Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છના નવા તટસ્થ-કાયદાનિષ્ઠ ડીએસપીશ્રીનું મોરલ તોડવાનું કૃત્ય તો નથી ને?

05 January

માંડવી બીચ પર દારૂ ન પીધો તો બીજું શું કર્યુ..!




માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ લઈ લોના નારા સાથે બુટલેગર-ફોલ્ડરીયો ફરતો રહે, તેનો વીડીયો બની જાય, માર્કેટમાં પણ ઠેર-ઠેર વહેતો થઈ જાય, આ બધુ જ શું સુચવી રહ્યું છે..? : એસપીશ્રી આગવી કોઠાસુઝ સાથે કરે ઉંડો વિચાર : થોડા સમય પહેલા જ મામલતદારશ્રીએ બેઝઓઈલ પકડી પાડયું છે, તો આ બધાય પોઈન્ટ સ્થાનિક પોલીસને નથી દેખાતા? જો કે, પૈસા-વહીવટ થતો જ હોય તો પછી પોલીસને બેઝઓઈલના આ પોઈન્ટ દેખાય પણ કેવી રીતે?

નવનિયુકિત એસપીશ્રી વિકાસ સુંડા કાયદાને વરેલા છે, તેઓની ધાક બેસાડતી કાર્યવાહી તો ચાર્ઝ સંભાળતા જ થોકબંધ કર્મીઓની અદલાબદલીનો ગાણવો કાઢવા પરથી જ ખ્યાલ આવી જાય છે, તો શું આવા વહીવટદાર તત્વોને એસપીશ્રીની કડકાઈ આંખમાં કણાની જેમ ખુંચી ગઈ અને આ અધિકારી પર સવાલો ઉભા થાય, બદનામી થવા પામે તે અનુસારનું કૃત્ય ઈરાદાપૂર્વક તો કોઈએ નથી કર્યુ ને...!

જયાં સુધી નરેન્દ્ર જેવા વહીવટદારોને અગાઉની જેમ કચ્છ બહાર નહી ફેંકાય ત્યાં સુધી કડક અધિકારીને કામ કરવુ અને દારૂ બંધ કરાવો થઈ જશે મુશ્કેલ : કુખ્યાત બુટલેગરો સાથે ભાગબટાઈ કરીને નરેન્દ્ર જવા એટલા તાકાતવાર બની ગયા છે કે,  અગાઉ જિલ્લા બહાર બદલાયો હતો તો પણ કચ્છમાં બદલી કરાવી ફરીથી સારી જગ્યાએ જ ગોઠવાઈ ગયો : નરેન્દ્ર જેવા જ વહીવટદારો થકી ભુજમાં પુના જેવો બુટલેગર પડયો પાથર્યો રહ્યો, એલસીબી-એસઓજી કે અન્ય કોઈ પોલીસે તેના પર હાથ ન નાંખયો અને ગાંધીનગરથી એસએમસીને પુનાની ધરપકડ કરવા ભુજ સુધી દોડી આવવુ પડયુ..ઃ વિચાર કરો નરેન્દ્ર મહેરબાન તો પુના જેવા અન્ય કેટકેટલા બુટલેગરો અને ધંધાવાળાઓ પહેલવાન નહી બની બેઠા હોય..! : નવનિયુકત એસપીશ્રી લાલઆંખ કરે, આવા ધંધાદારીઓને તથા તેમને ઉત્તેજના આપનારા અમુક ખાખીધારીઓને શોધીને નશ્યત કરે  : આવા વહીવટદારોની મિલ્કતોની તપાસ કરાવાશે તો પણ ઘણુ બંધુ બહાર આવશે


