કંડલામાં માળીયાવાળી નવી લેડી ડોન ફાતમાનો વકરતો લુખ્ખો આતં
ફાતમા અને તેના પુત્રની દાદાગીરી કંડલામાં માથું ઉચકે છે, રેલવે વિસ્તારમાં દેશી દારૂના ઠેર-ઠેર અડ્ડાઓ ધમધમાવાવ, ગાંજાનું ધુમ વેંચાણ, ફુલ સ્પીડમાં ગાડીઓ દોડાવી આમપ્રજાજનો તથા અન્યો પર રોફ જમાવીને કાયદાના રક્ષકોને રીતસરનો પડકાર જ ફેકતી હોવાનો વર્તારો : ફાતમાના અધમથી ખાખીધારીઓ અજાણ છે કે પછી અમુક ખાખીધારીઓની રહેમ નજરે જ આ ફાતમા અને તેનો પુત્ર ફાટીને ફુલેકે ગઠા છે..?
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા કંડલા સંકુલમાં દારૂનું દુષણ તો ફુલ્યુ ફાલ્યું જ છે, અહી દારૂના ધંધાઓ તો ઠેર ઠેર ધમધમી જ રહ્યા છે તેવામાં હવે માળીયાથી ઉતરી આવેલી લેડી ડોન ફાતમા ફાટીને ફુલેકે ચડવા પામી ગઈ હોવાની ચકચાર સર્જાવવા પામી રહી છે. આ મામલે અંતરંગ વર્તુળોમાથી સામે આવતી વિગતો અનુસાર કંડલામાં દેશી-અંગ્રેજી દારૂની તો રેલમેલ થઈ જ રહી છે, આ દુષણ તો અહી સમજવાનું નામ જ નથી લેતુ તેવામાં હવે માળીયા વાળી ફાતમા અહી ઉતરી આવી છે. અને રેલવે વિસ્તારની હદમાં ફાતમાના દારૂના અનેક પોઈન્ટ ધમધમી રહ્યા હોવાનુ મનાય છે. મોટાપાયે રલવે વિસ્તારમાં પોઈન્ટ ચલાવનારી ફાતમા અને તેનો પુત્ર અહી ગાંજાનુ પણ નેટવર્ક ઘણું વિકસાવી ચૂકયા હોવાનુ પણ ચર્ચાય છે. દેશીદારૂ-ગાંજા જેવા ધંધાઓમાં વ્યાપક હથરોટી ધરાવનારી ફાતમા જાણે કે હવે માળીયાથી આવી અને કંડલામાં પોતાને ડોન તરીકે સ્થાપિત કરવા જ મથતી હોય તેવી રીતે રોડ-રસ્તાઓમાં આડેધડ ભારે સ્પીડમાં વાહનો ચલાવી અને ખુલ્લેઆમ દાદાગીરી, લુખ્ખાગીરી કરતી હોવાનુ પણ ચર્ચાય છે. દારૂ અને ગાંજાના ધંધાથી મોટાપાયે ખુદને ડોન દેખાડવા મથતી આ ફાતમા અને તેના પુત્રના ધંધાઓ અંગે ખાખીધારીઓ અજાણ છે કે પછી એક યા બીજા કારણોસર ફાતમા કાયદાને લલકારીરહી હોવા છતા પણ તેની સામે કાર્યવાહી કરવામાં આંખ મિંચામણા કરવામાં આવી રહ્યા છે?

Comments