમનો કાર્યકાળ ચલાવ્યો છે. તેઓનો પ્રમુખપદનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા પામ્યો નથી તે સહિતના સમીકરણોને જોતા તેમને રીપીટ કરવાની સંભાવનાઓ વધુ ઉજળી બની રહેલી જોવાઈ રહી છે.
કચ્છમાં પ્રદેશ નીરીક્ષક, કલસ્ટર ઈન્ચાર્જ કમાભાઈ રાઠાોડના નેતૃત્વ અને સીધા જ મોનીટરીંગ તળે ગત રોજ દાવેદારી સ્વીકારવાની પ્રક્રીયા, સેન્સ લેવાની કાર્યવાહી કચ્છ-ભુજ ખાતે હાથ ધરવામા આવી હતી. દેવજીભાઈ રીપીટ થવા પામશે તેવી જ સંભાવનાઓની સાથે જ કચ્છમાં જિલ્લા પ્રમુખ બનવા માટે ૧૦થી વધુ જેટલા ઉમેદવારોએ વીધીવત દાવેદારી નોધાવી દેતા હવે રાજકીય રીતે આંતરીક ચર્ચાઓ તેજ બની જવા પામી ગઈ છે. તેની સાથે જ રાજકીય બેડામાં જો અને તોની ચર્ચાઓએ પણ જોકડી લીધુ છે.
જિલ્લા પ્રમુખ માટેની વીધીવત રીતે જ પ્રક્રીયા ગઈકાલે આટોપી લેવામા આવી હોવાથી હવે કોણ બનશે જિલ્લા ભાજપ પ્રમુખ? સંગઠનમાં કોને સ્થાન મળશે? તેવા સવાલો સાથે જ આ નામનુ ભરેલુ નારીયેળ બન્યુ હોય તેવી સ્થિતી સર્જાઈ ેછે. જિલ્લા ભાજપ પ્રમુખ માટેના દાવેદારોના નામો સામે આવવા પામી જતા ચર્ચાઓના સમીકરણો અને પડીકાઓ પણ ખુલવા પામી રહ્યા છે. જે નામો રજુ કરવામા આવ્યા છે તેમાં વર્તમાન પ્રમુખ, પૂૃવ જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય સહિતનાઓ દ્વારા દાવેદારી નોધાવવા પામી છે. દેવજીભાઈ રીપીટ થાય તો તે સર્વ સ્વીકાર્ય રહેલા જ છે, તેમના પછી કચ્છ જિલ્લા ભાજપને હાઈટેક બનાવનાર તથા મોટર સાયકલ યાત્રાથી કચ્છભરમા ભાજપનો અનેરો આંતરીક કરંટ ઉભો કરી સોશ્યલ મીડીયામાં પણ ભાજપને વધુ જાગૃત બનાવર પંકજ મહેતાુનં નામ આવી રહ્યુ છે, પંકજભાઈ મહેતાએ તાજેતરમાં જ મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજયોની ચુંટણીમાં પક્ષને માટે યશસ્વી સેવાઓ બજાવી જે જે વિસ્તારોની જવાબદારી પક્ષ દ્વરા અપાઈ તેને બખુબી નિભાવી અને મોટાભાગના વિસ્તારોમાં પક્ષની જીત સરળ બનાવી દીધી હતી, તેમને પક્ષ કદાચ તાજેતરની આ સિદ્ધીનો શિરપાવ આપી શકે છે, આમ તો પંકજભાઈ મહેતાને પ્રદેશ ટીમમાં કયાંક ને કયાંક વિશેષ તક મળવાની સંભાવનાઓ વધારે ઉજળી બનેલી જોવાઈ છે, તે વચ્ચે ત્રીજુ નામ આહીર સમાજમાંથી સર્વ લોકપ્રીય, સર્વ સ્વીકૃત, યુવા તથા પીઢ અને નાની ઉંમરે મોટી સમજણ ધરાવનારા અંજાર તાલુકામાં પાછલી બે ટર્મથી યશસ્વી પ્રમુખપદની સેવાઓ બજાવી અને અંજાર તાલુકાના રાજકારણમાં આંતરીક મોટી ખેંચતાણોમાં પણ મીઠી સુલેહ કરાવવા બદલની અનેરી ઓળખ ધરાવનારા કર્મઠ લોકસેવક શંભુભાઈ મ્યાત્રાનું નામ આવી રહ્યું છે. આ ઉપરાંતના મજબુત નામોમાં વર્તમાન અને જિલ્લા ભાજપના પૂર્વ્ મહામંત્રીઓએ પણ પોતાનુ નામ આગળ કરીને કિસમત અજમાયીશ કરી છે. તે સિવાયના ચારથી પાંચ નામો પણ દાવેદારીમાં આગળ આવ્યા છે. આ બધાય સમીકરણોન ેજોતા કયાંક ને કયાંક પ્રથમ તો પક્ષે આ વખતે નકકી કરેલા ૭ કોઠા ભેદી શકનારાઓને પ્રથમ તક આપવામાં આવશે, જે-તે જિલ્લા વિસ્તારો અનુસારના જાતીગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે તેમ પણ મનાય છે. ઓબીસી સમુદાયને પ્રાથમિકતા આપવમાં આવશે, તેને લઈને જો અને તોની વાતો થઈ રહી છે, જો ઓબીસી નહી તો પાટીદાર? જો કે પાટીદાર સમુદાયમાથી કોઈએ ફોર્મ ભર્યાનુ સત્તાવાર રીતે જાહેર થયુ નથી, તો વળી જૈન સમુદાય પણ તેઓનેહાલમા કોઈ મોટું સ્થાન મળ્યુ ન હોવાના સમીકરણોથી લોબીંગ કરી રહ્યુ હોવાની પણ માંગ કરી રહ્યુ છે. મુખ્ય આવી ખેચતાણો અને લોબીંગ વચ્ચે કોણ બનશે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ? તેનુભરેલુ નારીયેળ ગાંધીનગર પ્રદેશ કક્ષાએ પહોચી રહ્યું છે. ગાંધીનગરમાં પ્રદેશ કક્ષાએ ચચાઓ કરવામા આવશે, નામ નકકી થશે, તેને ૭મી જાન્યુઆરી આસપાસ કેન્દ્ર હાઈકમાન્ડ સમક્ષ ફાઈલન અંતિમ મંજુરીની મહોર માટે મોકલી આપવામા આવશે અન ૮મી જાન્યુઆરીથી આ નામો ધડાધડ જાહેર કરવામા આવી શકે છે તેવુ અનુમાન હાલતુરંત કરાવમા આવી રહ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે, જે નામો સર્વસહમતીથી પસંદ કરવામા આવ્યા હશે તેવા પ૦ ટકા જિલ્લાઓના નામોની જાહેરાત પહેલા કરી દેવામા આવશે અને જયા કસમકસ કે સહેજ ખેંચતાણની સ્થિતી સર્જાશે તેવા જિલ્લાઓના નામો બાદમાં જાહેર કરવામા આવશે.

Comments