Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સફાઈના નામે ત્રાગા કરનારા અમુક રાજકારણીઓને પ્રબુદ્ધ આલમનો તીખો ટોણો : ફોટોસેશન છોડો-પ્રજાને મુર્ખ ન બનાવો..!

05 January

ઝાડુ હાથમાં લઈ સફાઈ કરવાના બદલે વોર્ડવાઈઝ સફાઈનું કરો નિરિક્ષણ !





મોટા ઉપાડે ઝાડું હાથમાં લઈ અને સફાઈના નામે ચાલતા ડીંડક સામે જાગૃતવર્ગનો સુચક ઈશારો : ખુદ સફાઈ કરવા જાવ છો, ત્યાં કચરો કેટલો હોય છે, કોણ કચરાની ડોલ સાથે લાવે છે, તે બધુ પ્રજા જાણે છે, સફાઈ ઝુંબેશ, સ્વચ્છતાના નામે પબ્લીકને ઉલ્ટા ચશ્મા પહેરાવવાનુ હવે બંધ કરો તો સારૂ, હકીકતમાં જો શહેર-સંકુલો ચોખ્ખા કરવા જ હોય તો ખુદ ઝાડુ ફેરવવા ઉતરવાના બદલે વોર્ડવાઈઝ સફાઈની નીરીક્ષણ કરવાનું શરૂ કરો, વોર્ડની વચ્ચે સફાઈ માટેની તંદુરસ્ત સ્પર્ધાઓનું કરો આયોજન




