પૂર્વ્ કચ્છ ખાણખનિજના શ્રી પટેલની ટીમનો સપાટો : નાગલપુરમાં બંધ લીઝમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું
ઈસી વિનાની લીઝમાં ખનન કરનારાઓની ખેર નહીં..!
અંજાર પટ્ટામાં બંધ લીઝમાં ગેરકાયદેસર ખનન કરનારાઓ પાસેથી ૧ હિટાચી મશની, ૧ ડમ્પર સહિત ૧ કરોડથી વધુનો મુદામાલ કર્યો કબ્જે : ગેરકાયદેસર ખનીજચોરી કરનારાઓમાં સોપો
’
ગાંધીધામ : પૂર્વ કચ્છના ખાણખનિજ અધિકારી શ્રી એન એ પટેલ દ્વારા સરકાર હિતમાં સમગ્ર વિસ્તારમાં સતત તબક્કાવારધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા પણ પર્યાવરણીય મંજુરી ફરજીયાત કરાઈ હતી અને જેઓએ મંજુરી નથી લીધેલી તેમની લીઝ પણ બંધ કરવાના આદેશો આપ્યા હતા જેની કચ્છમાં પણ અમલવારી કરાવાઈ હતી તેમ છતા પણ છાને છપને કેટલાક તત્વો ઈસી ન હોવા ઉપરાંત પણ લીજમાં ખનન કાર્ય ચાલુ રાખતા હોવાની વાત શ્રી પટેલ અને તેમની ટીમના કાને પડતા ધડાધડ આવુ ગેરકાયદેસર કૃત્ય કરનાર પર ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે મળતી વધુ વીગતો અનુસાર પૂર્વ કચ્છ ટીમ દ્વારા અંજાર તાલુકાના રાત્રીના આકસ્મીક ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. ગત રાત્રીના આકસ્મીક ચેકીંગ દરમ્યાન અંજાર તાલુકા મોટી નાગલપરમા પર્યાવરણીય મંજુરી વગર બંધ કરવામા અવેલ બ્લેકટ્રેપ ખનીજની કવોરી લીઝમા અનઅધિકૃત રીતે મંજુરી વગર ખાણકામ અને પરિવહન ધ્યાને આવેલ છે. જેમાં એક હિટાચી અને એક ડમ્પર મળી અંદાજીત એક કરોડનો મુદામાલ જપ્ત કરવામા આવેલ છે. આ લીઝની વિગતવાર તપાસ કરી નિયમોનુંસારની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

Comments