પાલીતાણામાં વીજ ચેકીંગ માટે ગયેલી ભુજ પીજીવીસીએલની ટીમ પર હુમલો
ત્રણ અધિકારીઓની ટીમમાંથી બે કર્મચારીઓ ધવાયા છે, વધુ આગળની તપાસ કાર્યવાહી ચાલી રહી છે : શ્રી રાઠોડ(અધિક્ષકશ્રી પીવીજીસીએલ ભુજ સર્કલ)
ગાંધીધામ : વીજતંત્ર દ્વારા વીજચોરીની તપાસણીઓ-ચેકીંગ કરવા માટે ટીમો આકસ્મિક રીતે અલગ અલગ સ્થળોએ ત્રાટકતી હોય છે. દરમ્યાન જ આજ રોજ પણ જુનાગઢ-ભાવનગર અને ભુજ સર્કલની અલગ અલગ ટીમો તપાસ માટે મોકલવામાં આવી હતી જેમાં પાલીતાણા વિસ્તારમાં ભુજ સર્કલની ટીમ ચકાસણી માટે ગઈ હતી ત્યાં માથાભારે શખ્સો દ્વારા આ ટીમ પર હુમલો કરવામા આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે ભુજ વીજતંત્રના અધિક્ષક શ્રી રાઠોડને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, પાલીતાણામાં ભુજની ટીમ તપાસ ર્થે મોકલવામાં આવી હતી જેમાં વી આર ગણવિત તથા તેમના હેલ્પર ઈજાગ્રસ્ત થયા હોવાનુ પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. આગળની તપાસ કાર્યવાહી ચાલુમાં છે.

Comments