ગાંધીધામ : પશ્ચીમ કચ્છના નવનિયુકત યુવા એસપી શ્રી વિકાસ સુંડા કાયદાનિષ્ઠ અને તટસ્થ અધિકારીની છબી ધરાવી રહ્યા છે. સરહદી વિશાળ જિલ્લો પશ્ચીમ કચ્છ અનેકવિધ રીતે કાયદાકીય દ્રષ્ટીએ પડકાર ભરેલો છે ઉપરાંત પણ અહી આવતા વેંત જ તેઓએ કાયદાની ધાક પ્રસ્થાપિત કરવાની દીશામાં કાર્ય હાથ ધર્યા છે જેનાથી ગુનેગારોમાં ફફડાટ જોવાઈ જ રહ્યો છે. તો વળી આ એસપીશ્રીએ જિલ્લામાં પરસ્પર બદલીનો પણ ગાણવો વછુટાવી દીધો અને તેમાંય પણ નખત્રાણા જેવા વીસ્તારોમાથી વહીવટદારોને પણ સરહદ દેખાડી દેતા અહી લોકોમાં ખુશી ફરી વળેલી જોવા મળી હતી ત્યારે આવા એસપીશ્રી અહી સેવારત રહેલા છે તેમ છતા પણ માંડવીના દરીયાઈ વિસ્તારમાં આવો .આવો માંડવી બીચ પર દારૂ ન પીધો તો બીજું શું કર્યુ? તેમ કહેતો બુટલેગર ખુલ્લેઆમ દેખાય છે, તેનો વીડીયો બની જાય છે અને તે વીડીયો માર્કેટમાં ફરતો પણ થઈ જાય છે, ખુબ વાયરલ પણ થાય છે તેની પાછળનું રહસ્ય શું હોઈ શકે? માંડવીમાં આ રીતે બુટલેગરો છાકટા બનીને ફરતા હોય તો કાં તો સ્થાનિક પોલીસની નબળાઈ કહી શકાય, આવા બુટલેગરો અને ગુનેગારોને પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ દર્શાવે છે અથવા તો પછી અવા બુટલેગરો કયાંક ને કયાંક કોઈને કોઈ મળતીયા  ભ્રષ્ટ ખાખીધારીનો ટેકો જ મળેલો હોય તેમ માનવુ વધુ પડતુ નહી કહેવાય. કારણ કે, બુટલેગર દારૂ ખુલ્લેઆમ નથી માત્ર વેંચતો પણ બિનધાસ્ત બુમો પાડીને માર્કેટીંગ કરતો જોવાઈ રહ્યો છે? આ બન્ને સિવાયનું ત્રીજુ કારણ હોઈ શકે કે, કોઈ ભ્રષ્ટ ખાખીધારીએ આવા બુટલેગરને કોઈ પણ પ્રકારનું ઉત્તેજન આપ્યુ લાગે છે? ખૈર કારણ ગમે તે હેાય પરંતુ આવી ઘટનાઓ ખુલ્લીને બહાર આવી રહી છે ત્યારે ચોકકથી પશ્ચીમ કચ્છ જિલ્લામાં ધાક બેસાડતી અને કડક અધિકારીની છબી ધરાવી રહેલા પશ્ચીમ કચ્છ એસપીશ્રીની કામગીરી અને નૈતિકતાને ચોકકસથી ધક્કો લાગે જ લાગે? ત્યારે જાણકારો એવો પણ સવાલ કરી રહ્યા છે કે, માંડવી બીચનો બુટલેગરનો વીડીયો કયાંક ને કયાંક આવા સનિષ્ઠ અધિકારીના કડકાઈથી કામ કરવાના મોરલને તોડવા માટેનું કોઈએ જાણી જોઈને આદરેલુ કૃત્યુ તો નથી ને? જાણકારો કહી રહ્યા છે કે, પશ્ચીમ કચ્છ વચ્ચે થોડા સમય રેઢું પટ્ટ સમાન જ બની રહ્યુ હતુ, રાજકોટની ઘટના બાદ અહીના એસપીને ત્યાં મુકાયા તે બાદ ઈન્ચાર્જના ભરોસે ચાલ્યુ તો વળી કેટલોક સમય આ જગ્યા ખાલી પણ પડી રહી, તેવામાં નરેન્દ્ર જેવા જુના અને જાણીતા વહીવટદારોને મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ નરેન્દ્ર જેવા વહીવટદારો થકી બેનામી ધંધાવાળાઓ અહી ફાટીને ફુલેકે જ ચડી જવા પામ્યા હોય તેવી સ્થિતી સર્જાતી જોવા મળી આવી હતી. નરેન્દ્ર જેવા ભ્રષ્ટાચારીઓ ની ભાગબટાઈથી જ તો કુખ્યાત બુટલેગર પુનો પણ કેટલો ફાટીને ધુમાડે ગયો હતો તે તાજેતરમાં જ જોયુ છે. કચ્છ આખાયમાં દારૂના મસમોટા નેટવર્કને ધમધમાવતા પુનો ભુજમાં જ લાંબા સમયથી પડયોપાથર્યો રહ્યો હતો છતા પણ તેને સ્થાનિકે કોઈ જ પોલીસે પકડવાની હિમંત ન કરી, અને ગાંધીનગરથી પુનાને પકડવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલને ત્રાટકવાની ફરજ પડી ગઈ હતી. વિચાર કરો, નરેન્દ્ર જેવાઓ થકી પુના જેવા કેટલા બીજા બુટલેગરો અને બેનામી ધંધાર્થીઓ છાકટા નહી બન્યા હોય ...!  જાણકારો કહે છે કે, જયા સુધી નરેન્દ્ર જેવા અહી પડયાપાથર્યા છે ત્યાં સુધી કડક અને તટસ્થ અધિકારીઓએ અહી દારૂબંધીની અમલવારી કરાવવી કપરૂ જ બની રહેશે. નરેન્દ્રને જે રીતે અગાઉ કચ્છથી દુર બદલી ફેકી દેવાયેલ હતો તેવી જ રીતે બદલવામાં આવે, કચ્છ બહાર કાઢવામાં આવે તો જ દારૂની બદી દારૂબંધી બની રહેશે નહી તો આ નરેન્દ્ર આવા બેનામી ધંધાઓથી એટલો તાકાતવાર બની જવા પામ્યો છે કે, અગાઉ તેને કચ્છથી બહાર તગેડાયો હતો છતા પણ પૈસાના જોરે કચ્છમાં બદલાઈ આવી અને સારી જગ્યાએ ગોઠવાઈ ગયો છે. હકીકતમાં નવનિયુકત એસપીશ્રી વિકાસ સુંડા આવા વહીવટદારો સામે લાલઆંખ કરે અને બેનામી ધંધાર્થીઓ તથા તેને ઉત્તેજન આપનારાઓને નશ્યત કરી દેખાડે તે જ સમયતો તકાજો બની રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM