Trending News
સ્થાનિક સમાચાર

મેઘપર બોરીચીમાં ઘરમાં ઘુસીને આંખમાં મરચાનો પાવડર નાખી ૧.૧પ લાખની લૂંટ ચલાવાઈ

31 December



ધોળા દિવસે પાંચ વાગ્યે બન્યો બનાવ : અજાણ્યો ઈસમ ભાગી ગયો : વિસ્તારમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડતાં લોકોમાં ભય 


ગાંધીધામ : એક લાખના ત્રણ લાખ આપવાનું કહી હરિયાણાના વેપારીને અંજાર બોલાવી વરસાણા પાસે માર મારી ત્રણ લાખની લૂંટ કરવામાં આવી હતી. જેમાં હજુ આરોપી પકડાયા છે. તેવામાં મેઘપર બોરીચીમાં ઘરમાં ઘુસીને મહિલા પાસેથી ૧.૧પ લાખની લૂંટ કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. લૂંટને અંજામ આપી અજાણ્યો ઈસમ ભાગી ગયો હતો. બનાવથી વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મેઘપર બોરીચીના સંસ્કારનગર મકાન નં. ૩૧૦ ખાતે બનાવ બન્યો હતો. પ૧ વર્ષિય ફરિયાદી મંજુલાબેન ચંદુભાઈ લાલજીભાઈ પટેલ પોતાના ઘરે એકલા હતા, ત્યારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં અજાણ્યો ઈસમ તેમના ઘરમાં ઘુસી આવ્યો, ફરિયાદી કાંઈ સમજે તે પહેલાં જ તેમની આંખમાં મરચા પાવડર નાખી માર કુટ કરવામાં આવી અને ફરિયાદીએ ગળામાં પહેરેલ સોનાની ર તોલાની ૮૦ હજારની ચેઈન ઝુટવી લેવામાં આવી હતી. તેમજ મહિલાને મોઢાના ભાગે રૂમાલથી બાંધી ફરિયાદીને ડાબા હાથની આંગળીમાં છરી મારી રોકડા રૂપિયા ૩પ હજાર પણ ઝૂટવી લેવામાં આવ્યા હતા. ઘરમાં ઘુસીને દિલધડક રીતે લૂંટને અંજામ આપવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. અંજાર પોલીસે ગુનો દાખલ કરીને બનાવ સંબંધે તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM