Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં ઝડપાયેલી ૩ કરોડની સોપારી કાસેઝ માં કયા યુનિટમાં જવાની હતી? પરવાનો જ નથી ત્યાં કેમ જઈ શકે?

02 January

કસ્ટમ RFID(પોતાનો સીલ) કેમ નથી લગાડતું?

મુંદરામાં ઝડપાયેલા કન્ટેઈનર કેટલા સમયથી સાઈડમાં મુકાયેલા હતા? 

નવાઝની પાછળ કોણ? સોપારી દાણચોરી માટે નવાઝને કોનો દોરીસંચાર..?




ગાંધીધામ : વિદેશથી કચ્છના બંદરો પર આવતી વસ્તુઓમાં પલટીપ્રથાનો સડ્ડો બરાબરનો થોડા સમય પહેલા ઘર કરેલો હતો અને તેમાં કસ્ટમથી લઈ અને અલગ અલગ એજન્સીઓ તથા પોલીસતંત્ર સહિતનાઓની ભૂમિકાઓ સિન્ડીકેટના ભાગરૂપે ખુલ્લીને બહાર આવવા પામી ગઈ હતી. બહુ ગાજી ગયેલી આ પ્રથામાં કઈક મોટા માથાઓના તપેલાઓ ચડયા તો પોલીસના પણ ભ્રષ્ટ બાબુઓ સાણસામાં આવી જવા પામતા થોડો ટાઈમ આ પ્રથાને જાણે કે બંધ કર્યા બાદ હવે ફરથી પલટીપ્રથાને અંજામ આપવાનું શરૂ કરી દેવાયુ હોય તેવી રીતે મુંદરામાં અઢીકરોડથી વધુની પકડાયેલી સોપારીના કેસ પરથી ફલિત થવા પામી રહ્યુ છે અને તેની સાથે જ કાસેઝ સુધીમાં જો આ બાબતે ઉંડાણપૂર્વકની કડક અને તટસ્થ તપાસ કરવામા આવશે તો ઘણુ બધુ મોટુ નેટવર્ક ફરીથી સોપારી દાણચોરીનું કચ્છમાં વકરવા માથુ ઉચકી રહ્યુ હોવાનો પણ ખુલાસો થવાનો ગર્ભિત ઈસારે જાણકારો કહી રહ્યા છે. 
જાણકારો આ બાબતે વધુમાં કહી રહ્યા છે કે,  તપાસનીશ એજન્સીઓ આ કેસમાં વધારે ઉંડા ઉતરીને આગવી કોઠાસુઝથી છાનબીન હાથ ધરશે તો ન માત્ર દાણચોર ટોળકી બલ્કે કયાંક ને કયાંક તેમાં ભ્રષ્ટ સરકારી બાબુઓની પણ સંડોવણી ચોકકસથી ખુલવા પામી જાય તેવી વકી પણ સેવવામા આવી રહી છે. કહેવાય છે કે, મુંદરામાં પકડાયેલી સોપારીનો જથ્થો કાસેઝનાકયા યુનિટમાં જઈ રહ્યો હતો, તે યુનિટ ખરેખર અસ્તિતવમાં છે? ઝોનની માન્યતા આજની તારીખે તે ધરાવે છે ખરૂ? તેના માલીક કોણ છે? જો યુનટ બંધ હોય તો તેઓના નામનું બીલ ઓફ એન્ટ્રી બની કેવી રીતે ગયું? શું ગોઠવણીઓ હતી? તેની પાછળ કયા કયા ભ્રષ્ટ અધિકારીઓનો પણ હાથ રહેલો છે? તે સહિતની વિગતો બહરા આવવા પામી જશે. આ ઉપરાંત પલટી પ્રથાનું આયોજન કયાં કરવામા આવ્યુ હતુ? તે ગોડાઉન કોના હતા? તેમાં કોણ કોણ સંડોવાયેલ હતા તે સહિતની મોટી ટોળકી અને કરોડોની ગોબાચોરી પકડાઈ શકે તેમ મનાય  છે. હકીકતમાં આવા પ્રકરણોમાં કસ્ટમના ભ્રષ્ટ બાબુઓ કોણ છે? તેમના ચહેરા પણ બેનકાબ કરવા જોઈએ? જે રીતે અગાઉ કાસેઝમાં ડીસીશ્રી દ્વારા ચોરી-ચપાટીમાં સંડોાવાયેલા યુનિટ ધારેકોની સામે લાલઆંખ કરી અને દંડ ભરપાઈ કરાવી હતી તેવી જ રીતે હવે ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ ધોક્કે પછાડવો જોઈએ. આવા અધિકારીઓને જેલ ભેગા કરવા ઘટે, તેમનાથી તગડી રીકવરી પણ કરવી જોઈએ તો અને તો જ પલટીપ્રથા સહિતના દુષણો પર બ્રેક આવાવ પામી શકે તેમ છે. ઉપરાંત પલટીપ્રથાના સડ્ડાને જો કસ્ટમ વિભાગ કે સરકારે અટકાવવુ જ હોય તો આરએફઆઈડી સિલ કે જે કસ્ટમ વિભાગનુ પોતાનું શીલ છે તે કન્ટેઈનર પર લગાવવાની શરૂઆત કરવાની જરૂર છે. કારણ કે, આરએફઆઈડી સીલમાં કન્ટેઈનરનું ટ્રેકીંગ કસ્ટમના અધિકારીઓ કચેરીમાં બેઠા બેઠા પણ કરી શકતા હોય છે અને તે સીલ બદલાય તો પણ ખ્યાલ આવી શકે તેમ હોય છે



...........

વેપારીઓને દંડો છો, આવા ભ્રષ્ટ બાબુઓ કેમ આબાદ ?


કાસેઝના સબંધિત યુનિટ પર કસ્ટમના
કયા ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીઓના ૪ હાથ..!


કસ્ટમના ભ્રષ્ટાચારીઓની મદદ વિના આ મુજબની દાણચોરી સંભવ જ નથી? જે યુનિટનું લાયસન્સ રદ છે, એલઓપી નથી, તે બીલ ઓફ એન્ટ્રી કયા નામે બનાવશે? કાસેઝમાં આ કન્સાઈનમેન્ટને ઈન જ કેવી રીતે કરાવી શકાય? દાણચોરી યુકત સોપારી લાવનાર ગેંગ જો ભ્રષ્ટ અધિકારીઓને ફોડી બેઠી હોય તો જ સ્મગલીગને આપી શકાય અંજામ?




ગાંધીધામ : મુંદરામાં કસ્ટમની ટીમ દ્વારા યુએઈથી આવેલી દાણચોરીયુકત સોપારી ઝડપી છે તે કાસેઝમાં આવતી હતી. જે રીતે આખોય એમઓ ઘડાયો છે તે જોતા કસ્ટમ કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓની આ પ્રકરણમાં સંડોવણી ન હોય તો અંજામ આપી શકાય તેમ જ નથી. કારણ કે, જે યુનિટમાં આવતી હોવાનુ દર્શાવાયુ છે તે યુનિટ તો બંધ હાલતમાં છે. તો પછી બીલ ઓફ એન્ટ્રી કેવી રીતે આ યુનિટની બની જાય? કારણ કે માલ છોડાવનારે તો આ દસ્તાવેજો રજુ કરવા જ પડે અને જયારે તેઓ કાસેઝમાં કન્ટઈનર લાવે ત્યારે અધિકારીઓને બીલ ઓફ એન્ટ્રી પણ દૃશાવવાની જ રહેતી હોય છે. હવે જે યુનિટ અસ્તિત્વમાં જ નથી, અથવા તો જેની એલઓપી જ રદ કરી દેવામા આવી છે તેમાં માલ ઈન કરવા જ કેવી રીતે દેવાય? એટલે કયા


અખરોટની આડમાં સોપારી? શું ફરીથી પંકજ-
મનીષ - નવાઝ દાણચોર ટોળકી થઈ છે સક્રીય?


અખરોટ કાસેઝમાં હાલના સમયે મંગાવી શકાય છે ખરા? જો નહી તો પછી જુના જોગીઓ સિવાય કોણ કરી શકે છે આવી હીમંત?


ગાંધીધામ : મુંદરામાં અખરોટની આડમાં ત્રણ કરોડનો સોપારીનો જથ્થો પકડાયો છે.અખરોટ કાસેજના એક યુનિટમાં આવતા હતા. અખરોટની સામે સોપારીનીડયુટી ૧૧૦ ટકા વધારે છે. આ ડયુટીચોરી-દાણચોરી કરવાના ઈરાદો જયારે કારસો ઝડપાયો છે ત્યારે જાણકારો કહે છે કે, કાસેજમાં હાલના સમયે અખરોટ બેન ફરમાવેલ છે. અહી મંગાવી શકાતુ નથી. તો પછી આ રીતે મિસડીકલેર કરીને ફરીથી આ જથ્થો મંગાવાવની હિમંત કોણ કરે? જુના જોગીઓ સિવાય આ પ્રકારના કારસ્તાનો પાછળ કોઈ હોઈ જ ન શકે?


મુંદરામાં પકડાયેલી સોપારી કેવી રીતે લોકલ 
માર્કેટમાં થઈ હોત ડમ્પ?  આવો જાણીએ?



ગાંધીધામ : યુએઈથી આવેલી સોપારીને મુંદરામાં પકડી લેવાઈ છે અને તે કાસેજમાં આવતી હતી ત્યારે કેવી રીતે આ કૌભાંડ આચરવાનો એમઓ હોઈ શકે છે તે સમજવુ પણ એજન્સીઓ સહિતનાઓ માટે અહી માહીતી પ્રદ બની રહે તેમ છે. યુએઈથી મુંદરામાં કન્ટેઈનરઆવ્યા, કસ્ટમે તેના સીલ ચેક કર્યા અને તેને કાસેઝમાં આવતા હોવાથી જવા દેવાના હોય છે. આ કન્ટઈનરમાં અખરોટ આવ્યા હોવાનુ ડીકલેર કરી અને સોપારી લવાઈ હતી એટલે મુંદરાથી કાસેઝ વચ્ચે આ જથ્થો ગોડાઉનમાં લઈ જવાય અને સોપારી હોય તેને લોકલ માર્કેટમાં ડમ્પ કરી દેવાય અને તેમાં અખરોટ ભરી દેવામાં આવે. જે બાદ આ કન્ટેઈનરો કાસેજમાં એન્ટ્રી માટે જાય. કાસેજમાં ઈન કરાવવા માટે પણ અધિકારીઓને ફોડવાની તો જરૂર પડી જ શકે તેમ છે. અહી કન્ટેઈનરમાં માલ તો ડીકલેર કરેલ છે તે જ લવાયો છે પરંતુ જે યુનિટમાં લઈ જવામા આવતો હતો તે યુનિટનું એલઓપી રદ હોવાનુ મનાયછે. એટલે કયાંક ને કયાંક સોપારી દાણચોર ટોળકીએ કોઈને કોઈની સાથે અહી સેટીંગ કરી અને કન્ટેઈનર ઈન કરાવાવનો કારસો ઘડયો હોઈ શકે. અખરોટને અંદર લાવી, રીએકસપોર્ટ દેખાડી દેવામા આવે એટલે ૧૧૦ ટકા ડયુટવાળી સોપારી ભારતની લોકલ માર્કેટમાં ડીટીએ ડમ્પ થઈ જાય.

Comments

COMMENT / REPLY FROM