ગાંધીધામ : સ્વ્છતા પખવાડીયા, સફાઈ ઝુંબેશ ઠેર ઠેર માત્ર કાગળ પર જ રહેતી હોય અને કચરા-ગંદકી તો જસની તસ જ રહી જતી હોવાની ફરીયાદો સવાર પડેને મોટા મથાડાઓ સાથે પ્રસીદ્ધ થતી જોવા જ રહેતી હોય છે. આવામાં સફાઈના નામે ત્રાગા કરનારા કેટલાક બની બેઠેલા રાજકારણીઓને પણ અહી પ્રબુદ્ધવર્ગ તીખો ટોણો જ ફટકારતા કહી રહી છે કે, પ્રજાને કેટલી મુર્ખ સમજો છો? હજુ કેટલા ઉલ્ટા ચશ્મા પહેરાવશો, માત્ર ફોટોસેસન પુરતી સફાઈના નાટકો બંધ કરો અને હકીકતમાં સ્વચ્છતા-સફાઈ થાય, ગંદકી દુર થાય તે દીશામાં કામ કરવાનું વિચારો.
આ સંદર્ભે પ્રબુદ્ધવર્ગમાં ચાલતી ચર્ચાઓની વાત કરીએ તો છાશવારે અમુક ઝભ્ભાલેંગાવાળાઓ રસ્તાઓ પર હાથમાં મોટા મોટા ઝાડુઓ લઈ અને જાણે કે સફાઈના નામે ફોટોસેસન કરાવવા જ પહોચી જતા હોય તેવો તાલ થતો રહે છે, ખરેખર રાજકીય નેતાઓ હાથમાં ઝાડુ લઈ અને સફાઈ અભિયાન-ઝુંબેશના નામે જે મોટા ઉપાડે પ્રસિદ્ધીઓ મેળવી રહ્યા છે તેના કરતા તો રાજકારણીઓએ સફાઈ  બાબતે જો સાચુ અને નેત્રદિપક કામ કરવુ જ હોય તો, અલગ અલગ વિસ્તારોમાં સરપ્રાઇજ ચેકીંગ કરવી જોઈએ. 
સફાઈ કયા વિસ્તારોમાં કેવા પ્રકારની થાય છે? સરકાર તબક્કે શહેરોમાં સફાઈ માટે ડ્રાય અને ભીના કચરાઓ ઉપાડવા, શેરી-મહોલ્લાઓની સફાઈ કરવા માટે પણ અનેકવિધ મોટ સેવાઓ અને વ્યવસ્થાઓ ઉપબલ્ધ કરાવી જ છે ઉપરાંત પણ સફાઈ કેવી થાય છે તે ગામડાઓમાં જઈને જોવાની જરૂર નથી કે શહેરમાં કયાંય શોધવા જવાની જરૂર નથી, મોટા મોટા પોઝ વિસ્તારો હોય કે પછી શહેરોના ક્રીમ એરીયા હોય, તેમાં ગંદકીના ગંજ રોબતા મુજબ જ મળી જ આવી રહ્ય છે? આવુ થવાનુ કારણ શું છે? હકીકતે ખુદ હાથમાં ઝાડુ લઈ જઈ અને સફાઈના નામે ત્રાગા કરી અને પ્રજાને ઉલ્ટા ચશ્મા પહેરાવી મુર્ખ બનાવવાના કૃત્યો કરવાના બદલે આ રાજકારણીઓ તેમના મતવિસ્તારોમાં અચાનક સરપ્રાઇઝ ચેકીંગ કરી, સફાઈ કામની સમીક્ષાઓ સ્થળ પર જ કરે, સફાઈ જોવા ન મળે તો તે વિસ્તારના નાગરીકોને બોલાવે, તેમની વ્યથાઓ સાંભળે અને તેની સામે જ જે-તે વિસ્તારના પ્રાજકિય પ્રતિનીધીઓને પણ જાહેરમાં તેડાવે અને તંત્ર તથા તાબાના કર્મચારીઓ અથવા તો આઉટ સોર્સ કરેલા કર્મચારીઓ સફાઈ કેમ નથી કરતા? અથવા તો કેવા કારણોસર સફાઈ કરવામાં ઉણા ઉતરી રહ્યા છે? તેના પુછાણા સ્થળ પર જ લેવા જોઈએ? પ્રજાજનોને સાંભળી, જે તે વીસ્તારના પ્રજાકીય પ્રતીનિધીઓથી પણ પુછવુ જોઈએ કે, અહી સફાઈ નથી થતી, તો તમે તંત્રને કેટલા પુછાણા કર્યા છે? 
 નથી કર્યા તો શા માટે નથી કરતા? જો આ રીતે સરપ્રાઈઝ તવાઈ રાજકારણીઓ અલગ અલગ વિસ્તારોમાં બોલાવે અને સફાઈ બાબતે તંત્ર-સરકારી કર્મીઓ, ઠેકેદારોના કડક રાહે ઉધડા લેવાનુ શરૂ કરે તો વધારે રૂડું અને પ્રજાહિતનું કામ બની રહેશે તેમ જાણકારો કહી રહ્યા છે. સરપ્રાઇજ વિઝિટ ઉપરાંત રાજકીય આગેવાનોએ ખુદ વોર્ડવાઇઝ સામેથી કાર્યક્રમો અને શિડયુઅલી તારીખો-સમય જાહેર કરવા જોઈએ, કે રાજકીય આગેવાનો કયા વોર્ડમાં કયા સમયે સફાઈની ચકાસણી માટે આવશે? એટલુ માત્ર જ નહી પરંતુ સફાઈ માટે વોર્ડની વચ્ચે હરીફાઈ પણ રાખવી જોઈએ. જો આ રીતે તદુરસ્ત હરીફાઈનું આયોજન કરવામા આવે તો હરીફાઈમાં નંબરો મેળવવા માટેની રસ્સાકસ્સી પણ ચોકકસથી થાય અને તેમ થાય એટલે તેનો લાભ પ્રજાજનોને સારી સફાઈના રૂપમાં પણ ચોકકસથી મળવા પામે તેમ કહેવુ પણ વધુ પડતુ નહી ગણાય. જાણકારો અને કેટલાક આખા બોલા તો એમ પણ કહી રહયા છે કે, યે પબ્લીક હે સબ જાનતી હે. રાજકારણીઓ સફાઈના નામે હાથમાં ઝાડુ લઈને જાય છે ત્યારે કેવા પ્રકારના નાટકો જ રચાય છે, સફાઈ કરવા જયા જાય છે ત્યાં કચરાની ડોલ કોણ ઠાલવે છે, કચરો કેવી રીતે સાફ કરાય છે, કેટલા અને કેવા કેવા તેના ફોટાઓ પડાય છે, કેવી તેની વાહવાહી ખોટે ખોટી લુંટ લેવાય છે, આ બધુ જ પ્રજા સારી રીતે જાણે છે? ખરેખર સફાઈ કરવાના નામે ફોટોશેસન માટે ઉતરતા અમુક રાજકારણીઓ સફાઈ તો શુ કરે છે તેની તેમને જ ખબર, પરંતુ ઉલ્ટાનો કચરો તેમના ગયા પછી અહી વધી જતો હોય છે. આ ઉપરાંત તેઓ સફાઈ માટે ઉતરતા હોવાથી તેમની પાછળ આખેઆખું તંત્ર પણ કામે લાગી જત  હોય છે એટલે કે, પ્રજાના કામો કરનાર સરકારી કર્મીઓ, અધિકારીઓ અહી રોકાઈ જતા હોવાથી પ્રજા કામો પણ ટલ્લે જ ચડી જતા હોવાની સ્થિતી સર્જાઈ જતી હોય છે.  એટલે હકીકતમાં હવે રાજકારણીઓ સફાઈના નામે પ્રજાને મુર્ખ બનાવવાનુ બંધ કરે તો સારૂ અને સાચી અને સારી નીતીથી સરકારની અને રાજકીયપક્ષની પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સુત્રને સાર્થક કરાવવા માટે આગળ આવે તે જરૂરી બની રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM