Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ પોલીસે વર્ષ ર૦ર૪માં નાસતા ફરતા ૧૬૭ આરોપીને ઝડપી લીધા

05 January



ર૦ર૩ માં ૭૪ આરોપી જ પકડાયા હતા : ડ્રાઈવ ચાલુ રહેશે



ગાંધીધામ : ગુનો દાખલ થયા બાદ આરોપી લાંબા સમય સુધી ન પકડાય તો તેને નાસતો ફરતો જાહેર કરવામાં આવે છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઝુંબેશ અંતર્ગત વર્ષ ર૦ર૪ માં ૧૬૭ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જે વર્ષ ર૦ર૩ કરતા બમણા છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ એસપી સાગર બાગમાર દ્વારા નાસતા ફરતા આરોપીઓ અને લીસ્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત અંજાર અને ભચાઉ વિભાગ હસ્તકના થાણાઓ તેમજ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિતની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષ ર૦ર૩ માં ૭૪ નાસ્તા ફરતા આરોપી પકડાયા હતા, જયારે ર૦ર૪ માં ૧૬૭ શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં રાપર તાલુકામાં ચકચાર જગાવનાર વર્ષ ર૦૦૧ ના સુરબાવાંઢ હત્યાકાંડના આરોપી અરજણ રૂપા કોલી તેમજ કંડલા મરીન પોલીસમાં વર્ષ ર૦૦૦ માં નોંધાયેલા ગુનામાં રાજસ્થાનના મંગળરામ બીરદારામ જાટને ઝડપી લેવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમ્યાન વર્ષ ર૦૦૦ થી આજદીન સુધી નોંધાયેલા ગુનામાં ફરાર શખ્સોને ઝડપી લેવાયા હતા. જેમાં ર૦ર૩ માં થાણાઓમાં ચડેલા ગુનાઓમાં સંડોવાયેલા ૭૪ શખ્સનો સમાવેશ થાય છે. નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ડ્રાઈવ ચાલુ રહેશે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કટિબદ્ધ હોવાનું એસપી સાગર બાગમાર દ્વારા જણાવાયું હતું.

Comments

COMMENT / REPLY FROM