કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ૭ કોઠા ભેદવા પડશે : માપદંડોમાં કોણ ઉતરશે ખરૂં?
આવતીકાલથી સંગઠન ચૂંટણી અધિકારી દ્વારા દાવેદારી સ્વીકારાશે : આગામી રવિવારે જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાશે : તે બાદ સોમવારે ફરીથી પ્રદેશમાં બેઠક યોજાશે અને સંભવત ૮મીએ નામોની કરી દેવાશે જાહેરાત
પક્ષ દ્વારા નકકી કરાયેલા માપદંડોમાં ગુનાહિત ઈતિહાસ ન ધરાવનાર,
ચારિત્ર્યની બાબતમાં ચોખ્ખા હોવુ ફરજીયાત છે, ત્યારે પ્રત્યેક નિયુકિત વખતે મોઢું ધોઈને બેસી જનારા ચોટી જેવા થનગનભુષણનું શું થશે? : રાજકીય બેડામાં આંતરીક ચર્ચા
ગાંધીધામઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર-તાલુકા પ્રમુખોની વરણી બાદ જિલ્લા પ્રમુખોની વરણી માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામા આવ્યો છે. ઉત્તરાયણ પહેલા જ રાજયના પ૦ ટકાથી વધુ જેટલા જિલ્લાઓને નવા જિલ્લા પ્રમુખો આપી દેવાનો લક્ષ્યાંક પણ નકકી કરી લેવામા આવ્યો છે અને તે માટેની પ્રક્રીયાઓનો પણ આતંરીક ધમધમાટ તેજ બની જવા પામી ગય છે. ગુજરાતમાં નવા રચાયેલા વાવ-થરાદ સહિત ૩૪ જિલ્લા પ્રમુખોની નિમણુક કરવાની પ્રક્રીયા વેગવાંતી બનાવી દેવાઈ છે. આગામી ચોથી જાન્યુઆરી એટલે કે આવતીકાલથી ફોર્મ ભરવા, દાવેદારી નોંધાવાવની પ્રક્રીયાનો ધમધમાટ શરૂ કરવામા આવશે અને તેની સાથે જ તારીખ પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરીના રોજ જીલ્લા સ્તરે બેઠકો હાથ ધરવામા આવશે. અને ૧૦મી જાન્યુઆરી પહેલા આ પ્રમુખોના નામોની જાહેરાત પણ કરી દેવામા આવશે.આ તો થઈ પ્રદેશ કક્ષાએથી આવેલા પ્રોટેોકાલ સહિતની વાત ત્યારે કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ બનવા માંગતા ઈચ્છુકોએ આ વખતે સાત-સાત કોઠા ભેદવાની નોબત આવવા પામી શકે તેમ છે. કચ્છમાં આમ તો પાછલા દોઢેક વર્ષથી સેવારત રહેલા દેવજીભાઈ વરચંદની રીપીટ થવાની શકયતાઓ વધારે સેવાઈ રહી છે પરંતુ ભાજપ લોકશાહી અને શિસ્તબદ્ધતા સાથે નિયુકિત પ્રક્રીયા કરતુ હોવાથી ફોર્મ સૌ કેાઈને ભરવા આપવાની તાકીદ કરી હોવાથી અન્ય દાવેદારો પણ ફોર્મ ભરી અને પોતાની દાવેદારી રજુ કરવાની તેયારીઓ આતરીક રીતે કરીને બેઠા હોવાનુ ચર્ચાય છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, આ વખતે ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ પદ બનવા માટે ચારણી જ ચલાવી લેવાઈ હોય તેવી રીતે કેટલાક ચોકકસ માપદંડો રાખ્યા છે અને તેથી જ આવા માપદંડોમાં જે ફીટ નહી બેસતા હેાય તે આપોઆપ જ પોતાની દાવેદારી નોધાવાનું માંડી વાળશે તો વળી જેઓ પ્રમુખ બનવા માંગતા હશે તે પ્રમુખ માટેના દાવેદારી માટે જરૂરી નિયમો પણ છે, જેમાં જિલ્લા પ્રમુખના દાવેદારી માટે વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, સાથે મંડલ અધ્યક્ષ અથવા જિલ્લા પ્રદેશ સ્તરે, પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે, જે જિલ્લા પ્રમુખ સતત બે ટર્મ જિલ્લા પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.જિલ્લા પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે તો એક્શન લેવાશે.
...........
આ ૭ કોઠા ભેદવા પડશે..!
વર્તમાન તેમજ પૂૃવમાં બે વાર સક્રીય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહીતી ફોર્મ સાથે જોડવાની રહેશે - જિલ્લા-મહાનગર પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જિલ્લા પ્રદેશ સ્તરે જિલ્લા પ્રદેશની ટીમ-મોરચા, પ્રકલ્પમાં કામ કરેલ હોવું જોઈએ(ફરજીયાત- જિલ્લા-મહાનગર પ્રમુખ તરીકે મહીલાનો પણ સમાવેશ કરી શકાશે - પરીવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે(બ્લડ રીલેશન- પરીવાર ગણવો માતા-પિતા-ભાઈ-પુત્ર-પત્ની)- જે જિલ્લા-મહાનગર પ્રમુખ સતત બે ટર્મ મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહી - જિલ્લા-મહાનગર પ્રમુખ બનવા માટે ઈચ્છુક વ્યકિતએ કોઈ પણ ગુનાહિત પ્રવૃતી સાથે સંકળાયેલ ન હોવા જોઈએ-ચારિત્રયની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે - પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યકિત પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહી

Comments